Home Sports Team Indias Announcement For T20 World Cup 2026 And New Zealand Series

T20 World Cup 2026 અને ન્યુઝીલેન્ડ સીરિઝ માટે ટીમ ઈન્ડિયાનું એલાન! : જાણો ક્યારે અને ક્યાં થશે ભારતીય ટીમની એનાઉન્સમેન્ટ

T20 World Cup 2026 અને ન્યુઝીલેન્ડ સીરિઝ માટે ટીમ ઈન્ડિયાનું એલાન!
Published by: OBS Bureau
Last Updated: Dec 19, 2025, 06:53 AM IST

On which date will the World Cup and T20 squads be announced: T20 વર્લ્ડ કપ 2026 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત ક્યારે અને ક્યાં કરવામાં આવશે તે અંગે એક મોટું અપડેટ આવ્યું છે. એક રિપોર્ટ અનુસાર, આવતા વર્ષના T20 વર્લ્ડ કપ અને ન્યુઝીલેન્ડ સામેની સીરિઝ માટે ભારતીય ખેલાડીઓની સેલેક્શન અંગેની માહિતી આપી છે. જાણો કઈ તારીખે થશે વર્લ્ડ કપ અને T20 સ્ક્વાડનું એનાઉન્સમેન્ટ.

ટીમ ઈન્ડિયાની એનાઉન્સમેન્ટ ક્યારે અને ક્યાં થશે?

રિપોર્ટ્સ અનુસાર, T20 વર્લ્ડ કપ 2026 અને ન્યુઝીલેન્ડ સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત 20 ડિસેમ્બરે કરવામાં આવશે. ભારતીય ટીમની પસંદગી બપોરે 1:30 વાગ્યે થશે, ત્યારપછી T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને ચીફ સિલેક્ટર અજિત અગરકર દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે.

ન્યૂઝીલેન્ડ સામેની સીરિઝ ક્યારે છે અને શેડ્યૂલ શું છે?

ભારત ન્યૂઝીલેન્ડ સામે ઘરઆંગણે વ્હાઇટ-બોલ સીરિઝ રમવાનું છે. આ સીરિઝ T20 વર્લ્ડ કપ 2026 શરૂ થાય તે પહેલાં રમાશે. આ સીરિઝમાં 3 ODI અને 5 T20I સહિત 8 મેચનો સમાવેશ થશે. ODI સીરિઝની મેચો 11, 14 અને 18 જાન્યુઆરીએ વડોદરા, રાજકોટ અને ઇન્દોરમાં રમાશે. ODI સીરિઝ પછી, 21 થી 31 જાન્યુઆરી દરમિયાન 5 T20I મેચ રમાશે. પહેલી T20I નાગપુરમાં, બીજી T20I 23 જાન્યુઆરીએ રાયપુરમાં રમાશે. ત્રીજી મેચ 25 જાન્યુઆરીએ ગુવાહાટીમાં રમાશે. ચોથી T20I 28 જાન્યુઆરીએ વિઝાગમાં રમાશે, જ્યારે છેલ્લી T20I 31 જાન્યુઆરીએ તિરુવનંતપુરમમાં રમાશે.

T20 વર્લ્ડ કપ 2026 ક્યારે રમાશે?

T20 વર્લ્ડ કપ 2026 7 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 8 માર્ચ સુધી ચાલશે. આ ICC ટુર્નામેન્ટ ભારત અને શ્રીલંકા દ્વારા યોજાઈ રહી છે. તેથી, ભારતીય ટીમ આ ટુર્નામેન્ટમાં મજબૂત દાવેદાર રહેશે. જોકે, ટુર્નામેન્ટ પહેલા, ભારતીય ટીમને કેટલાક પ્રશ્નોનો સામનો કરવો પડશે જેનો તેને ટીમ સિલેક્શનમાં ઉકેલ લાવવો પડશે!

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now