Home Sports Team India Made A Spectacular Comeback After 15 Years By Winning Against New Zealand At Kotambi Stadium In Vadodara

IND vs NZ: કોટાંબીમાં કોહલીનો કમાલ : વડોદરાના કોટાંબી સ્ટેડિયમમાં 15 વર્ષ બાદ ટીમ ઈન્ડિયાએ ન્યુઝીલેન્ડ સામે જીતથી કર્યું ધમાકેદાર કમબેક

IND vs NZ: કોટાંબીમાં કોહલીનો કમાલ
Published by: OBS Bureau
Last Updated: Jan 12, 2026, 05:32 AM IST

India vs New Zealand 1st ODI Result: વડોદરાના નવા કોટાંબી સ્ટેડિયમમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટની ધમાકેદાર શરૂઆત થઈ છે. લગભગ 15 વર્ષ બાદ વડોદરામાં પુરુષોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરત ફરી અને ટીમ ઈન્ડિયાએ આ વાપસીને યાદગાર બનાવી દીધી. નવા વર્ષની શરૂઆતમાં જ ભારતીય ટીમે ન્યુઝીલેન્ડને 4 વિકેટથી હરાવીને ત્રણ મેચની વનડે સિરીઝમાં 1-0 થી આગળ વધી ગઈ છે. વિરાટ કોહલીની શાનદાર બેટિંગ અને છેલ્લી ઓવરોમાં કેએલ રાહુલના નિર્ણાયક ફિનિશિંગથી ભારતે 301 રનનો પડકાર સફળતાપૂર્વક પાર કર્યો.

ન્યુઝીલેન્ડના ટોપ ઓર્ડરની દમદાર બેટિંગ

ટોસ જીતીને પહેલા બેટિંગ કરનાર ન્યુઝીલેન્ડે 50 ઓવરમાં 8 વિકેટે 300 રન બનાવ્યા. ઓપનર્સ હેનરી નિકોલ્સ (62) અને ડેવન કોનવે (56)એ પ્રથમ 21 ઓવરમાં 117 રનની શાનદાર ભાગીદારી કરીને ભારતને બેકફૂટ પર ધકેલી દીધું હતું. બંનેએ અર્ધસદી પૂર્ણ કરી. જોકે હર્ષિત રાણાએ આ મોટી ભાગીદારી તોડીને ભારતને મેચમાં પાછું લાવ્યું. મિડલ ઓર્ડરમાં ડેરિલ મિચેલે એકવાર ફરી ભારત સામે અર્ધસદી ફટકારી અને 84 રનની મહત્વની ઇનિંગ રમી. તેમના આઉટ થયા બાદ પણ છેલ્લી ઓવરમાં બેટ્સમેનોએ14 રન બનાવીને ટીમને 300ના આંકડે પહોંચાડી. ભારત તરફથી મોહમ્મદ સિરાજ અને હર્ષિત રાણાએ 2-2 વિકેટ ઝડપી. સિરાજે 8 ઓવરમાં માત્ર 40 રન આપીને શાનદાર બોલિંગ કરી.

કોહલીએ ફરી દેખાડ્યું દમ, રાહુલે મેચ ફિનિસ કરી

જવાબમાં ચેઝ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત રોહિત શર્મા (26)એ આકર્ષક રહી. તેમણે બે છગ્ગા અને કેટલાક ચોગ્ગા ફટકાર્યા પરંતુ વધુ ટકી શક્યા નહીં. કેપ્ટન શુભમન ગિલ શરૂઆતમાં સંઘર્ષ કરતા જોવા મળ્યા. રોહિતના આઉટ થતાં જ ક્રીઝ પર આવેલા વિરાટ કોહલીએ તરત જ ચોગ્ગા ફટકારવાનું શરૂ કર્યું અને આ દરમિયાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાના 28,000 રન પૂર્ણ કર્યા. કોહલી અને ગિલે 118 રનની મજબૂત ભાગીદારી કરી. ગિલ 56 રને આઉટ થયા બાદ પણ કોહલીએ ઇનિંગને આગળ વધારી. શ્રેયસ અય્યર (49) સાથે મળીને તેમણે ટીમને 200 રનના આંકડે પહોંચાડી. જ્યારે કોહલીની સદી અને ભારતની જીત નિશ્ચિત લાગતી હતી ત્યારે તેઓ 39 રને કાઇલ જેમિસનનો શિકાર બન્યા.

લાસ્ટ મૂવમેન્ટ થ્રીલર બની

ત્યારબાદ કીવી પેસરોએ ઝડપથી બે વિકેટ પાડીને મેચમાં રોમાંચ ઉભો કર્યો. પરંતુ કેએલ રાહુલ અને હર્ષિત રાણા (29)એ 37 રનની ઝડપી ભાગીદારીથી દબાણ ઘટાડ્યું. અંતે રાહુલે (નોનસ્ટ્રાઇકર એન્ડથી) છેલ્લા ઓવરમાં છગ્ગો ફટકારીને ટીમને 49 ઓવરમાં જ 4 વિકેટે જીત અપાવી. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ નવા સ્ટેડિયમમાં ઐતિહાસિક શરૂઆત કરી અને ફેન્સને એક યાદગાર મેચની ભેટ આપી. વિરાટ કોહલીની લગાતાર સારી ફોર્મ અને યુવા ખેલાડીઓનું યોગદાન ભારત માટે ઉત્સાહવર્ધક રહ્યું છે

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now