Home International Tax On Popcorn Gst Council Big Decision New Tax Slab Of 3 Type On Popcorn

લો બોલો! હવે પોપકોર્ન પર પણ સ્વાદ અનુસાર GST : જાણો ક્યાં ફ્લેવર પર કેટલો ટેક્સ?

લો બોલો! હવે પોપકોર્ન પર પણ સ્વાદ અનુસાર GST
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 22, 2024, 06:30 AM IST

શું પણ જ્યારે પરિવાર સાથે થિએટરમાં ફિલ્મ જોવા જાઓ ત્યારે પોપકોર્નની લહેજત માણતા હોવ છો? તો હવે આ મજા મોંઘી પડી શકે છે, જેસલમેર ખાતે મળેલી 55મી GST કાઉન્સિલની બેઠકમાં પોપકોર્ન પર ટેક્સને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. GST કાઉન્સિલે હવે પોપકોર્ન પર પણ સ્વાદ અનુસાર GST ના વિવિધ સ્લેબમાં પોપકોર્નનો સમાવેશ કર્યો છે. મતલબ કે હવે તમારે તેને ખરીદવા માટે વધુ પૈસા ખર્ચવા પડશે. તો ચાલો જાણીએ દેશમાં તેનું માર્કેટ કેટલું મોટું છે અને પોપકોર્નના કયા ફ્લેવર પર કેટલો ટેક્સ લાગશે...

પોપકોર્ન પર 3 પ્રકારના ટેક્સ
રાજસ્થાનના જેસલમેર ખાતે શનિવારે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં GST કાઉન્સિલની 55મી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેમાં પોપકોર્ન પરના નવા ટેક્સ સ્લેબ સામેલ કરવામાં આવ્યો છે. કાઉન્સિલ પોપકોર્ન પર એક નહીં પરંતુ ત્રણ પ્રકારના GST દરો લાદવા માટે સંમત થઈ છે, જે બજારમાં ઉપલબ્ધ તેના સ્વાદ અનુસાર હશે.

ખાંડ અને મીઠું અને મસાલા ફ્લેવર પોપકોર્ન પર લાગશે ટેક્સ
કાઉન્સિલની બેઠકમાં પોપકોર્ન પર GST લાદવાની દરખાસ્ત પર મંજૂર થઈ છે અને તૈયાર પોપકોર્ન પર ટેક્સના દરો અંગેની સંપૂર્ણ વિગતો પણ જાહેર કરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, જો સામાન્ય મીઠું અને મસાલાથી તૈયાર કરેલ પોપકોર્ન પેકિંગ અને લેબલ ન હોય તો તેના પર 5 ટકા GST લાગુ થશે. બીજી તરફ, આ જ પોપકોર્ન પેકેજિંગ અને લેબલ સાથે હશે તો તેના પર ટેક્સનો દર 5%ને બદલે 12% થઈ જશે.

એટલું જ નહીં, ખાંડના સ્વાદવાળા પોપકોર્ન વિશે વાત કરીએ, કેરેમલ જેવી ખાંડમાંથી તૈયાર પોપકોર્નને 'સુગર કન્ફેક્શનરી'ની શ્રેણીમાં મૂકવામાં આવ્યું છે અને તેના પર 18 ટકાના દરે GST વસૂલવામાં આવશે.

પોપકોર્નનો બિઝનેસની દૂનિયાભરમાં બોલબાલા
પોપકોર્ન માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં એક મોટો બિઝનેસ છે. એક રિપોર્ટ અનુસાર, ગયા વર્ષે 2023માં ભારતમાં પોપકોર્નનો બિઝનેસ લગભગ 1200 કરોડ રૂપિયાનો હતો અને તે સતત વધી રહ્યો છે. બીજી તરફ, તેનું બજાર આ વર્ષે અત્યાર સુધીમાં વિશ્વભરમાં વધીને 8 અબજ ડોલરને પાર થઈ ગયો છે.

કાઉન્સિલની બેઠકમાં લેવાયા આ મોટા નિર્ણયો
55મી GST કાઉન્સિલની બેઠકમાં માત્ર પોપકોર્ન પરના GST અંગે જ નહીં પરંતુ અન્ય ઘણા મોટા નિર્ણયો પણ લેવામાં આવ્યા છે. જેમાં જૂની કાર પણ GST પણ સામેલ કરવામાં આવી છે. જેમાં EV, પેટ્રોલ, ડીઝલ કારનું ફરીથી વેચાણ કરતી કંપની/રજિસ્ટર્ડ વપરાયેલી કાર વેચનારને માર્જિન કિંમત પર 18 ટકા GST ચૂકવવો પડશે. જો કે વ્યક્તિગત ખરીદનાર અથવા વેચનાર માટે તે માત્ર 12% જ રહેશે.

આ સિવાય ફોર્ટિફાઇડ ચોખાના દરો ઘટાડીને 5% કરવામાં આવ્યા છે. જો કે જીન થેરાપીને સંપૂર્ણપણે GST સ્લેબમાંથી મુક્તિ આપવામાં આવી છે. હવે 50 ટકાથી વધુ ફ્લાય એશ ધરાવતા ACC બ્લોક્સ પર GST 18 ટકાથી ઘટાડીને 12 ટકા લાગૂ કરવામાં આવશે. આ ઉપરાંત, કાઉન્સિલે સ્પષ્ટતા કરી હતી કે, જો કાળા મરી અને કિસમિસ જેવા ઉત્પાદન ખેડૂત દ્વારા સપ્લાય કરવામાં પર GST લાગૂ નહિં પડે.

GSTના આ મુદ્દાઓ રખાયા મોકુફ
GSTની બેઠકમાં કેટલાક મહત્વના મુદ્દાઓ પર મોટા નિર્ણયો લેવામાં આવશે તેવી અપેક્ષા હતી, પરંતુ તેને મોકૂફ રાખવામાં આવી છે. જેમાં આરોગ્ય વીમા અને જીવન વીમા પર GST દર ઘટાડવા અથવા તેને હટાવવા અંગે પ્રસ્તાવ પર કોઈ નિર્ણય લેવાયો નથી. જ્યારે ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ ઝોમેટો અને સ્વિગી પરથી ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવા પર GST દર ઘટાડવાના પ્રસ્તાવને પણ મુલતવી રાખવામાં આવ્યો છે. આ સાથે જ હોટલ અને રેસ્ટોરન્ટ પર લાગુ 18 ટકા GSTમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જેને ઘટાડીને 5 ટકા કરવાનો પ્રસ્તાવ હતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now