Home International Tejas Mk1a First Flight Nashik Indian Air Force Air To Air Refueling

ભારતે વધુ એક સિદ્ધિ મેળવી : ભારતે વધુ એક સિદ્ધિ મેળવી

ભારતે વધુ એક સિદ્ધિ મેળવી
Published by: OBS Bureau
Last Updated: Oct 17, 2025, 10:15 AM IST

ભારતે વધુ એક સિદ્ધિ હાંસલ કરી લીધી છે. દેશને પહેલું સ્વદેશી ફાઇટર જેટ મળી ગયું છે. ભારતના સ્વદેશી ફાઇટર જેટ તેજસ Mk1A એ 17 ઓક્ટોબરે સફળ ઉડાન ભરી છે. તેજસનું સફળ પરીક્ષણ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) ની નાસિક ફેક્ટરીથી કરવામાં આવ્યું હતું. HAL ની LCA માટે ત્રીજી પ્રોડક્શન લાઇન અને HTT-40 ટ્રેનર વિમાનની બીજી પ્રોડક્શન લાઇનનું ઉદ્ઘાટન પર કરવામાં આવ્યું હતું.

તેજસ 4.5 પેઢીનું મલ્ટી-રોલ ફાઇટર જેટ છે, આ હવામાં રક્ષા સાથે-સાથે જમીન પર હુમલો કરવામાં પણ સક્ષમ છે. ભારતીય વાયુસેના પાસે તેજસ વિમાન પહેલાથી જ છે, પરંતુ તેજસ Mk1A એડવાન્સ વર્ઝન છે. આમાં કેટલીક નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ગત અમુક વર્ષોમાં તેજસે કેટલીય ટ્રાયલ ઉડાનો ભરી, પરંતુ આ ઉડાન છેલ્લી તૈયારીના રૂપે હતી. આ જ કારણે આ ઉડાન વધુ ખાસ બની હતી.

એરફોર્સ 26 સપ્ટેમ્બરે જ મ મિગ-21 ને પોતાના

વાયુસેનાએ 26 સપ્ટેમ્બરના રોજ તેના કાફલામાંથી MiG-21 ને રિટાયર કર્યું હતું. IANS અનુસાર, HAL કહે છે કે તેજસ Mk1A ના તમામ પરીક્ષણો સફળતાપૂર્વક પૂર્ણ થયા છે. આ ફાઇટર જેટ બ્રહ્મોસ સહિત વિવિધ સ્વદેશી શસ્ત્રોથી સજ્જ હશે. તેજસ Mk1A ની ગતિ 2,200 કિમી/કલાકથી વધુ છે. તે તેજસ ફાઇટર જેટનું એક અદ્યતન સંસ્કરણ છે, જેમાં અપગ્રેડેડ એવિઓનિક્સ અને રડાર સિસ્ટમ્સનો સમાવેશ થાય છે.

ભારતીય વાયુસેનાને મળશે 97 સ્વદેશી લડાકુ વિમાન

Mk1A ના વિકાસમાં ભારતીય કંપનીઓએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેના 65 ટકાથી વધુ ભાગો સ્વદેશી છે. ભારતીય વાયુસેનાને ફાઇટર એરક્રાફ્ટના પુરવઠા માટે 25 સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હીમાં એક મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ કરાર મુજબ, ભારતીય વાયુસેનાને ₹62,000 કરોડથી વધુના ખર્ચે 97 સ્વદેશી લાઇટ કોમ્બેટ વિમાન પૂરા પાડવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
યુદ્ધની અસર હવે સીધી ભારતીય ગ્રાહકોના ખિસ્સા પર
અમેરિકાના શસ્ત્રાગારમાં મિસાઈલોની અછત વર્તાઈ
પશ્ચિમ એશિયામાં યુદ્ધની જ્વાળા વધુ વિકરાળ બની
બાળકો માટે 'જોખમી' છે ફેસબુક-ઇન્સ્ટાગ્રામ?
ઈઝરાયેલનો અત્યાર સુધીનો સૌથી મોટો પ્રહાર