Home International Terrible Cyclonic Storm Has Struck Again What Is Typhoon Kajiki Which Caused Devastation In China And Vietnam

ફરી એક ભયાનક ચક્રવાતી તોફાનની ધમાકેદાર એન્ટ્રી! : શું છે Kajiki? જેણે ચીન-વિયતનામમાં મચાવી તબાહી, ભારતને કેટલો ખતરો?

ફરી એક ભયાનક ચક્રવાતી તોફાનની ધમાકેદાર એન્ટ્રી!
Published by: OBS Bureau
Last Updated: Aug 26, 2025, 12:14 PM IST

Typhoon Kajiki Landfall: પ્રશાંત મહાસાગરમાં 23 ઓગસ્ટ, 2025ના રોજ ઉઠેલા ચક્રવાતી વાવાઝોડા Kajiki એ ચીન અને વિયેતનામમાં ભારે વિનાશ વેર્યો છે. જાપાની ભાષામાં Kajikiનો અર્થ "સ્પીયરફિશ" અથવા "ડોરાડો માછલી" થાય છે, જ્યારે ફિલિપાઈન્સમાં આ વાવાઝોડાને 'ઇસાંગ' નામ અપાયું હતું. જાપાનની હવામાન વિજ્ઞાન એજન્સી (JMA)એ આ વાવાઝોડાને લઈને પહેલેથી જ ચેતવણીઓ આપી હતી. 24 અને 25 ઓગસ્ટે આ વાવાઝોડું તેની ચરમસીમાએ હતું અને 26 ઓગસ્ટે તે નબળું પડ્યું.

વાવાઝોડાની વર્તમાન સ્થિતિ

ચીન અને જાપાનની રાષ્ટ્રીય હવામાન એજન્સીઓ મુજબ, ચક્રવાતી વાવાઝોડું Kajiki 23 ઓગસ્ટે દક્ષિણ ચીન સાગરમાં ઉષ્ણકટિબંધીય પવનોના રૂપમાં સર્જાયું હતું. 24 ઓગસ્ટની સવાર સુધીમાં આ પવનોએ ટાયફૂનનું રૂપ લીધું અને 25 ઓગસ્ટ સુધીમાં તે કેટેગરી-2ના ટાયફૂન તરીકે ચીન પહોંચ્યું. ચીનમાં તેના કારણે 150થી 175 કિલોમીટર પ્રતિ કલાક (80-95 નોટ્સ)ની ઝડપે પવનો ફૂંકાયા અને ભારે વરસાદ થયો.

ચીન બાદ આ વાવાઝોડું વિયેતનામના મધ્ય દરિયાકિનારે ટકરાયું, જ્યાં પવનોની ગતિ 180 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી હતી. 26 ઓગસ્ટે તે નબળું પડીને લાઓસ તરફ આગળ વધ્યું અને હાલમાં પવનોની ઝડપ 65થી 80 કિલોમીટર પ્રતિ કલાક જેટલી છે. જોઇન્ટ ટાયફૂન વૉર્નિંગ સેન્ટર (JTWC) એ ચેતવણી આપી છે કે લાઓસ અને થાઇલેન્ડમાં વાવાઝોડાના પ્રભાવથી ભારે વરસાદ ચાલુ રહેશે અને પૂરનું જોખમ પણ રહેલું છે.

ચીનમાં વેર્યો વિનાશ

ચક્રવાતી વાવાઝોડું કાજીકી સૌપ્રથમ ચીનના હેનાન દ્વીપ અને ગુઆંગડોંગ પ્રાંત સાથે ટકરાયું. અહીં દરિયાકિનારે આવેલા સાન્ચા શહેરમાં ભારે વરસાદ અને તેજ પવનોને કારણે વૃક્ષો ઉખડી ગયા અને અનેક ઘરોને ભારે નુકસાન પહોંચ્યું. ચીનના હવામાન કેન્દ્રએ ભયંકર તોફાની પવનો અને 600 મિલીમીટર સુધીના વરસાદની સંભાવના વ્યક્ત કરી હતી. લોકોને ઘરમાં જ રહેવાની અને માછીમારોને દરિયામાંથી પાછા ફરવાની સલાહ આપવામાં આવી હતી, અને પર્યટકોને દરિયાકિનારે જવાથી રોકવામાં આવ્યા હતા.

