Home International Thailand Horror Ex Cop Kil Ls 34 In Deadliest Mass Shooting

થાઈલેન્ડની એક સ્કૂલમાં ફાયરિંગ : 3 ઘાયલ, હુમલાખોર કસ્ટડીમાં

થાઈલેન્ડની એક સ્કૂલમાં ફાયરિંગ
Published by: OBS Bureau
Last Updated: Feb 11, 2026, 12:22 PM IST

બુધવારે દક્ષિણ થાઇલેન્ડના હાટ યાઇ શહેરમાં ગોળીબારની ઘટના બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, 18 વર્ષીય યુવકે સાંજે 4:45 વાગ્યે પ્રથન ખીરીવત સ્કૂલમાં ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં સ્કૂલના ડિરેક્ટર અને એક વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થયા હતા. કુલ મૃત્યુઆંક હજુ સુધી સત્તાવાર રીતે પુષ્ટિ થયો નથી. હુમલાખોરને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.

હુમલાખોરને કસ્ટડીમાં લેવામાં આવ્યો

બુધવારે દક્ષિણ થાઇલેન્ડના હાટ યાઇ જિલ્લામાં એક શાળામાં ગોળીબાર કરનાર હુમલાખોરને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને તમામ બંધકોને સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવ્યા છે, એમ એક પોલીસ અધિકારીએ રોઇટર્સને જણાવ્યું હતું. સ્થાનિક અધિકારીઓએ સોશિયલ મીડિયા પર અહેવાલ આપ્યો હતો કે બુધવારે સોંગખલા પ્રાંતના હાટ યાઇમાં પટોંગપ્રથાનાકિરીવાટ શાળામાં એક 18 વર્ષીય વ્યક્તિ હથિયાર સાથે ઘૂસી ગયો હતો. ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ વિચિયન સોબૂને રોઇટર્સને જણાવ્યું હતું કે, "હુમલાખોરની ધરપકડ કરવામાં આવી છે."

અન્ય એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં ઓછામાં ઓછા ત્રણ લોકો ઘાયલ થયા છે. નોંધનીય છે કે 2022 માં, એક પૂર્વ પોલીસ અધિકારીએ દેશના પૂર્વ ભાગમાં એક નર્સરીમાં બંદૂક અને છરીના હુમલામાં 22 બાળકો સહિત 36 લોકોની હત્યા કરી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
ઇરાન-અમેરિકા યુદ્ધમાં નવો વળાંક?
PM મોદીએ સાઉદીના ક્રાઉન પ્રિન્સ સાથે કરી વાત
યુદ્ધ વચ્ચે રાહતના સમાચાર
અબુ ધાબીમાં મિસાઈલ હુમલો
Play Video
ઈરાન-હિઝબુલ્લાહ બાદ હવે યમનની એન્ટ્રી
Play Video