Home National Thalapathy Vijay Tvk Wins Floor Test Tamil Nadu Assembly Majority

થલાપતિનો પાવર શો : વિધાનસભામાં ભારે બહુમતી સાથે ફ્લોર ટેસ્ટ જીત્યો, સ્ટાલિનની DMK જોતી રહી ગઈ

Thalapathy Vijay Floor Test DMK Defeat
Image Credit: chef_sreejith_damodaran
Published by: Nirali Gohil
Last Updated: May 13, 2026, 07:27 AM IST

Thalapathy Vijay TVK Government: તમિલનાડુના રાજકારણમાં મોટો ઉલટફેર સર્જાયો છે. અભિનેતામાંથી નેતા બનેલા સી. જોસેફ વિજયે (થલાપતિ વિજય) વિધાનસભામાં પોતાની બહુમતી સાબિત કરી દીધી છે. બુધવારે યોજાયેલા નિર્ણાયક ફ્લોર ટેસ્ટમાં વિજયના નેતૃત્વ હેઠળની તમિલગા વેટ્રી કઝગમ (TVK) સરકારે આસાનીથી વિશ્વાસ મત જીતી લીધો હતો. તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં TVK 108 બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી હતી, પરંતુ બહુમતીના 118 ના આંકડાથી થોડી દૂર હતી. જોકે, વિજયે કુશળ રાજકીય ગણિતના આધારે વિપક્ષોને સ્તબ્ધ કરી દીધા છે.

કાર્યવાહક રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકરે નવી સરકારને બુધવાર સુધીમાં બહુમતી સાબિત કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ પડકારને ઝીલી લેતા વિજયે ગઠબંધનના સાથી પક્ષોને સાથે રાખીને વિધાનસભામાં પોતાની શક્તિનું પ્રદર્શન કર્યું હતું. આ જીત સાથે જ તમિલનાડુમાં દાયકાઓથી ચાલી આવતા પરંપરાગત પક્ષોના વર્ચસ્વ સામે વિજયે મજબૂત પડકાર ફેંક્યો છે.

તમિલનાડુમાં રાજકીય ઉથલપાથલ: AIADMKનાં બાગી નેતાઓ સાથે CM વિજયે યોજી બેઠક

ગઠબંધનની તાકાત: 144 ધારાસભ્યોનું સમર્થન મળ્યું

રવિવારે મુખ્યમંત્રી પદના શપથ લીધા બાદ વિજય સામે સૌથી મોટો પ્રશ્ન બહુમતી સાબિત કરવાનો હતો.

  • ગઠબંધન ભાગીદારો: વિજયને કોંગ્રેસ, CPI, CPI(M), VCK અને ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML) એ સંપૂર્ણ ટેકો જાહેર કર્યો હતો.

  • વોટિંગનું ગણિત: ફ્લોર ટેસ્ટમાં વિજય સરકારને કુલ 144 ધારાસભ્યોના મતો મળ્યા હતા, જે જાદુઈ આંકડા કરતા ઘણા વધારે છે.

  • વિરોધમાં માત્ર 22 વોટ: આશ્ચર્યજનક રીતે વિરોધમાં માત્ર 22 મત પડ્યા હતા, જ્યારે AIADMK ના એક જૂથે પણ પરોક્ષ રીતે વિજયને ટેકો આપ્યો હોવાની ચર્ચા છે. મતદાન સમયે 5 ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતા.

વિજયે CMબનતા જ પોતાનાં જ્યોતિષીને સરકારમાં આપ્યું મોટું પદ: જાણો કોણ છે રાધાન પંડિત

વિરોધ પક્ષોમાં સોંપો: DMK અને સ્ટાલિન માટે મોટો ફટકો

આ ફ્લોર ટેસ્ટના પરિણામોએ એમ.કે. સ્ટાલિનની આગેવાની હેઠળની DMK ને મોટો આંચકો આપ્યો છે. વિજયની આ સફળતાથી વિપક્ષી છાવણીમાં સન્નાટો છવાઈ ગયો છે. જે રીતે વિજયે વિભિન્ન પક્ષોને એકસાથે લાવીને 171 સભ્યોની હાજરીમાં વિશ્વાસ મત જીત્યો છે, તેનાથી સાબિત થાય છે કે તમિલનાડુની જનતા હવે પરિવર્તન ઈચ્છી રહી છે. ગઠબંધનના જોરે સત્તાને મજબૂત બનાવીને વિજયે હવે રાજ્યમાં 'થલાપતિ શાસન' ના મજબૂત પાયા નાખ્યા છે.

117 કરોડનાં 11 બંગલા, સાડા 13 કરોડની 7 ગાડી,: દેશનાં બીજા સૌથી અમીર CM છે વિજય

રાજકીય વિશ્લેષકોનું શું કહેવું છે?

નિષ્ણાતો માની રહ્યા છે કે વિજયની આ જીત માત્ર સંખ્યાબળની જીત નથી, પરંતુ એક નવી રાજકીય વિચારધારાનો ઉદય છે. જે પડકાર રાજ્યપાલે આપ્યો હતો તેને સમયમર્યાદામાં પૂરો કરીને વિજયે વહીવટી કુશળતાનો પણ પરિચય આપ્યો છે. આગામી સમયમાં આ નવી સરકાર તમિલનાડુ માટે કેવા નિર્ણયો લે છે તેના પર સમગ્ર દેશની નજર રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now