Home Entertainment Tejasswi Prakash Mother Warning To Karan Kundrra Living Relationship

જાણો તેજસ્વીની માતાએ કરણને કેમ આપી હતી 'વોર્નિંગ' : લગ્ન પહેલાં લિવ-ઇનમાં રહેવા પાછળનું રસપ્રદ કારણ સામે આવ્યું

Know why Tejasvi's mother gave Karan a 'warning'
Published by: Vaishnavi Pathak
Last Updated: May 23, 2026, 05:25 AM IST

રિયાલિટી શોમાં પ્રપોઝલ અને લિવ-ઇન રિલેશનશિપનો ખુલાસો

ટીવી ઇન્ડસ્ટ્રીનું લોકપ્રિય કપલ કરણ કુન્દ્રા (Karan Kundrra) અને તેજસ્વી પ્રકાશ (Tejasswi Prakash) હાલમાં પોતાના રિલેશનશિપને લઈને ભારે ચર્ચામાં છે. હાલમાં જ એક રિયાલિટી શો દરમિયાન કરણે તેજસ્વીને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું અને હીરાની વીંટી પહેરાવી હતી. આ દરમિયાન બંનેએ એક પોડકાસ્ટમાં પોતાના સંબંધોને લઈને એક ચોંકાવનારો અને રમુજી ખુલાસો કર્યો છે. કરણે જણાવ્યું કે તેજસ્વીની માતાએ તેમને લગ્ન પહેલાં લિવ-ઇન રિલેશનશિપમાં રહેવાની સલાહ આપી હતી અને સાથે જ દીકરીને લઈને એક 'વોર્નિંગ' પણ આપી હતી.

કરણે અને તેજસ્વીની મુલાકાત રિયાલિટી શો 'Bigg Boss 15' દરમિયાન થઈ હતી, જ્યાંથી તેમની લવ સ્ટોરી શરૂ થઈ હતી. ત્યારથી બંને સાથે છે અને ફેન્સ તેમના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

તેજસ્વીની માતાએ કહ્યું- 'દીકરી પર ભરોસો નથી'

હાલમાં જ અંગદ બેદી અને નેહા ધૂપિયાના પોડકાસ્ટમાં કરણ કુન્દ્રાએ જણાવ્યું કે, "તેજસ્વીની મમ્મીએ મને કહ્યું હતું કે તેમને પોતાની દીકરી પર બિલકુલ ભરોસો નથી. મારે તેના વિશે વિચારવા માટે થોડો સમય લેવો જોઈએ, કારણ કે તે બરાબર નથી!" કરણે વધુમાં ઉમેર્યું કે તેજસ્વીના પિતાને તેમના સંબંધો સામે કોઈ વાંધો નહોતો.

આ પણ વાંચો: Cocktail 2 | રશ્મિકા મંદાના અને કૃતિ સેનન વચ્ચે ઇન્સ્ટાગ્રામ પર 'કોલ્ડ વોર' | Offbeat Stories

લગ્ન પહેલાં લિવ-ઇન પર માતાએ કેમ આપ્યો જોર?

પોડકાસ્ટમાં વાતચીત આગળ વધારતા તેજસ્વી પ્રકાશે જણાવ્યું કે તેની માતા ઈચ્છતી હતી કે કરણ આ સંબંધમાં કમ્ફર્ટેબલ અનુભવે. તેજસ્વીએ કહ્યું, "મારી માતાએ જ અમારા પર જોર આપ્યું હતું કે અમે લગ્નનો મોટો નિર્ણય લઈએ તે પહેલાં લિવ-ઇન રિલેશનશિપમાં સાથે રહીએ. સામાન્ય રીતે ભારતીય સમાજમાં ઘણા લોકો આ પ્રથાની વિરુદ્ધ હોય છે, પરંતુ મારી માતાનું માનવું હતું કે અમારે સાથે રહીને એકબીજાને પૂરી રીતે ઓળખવા જોઈએ."

લોકો કહેતા હતા- '2 અઠવાડિયા પણ નહીં ટકે આ સંબંધ'

તેજસ્વીએ પોતાના રોમાન્સના શરૂઆતના દિવસો યાદ કરતા કહ્યું કે જ્યારે કરણે પહેલીવાર તેને પસંદ કરવાની વાત કરી, ત્યારે તેને કરણ ઘણો પ્રામાણિક લાગ્યો હતો. જોકે, તેણે કરણને પારખવા માટે પૂરો સમય લીધો હતો.

કપલે વધુમાં જણાવ્યું કે શરૂઆતમાં લોકો તેમના સંબંધો વિશે અફવાઓ ફેલાવતા હતા અને વાતો કરતા હતા કે આ રિલેશનશિપ 2 weeks (બે અઠવાડિયા) પણ નહીં ટકે. પરંતુ તમામ નકારાત્મક વાતોની વચ્ચે પણ બંનેએ એકબીજાનો સાથ છોડ્યો નથી અને આજે તેઓ એક મજબૂત કપલ તરીકે સાથે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now