Home Entertainment Telugu Actor And Padma Shri Awardee Kota Srinivasa Rao Passed Away

Kota Srinivasa Rao Death તેલુગુ ફિલ્મ ઈંડસ્ટ્રી શોકાતુર! : દિગ્ગજ સ્ટારનું જન્મ દિવસના બે દિવસ પછી થયું નિધન

Kota Srinivasa Rao Death  તેલુગુ ફિલ્મ ઈંડસ્ટ્રી શોકાતુર!
Published by: OBS Bureau
Last Updated: Jul 13, 2025, 05:22 AM IST

તેલુગુ ફિલ્મ ઈંડસ્ટ્રીમાંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર આવ્યા છે. ઈંડસ્ટ્રી દિગ્ગજ અભિનેતા કોટા શ્રીનિવાસ રાવનું 83 વર્ષની વયે અવસાન થયું. તેમણે લાંબી બીમારી બાદ હૈદરાબાદના જ્યુબિલી હિલ્સ સ્થિત તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા. દુઃખદ વાત એ છે કે આ અભિનેતાએ માત્ર 2 દિવસ પહેલા જ પોતાનો 83મો જન્મદિવસ ઉજવ્યો હતો અને હવે તેમણે આ દુનિયાને કાયમ માટે ગુડબાય કહી દીધું છે.


કેવી રીતે થયું અભિનેતાનું નિધન?

રીપોર્ટસ અનુસાર, કોટા શ્રીનિવાસ રાવ છેલ્લા કેટલાક દિવસોથી ઉમર સંબંધિત બીમારીઓથી પીડાઈ રહ્યા હતા, જેના પછી તેમણે રવિવારે અંતિમ શ્વાસ લીધા. તેમનું નિધન દરેક માટે મોટો આઘાત સમાન છે.
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ પણ અભિનેતા કોટા શ્રીનિવાસ રાવના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે X પર પોસ્ટ કરીને લખ્યું છે કે - પોતાની વર્સેટાઈલ રોલ્સથી સિનેમા દર્શકોના દિલ જીતનારા પ્રખ્યાત અભિનેતા કોટા શ્રીનિવાસ રાવનું નિધન અત્યંત દુઃખદ છે. લગભગ 4 દાયકામાં સિનેમા અને રંગમંચના ક્ષેત્રમાં તેમનું કલાત્મક યોગદાન અને ભૂમિકાઓ અવિસ્મરણીય રહેશે.


'વિલન અને કેરેક્ટર આર્ટીસ્ટ તરીકે તેમણે ભજવેલી અસંખ્ય યાદગાર ભૂમિકાઓ તેલુગુ દર્શકોના હૃદયમાં હંમેશા જીવંત રહેશે. તેમનું નિધન તેલુગુ ફિલ્મ ઈંડસ્ટ્રી માટે એક ન ભરવાપાત્ર નુકસાન છે. 1999 માં, તેમણે વિજયવાડાથી ધારાસભ્ય તરીકે જીતીને જનતાની સેવા કરી. હું તેમના પરિવારના સભ્યો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરું છું.'

ઘણી ભાષાઓમાં કર્યું હતું કામ
કોટા શ્રીનિવાસ રાવનો જન્મ 1942માં આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લાના કાંકીપાડુમાં થયો હતો. તેમણે 1978 માં ફિલ્મ 'પ્રણમ ખારીડુ થી પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. ચાર દાયકાથી વધુ સમયની તેમની કરિયરમાં તેમણે તેલુગુ, તમિલ, કન્નડ અને હિન્દી સહિત 750 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું. તેમણે પોતાની કરિયરમાં તમામ પ્રકારના પાત્રો ભજવ્યા. તેમણે પોતાના ઉત્તમ અભિનયથી લોકોના હૃદયમાં ખાસ સ્થાન બનાવ્યું. કોટા શ્રીનિવાસ રાવનું નિધન તેમના તમામ ફેંસ, સેલેબ્સ સહિત, માટે મોટો આઘાતજનક છે.

અભિનેતાની અમુક શાનદાર ફિલ્મો
કોટા શ્રીનિવાસ રાવે અસંખ્ય જબરદસ્ત ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ તેમની કરિયરની કેટલીક અગત્યની ફિલ્મોમાં 'આહાના પેલંતા!', 'પ્રતિગતના', 'ખૈદી નંબર 786', 'શિવા' અને 'યમલીલા'નો સમાવેશ થાય છે.

પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત હતા કોટા શ્રીનિવાસ રાવ
ભારતીય સિનેમામાં તેમના મહાન યોગદાન માટે, તેમને વર્ષ 2015 માં પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સિવાય, તેમને અન્ય ઘણા પુરસ્કારોથી પણ સન્માનીત કરવામાં આવ્યા હતા.
એક્ટિંગ સિવાય, તેઓ રાજકારણમાં પણ એક્ટીવ હતા. તેઓ 1999 થી 2004 સુધી વિજયવાડા પૂર્વ વિધાનસભાના ભાજપ ધારાસભ્ય પણ હતા. તેલુગુ ફિલ્મ ઈંડસ્ટ્રી આ દિગ્ગજ અભિનેતાના નિધન પર શોક વ્યક્ત કરી રહી છે. તેમના તમામ સાથી કલાકારો અને ફેંસ તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે અને ભીની આંખોથી અભિનેતાને યાદ કરી રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now