Home Entertainment Tere Ishq Mein Continues To Be A Hit Find Out How Much It Collected

'Tere Ishq Mein' નો ધમાકો યથાવત્! : ધનુષ-કૃતિની જોડીએ તોડ્યા રેકોર્ડ્સ, જાણો કેટલું થયું કલેક્શન

'Tere Ishq Mein' નો ધમાકો યથાવત્!
Published by: OBS Bureau
Last Updated: Nov 30, 2025, 04:20 AM IST

Tere Ishq Mein: ધનુષ અને કૃતિ સેનનની ફિલ્મ ‘Tere Ishq Mein’ રિલીઝ થતાં જ બોક્સ ઓફિસ પર તહલકો મચાવી રહી છે. 28 નવેમ્બરે રિલીઝ થયેલી આ ફિલ્મે પહેલા દિવસે જ ₹16.50 કરોડની જબરદસ્ત ઓપનિંગ કરી હતી, અને હવે બીજા દિવસે (29 નવેમ્બર, શનિવાર) તેણે ₹17 કરોડથી વધુનું નેટ કલેક્શન કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે.

Tere Ishk Mein Movie Review: Dhanush and Kriti Sanon elevate a film  burdened by its own intensity

ફિલ્મનું કુલ કલેક્શન ₹33.50 કરોડને પાર

સેકનિલ્કના પ્રારંભિક આંકડા અનુસાર, ફિલ્મે શનિવારે લગભગ 20-25%નો જમ્પ નોંધાવ્યો છે, જે રોમેન્ટિક ડ્રામા માટે ખૂબ જ મજબૂત વૃદ્ધિ ગણાય. બે દિવસમાં ફિલ્મનું કુલ કલેક્શન ₹33.50 કરોડને પાર કરી ચૂક્યું છે. આ વર્ષે રોમેન્ટિક ફિલ્મોનું જોર ચાલી રહ્યું છે – ‘સૈયારા’, ‘એક દીવાને કી દીવાનીયાત’ જેવી ફિલ્મો પછી હવે ‘તેરે ઇશ્ક મેં’ પણ દર્શકોના દિલ પર રાજ કરી રહી છે. ધનુષનો ઝનૂની પ્રેમી શંકર અને કૃતિ સેનનની મુક્તિની કેમિસ્ટ્રીએ દર્શકોને દિવાના બનાવ્યા છે.

Tere Ishk Mein Music Review: Dhanush & Kriti Sanon's Ishq Turns Zeher With  AR Rahman's Pain & Arijit Singh Raging, "Khoon Mera Ishq Mein Sharaab Ho  Gaya"

એડવાન્સ બુકિંગમાં જ ₹4.49 કરોડની કમાણી

ખાસ વાત એ છે કે ફિલ્મ હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ – પાંચ ભાષાઓમાં એકસાથે રિલીઝ થઈ છે અને દરેક વર્ઝનને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. એડવાન્સ બુકિંગમાં જ ₹4.49 કરોડની કમાણી થઈ હતી. આનંદ એલ. રાયના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મનું સંગીત એ.આર. રહેમાને આપ્યું છે, જેના ગીતો પણ ચાર્ટબસ્ટર બન્યા છે. ટી-સિરીઝ અને કલર યલો પ્રોડક્શન્સના બેનર હેઠળ બનેલી આ ફિલ્મ હવે વીકેન્ડમાં ₹50 કરોડનો આંકડો સરળતાથી પાર કરે તેવું લાગી રહ્યું છે. ધનુષ-કૃતિની આ જોડીએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે સારી વાર્તા અને સચ્ચો અભિનય હોય તો દર્શકો થિયેટર સુધી પોતે જ દોડી આવે છે!

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now