હવામાન વિભાગની ચેતવણીને પગલે વાવાઝોડું ટકરાય તે પહેલા જ લગભગ 20,000 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. સાન્ચા શહેરમાં શાળાઓ, ઑફિસો અને દુકાનો બંધ રાખવામાં આવી હતી. પવનોની મહત્તમ ગતિ 162 કિલોમીટર પ્રતિ કલાક (100 માઇલ પ્રતિ કલાક) નોંધાઈ હતી. સાન્ચા શહેર સહિત હેનાન દ્વીપના દક્ષિણ ભાગોમાં 25થી 35 સેન્ટિમીટર (10થી 14 ઇંચ) વરસાદ નોંધાયો. સદભાગ્યે કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ માળખાકીય સુવિધાઓને ભારે નુકસાન થયું છે.

વિયેતનામમાં 3 લોકોના મૃત્યુ

ચક્રવાતી વાવાઝોડા કાજીકીએ વિયેતનામના ઉત્તરી અને મધ્ય વિસ્તારોમાં ભારે તબાહી મચાવી. દેશના કૃષિ અને પર્યાવરણ મંત્રાલયના તાજેતરના અહેવાલ મુજબ, કાજીકીના કારણે વિયેતનામમાં જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. જેમાં 3 લોકોના મૃત્યુ થયા છે અને લગભગ 10 લોકો ઘાયલ થયા છે. 6,800 પરિવારો બેઘર થયા છે. આવનારા 24 કલાકમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનનું જોખમ રહેલું છે. સરકારે અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કાર્ય માટે આપત્તિ વ્યવસ્થાપન ટીમો અને સેનાને તૈનાત કરી દીધી છે.

ભારે વરસાદને કારણે વિયેતનામના ઉત્તરી મધ્ય કિનારે પૂર આવ્યું છે. વૃક્ષો ઉખડી ગયા છે અને વીજળી ગુલ થઈ ગઈ છે. રસ્તાઓ પર પાણી ભરાઈ જવાથી પરિવહન ખોરવાયું છે, જેના કારણે લોકોને સલામત સ્થળે જવામાં મુશ્કેલી પડી. આ વાવાઝોડું સૌપ્રથમ નેઘે આન અને હા તિન્હ રાજ્યો સાથે ટકરાયું, જ્યાં પવનોની ઝડપ 118થી 133 કિલોમીટર પ્રતિ કલાક રહી અને સમુદ્રમાં લગભગ 2 મીટર ઊંચી લહેરો ઉઠી. 300થી 500 મિલીમીટર વરસાદ પડવાથી હનોઈ શહેરમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી.

વાવાઝોડું આવતા પહેલા જ વિયેતનામમાં શાળાઓ અને હવાઈ મથકો બંધ કરી દેવામાં આવ્યા હતા અને 30,000 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આ તોફાનથી 5,86,000થી વધુ લોકો બેઘર થયા છે, 150 ઘરો પાણીમાં ડૂબ્યા છે અને 600થી વધુ ઘરોની છત ઊડી ગઈ છે. વૃક્ષો ઉખડી જવાથી વીજળીની સાથે સાથે ફોન નેટવર્ક પણ ખોરવાયું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
Bab al-Mandeb Strait ને કેમ કહેવામાં આવે છે Gate of Tears?
અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે નવા કોરોના વેરિઅન્ટે વિશ્વની ચિંતા વધારી
ડોલર પર હવે ટ્રમ્પની સહી
US-Israelના હુમલા વચ્ચે પણ ઈરાન થયું માલામાલ!
હવે જામશે ખરાખરીનો જંગ!