Home National Thane Doctor Assault Shiv Sena Corporator Ramesh Mhatre Arrested

ડોક્ટરને થપ્પડ મારનાર શિવસેના કોર્પોરેટરની ધરપકડ : હોસ્પિટલમાં ડોક્ટર સાથે મારપીટ બાદ રાજકીય અને તબીબી વર્તુળોમાં ભારે રોષ

Shiv Sena corporator who hit a doctor arrested
Image Credit: Twitter
Published by: Vaishnavi Pathak
Last Updated: Jul 09, 2026, 12:21 PM IST

મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં ડોક્ટર સાથે મારપીટના કેસમાં પોલીસે શિવસેના (શિંદે જૂથ)ના કોર્પોરેટર રમેશ મ્હાત્રેની ધરપકડ કરી છે. તેમની સાથે ઘટનામાં સામેલ અન્ય 3 સાથીઓને પણ પકડી લેવામાં આવ્યા છે. બીજી તરફ, હુમલાનો ભોગ બનેલા એક ડોક્ટરે ડરના કારણે નોકરીમાંથી રાજીનામું આપી શહેર છોડી દીધું છે.

NICUમાં બેડ ન હોવાથી થયો વિવાદ

આ ઘટના સોમવારે કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશન (KDMC)ની શાસ્ત્રી નગર હોસ્પિટલમાં બની હતી. હોસ્પિટલના NICUમાં કોઈ બેડ ખાલી ન હોવાથી ડૉ. સૃષ્ટિ બાવિસ્કર અને ડૉ. વૈભવ સાલુંખેએ નવજાત બાળકને બીજી હોસ્પિટલમાં લઈ જવાની સલાહ આપી હતી. આ વાતથી પરિવારજનો નારાજ થયા અને તેમણે શિવસેનાના કોર્પોરેટર રમેશ મ્હાત્રેને હોસ્પિટલમાં બોલાવ્યા. આરોપ છે કે તેઓ પોતાના 3 સાથીઓ સાથે હોસ્પિટલ પહોંચ્યા અને ડોક્ટરો તેમજ મેડિકલ સ્ટાફ સાથે મારપીટ કરી.

વિડિયો અહીં જુઓ

ડોક્ટરે કહ્યું- ડરના કારણે શહેર છોડી દીધું

હુમલાનો ભોગ બનેલા એક ડોક્ટરે મીડિયાને જણાવ્યું કે ઘટના બાદ તેઓ પોતાને સુરક્ષિત અનુભવી રહ્યા નથી. તેમણે કહ્યું, "મેં નોકરીમાંથી રાજીનામું આપી દીધું છે. અહીં ખૂબ ડરનો માહોલ છે. ગુંડાઓ અમારી પર નજર રાખી રહ્યા છે. હવે હું ક્યારેય થાણે પાછો નહીં ફરું."

આ પણ વાંચો: રામ મંદિર દાન ચોરી કેસમાં નવો ખુલાસો | ચોરીના પૈસા શેરબજારમાં રોકવામાં આવતા હતા | Offbeat Stories

શિવસેનાએ પણ કાર્યવાહી કરી

રાજ્યના ઉદ્યોગ મંત્રી ઉદય સામંતે જણાવ્યું કે ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેએ આ ઘટનાને ગંભીરતાથી લીધી છે અને આરોપી કોર્પોરેટરને ઠપકો આપ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે મહિલા ડોક્ટર પર હાથ ઉઠાવવો ખોટું છે અને શિવસેના આ ઘટનાનું સમર્થન કરતી નથી. પાર્ટીએ આરોપી કોર્પોરેટરને કારણદર્શક નોટિસ પણ પાઠવી છે.

પોલીસ તપાસ ચાલુ

આ કેસમાં કલ્યાણના સાંસદ શ્રીકાંત શિંદે સહિત શિવસેનાના અનેક નેતાઓ અને વિપક્ષે પણ ઘટનાની નિંદા કરી છે. પોલીસે આરોપી રમેશ મ્હાત્રે અને તેમના 3 સાથીઓની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ કેસને લઈને ચર્ચા તેજ બની છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now