Home Automobile Telangana Govt Employees Ev Discount Scheme 2026

પેટ્રોલ-ડીઝલની બબાલ વચ્ચે સરકારની મોટી જાહેરાત : સરકારી કર્મચારીઓને EV ખરીદવા પર મળશે અત્યાર સુધીની સૌથી મોટી છૂટ!

પેટ્રોલ-ડીઝલની બબાલ વચ્ચે સરકારની મોટી જાહેરાત
Published by: Vishal Dave
Last Updated: Mar 25, 2026, 08:17 AM IST

પર્યાવરણની જાળવણી અને ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે તેલંગાણા સરકારે એક ક્રાંતિકારી પહેલ કરી છે. પરિવહન મંત્રી પોન્નમ પ્રભાકરે મંગળવારે સરકારી કર્મચારીઓ માટે ખાસ EV ડિસ્કાઉન્ટ સ્કીમની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ કર્મચારીઓને ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી પર 20 ટકા સુધીનું સીધું ડિસ્કાઉન્ટ મળશે, જેનાથી તેઓ 4 લાખ રૂપિયા સુધીની માતબર બચત કરી શકશે.

કંપનીઓ સાથે સીધું જોડાણ

આ યોજનાની ખાસ વાત એ છે કે આ કોઈ સરકારી સબસિડી નથી, પરંતુ રાજ્ય સરકારે પોતે ઓટોમોબાઈલ કંપનીઓ સાથે વાટાઘાટો કરીને આ ડિસ્કાઉન્ટ નક્કી કર્યું છે. જેમાં મુખ્યત્વે નીચેની કંપનીઓનો સમાવેશ થાય છે:

  • Mahindra Electric

  • Ola Electric

  • Ather Energy

  • Gravton Motors

ટૅક્સ અને રજિસ્ટ્રેશનમાં અગાઉથી જ મળે છે મોટી છૂટ

તેલંગાણામાં EV ખરીદનારાઓ માટે પહેલેથી જ ઘણી સુવિધાઓ ઉપલબ્ધ છે. વર્ષ 2024માં સરકારે ઇલેક્ટ્રિક વાહનો પર 100 ટકા રોડ ટૅક્સ અને 100 ટકા રજિસ્ટ્રેશન ફી માફ કરી દીધી હતી. હવે આ નવા 20 ટકા ડિસ્કાઉન્ટને કારણે સરકારી કર્મચારીઓ માટે ઇલેક્ટ્રિક ગાડીઓ ખરીદવી અત્યંત સસ્તી બની જશે.

ચાર્જિંગ નેટવર્કનું પણ થશે વિસ્તરણ

માત્ર ડિસ્કાઉન્ટ જ નહીં, પરંતુ સરકાર રાજ્યમાં ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવા પર પણ ભાર મૂકી રહી છે. સચિવાલયથી લઈને જિલ્લા અને મંડળ સ્તરની સરકારી કચેરીઓમાં ચાર્જિંગ સ્ટેશન સ્થાપવામાં આવશે. આ ઉપરાંત, શહેરોના મુખ્ય જાહેર પાર્કિંગ વિસ્તારોમાં પણ આ સુવિધા ઊભી કરવામાં આવશે.

સરકારી વિભાગોમાં હવે માત્ર EV જ ખરીદાશે

મુખ્યમંત્રી એ. રેવન્ત રેડ્ડીએ કડક આદેશ આપ્યો છે કે હવેથી તમામ સરકારી વિભાગોમાં વાહનોની ખરીદી વખતે માત્ર ઇલેક્ટ્રિક વાહનોને જ પ્રાધાન્ય આપવામાં આવશે. સરકાર ઈચ્છે છે કે સામાન્ય જનતા પહેલા તેના કર્મચારીઓ આ ગ્રીન એનર્જી અભિયાનનો હિસ્સો બને.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now