Home Sports Team India Sets New World Record With 470 Fours And Sixes

ભારતીય ટીમે ઈંગ્લેન્ડમાં ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ કર્યો ધ્વસત : એક સિરીઝમાં 422 ચોગ્ગા અને 48 છગ્ગા ફટકારનાર પ્રથમ ટીમ

ભારતીય ટીમે ઈંગ્લેન્ડમાં ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ કર્યો ધ્વસત
Published by: OBS Bureau
Last Updated: Aug 03, 2025, 08:25 AM IST

India vs England: ભારતીય ટીમે ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી પાંચ મેચની ટેસ્ટ સીરિઝમાં કુલ 470 બાઉન્ડ્રી ફટકારીને ટેસ્ટ ક્રિકેટમાં ઈતિહાસ સર્જી દીધો છે. જેમાં 422 ચોગ્ગા અને 48 છગ્ગાનો સમાવેશ થાય છે. આ રેકોર્ડ ઓવલ ટેસ્ટના ત્રીજા દિવસે બન્યો હતો, જ્યારે ભારતે સૌથી વધુ બાઉન્ડ્રી ફટકારનાર ટીમનો રેકોર્ડ નોંધાવ્યો હતો.

ભારતે ટેસ્ટ સીરિઝમાં 400થી વધુ બાઉન્ડ્રી ફટકારી

ઈતિહાસમાં પહેલી વાર ભારતે ટેસ્ટ સીરિઝમાં 400થી વધુ બાઉન્ડ્રી ફટકારી છે. ઓસ્ટ્રેલિયાની ટીમ વર્ષ 1993ની એશિઝ સીરિઝમાં 451 ચોગ્ગા અને 9 છગ્ગા સહિત કુલ 460 બાઉન્ડ્રી ફટકારી હતી. પરંતુ હવે ભારતીય ટીમે 470 બાઉન્ડ્રી ફટકારીને તેનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આગાઉ ભારતીય ટીમે વર્ષ 1964માં એક ટેસ્ટ સીરિઝમાં 384 બાઉન્ડ્રી ફટકારી હતી.

ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડી નાખ્યો

ભારતે 2025 એન્ડરસન-તેંડુલકર ટ્રોફી દરમિયાન કુલ 3,809 રન બનાવ્યા હતા, જેની સરેરાશ 42.32 હતી. આ ટેસ્ટ ઈતિહાસમાં કોઈપણ ટીમ દ્વારા બીજા સ્થાનનો સૌથી વધુ રનનો સ્કોર છે. ટોચનો સ્કોર ઓસ્ટ્રેલિયાનો છે, તેણે વર્ષ 1989 એશિઝ સીરિઝમાં 6 મેચમાં 3,877 રન (સરેરાશ 57.86) બનાવ્યા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now