Home Business Tax Free City In India That Have No Income Tax

ભારતનું એકમાત્ર ટેક્સ ફ્રી રાજ્ય! : ભારતના આ રાજ્યમાં આવક ગમે તેટલી હોય પણ ઇન્કમ ટેક્સ ઝીરો!

ભારતનું એકમાત્ર ટેક્સ ફ્રી રાજ્ય!
Published by: OBS Bureau
Last Updated: Dec 04, 2024, 08:25 AM IST

લોકો પૈસાની બચતથી લઇ ઇન્વેસ્ટિંગ અને ખર્ચ પણ ટેક્સને ધ્યાને લઇને કરતા હોય છે. કારણ કે આવક વધવા સાથે વધતો ઇન્કમ ટેક્સ આવકનો મોટો ભાગ ખિસ્સામાંથી લઇ જાય છે. આપણ આજે તમને ભારતના એવા રાજ્ય અંગે માહિતી આપી રહ્યા છીએ જ્યાં તમારી આવક ભલે કરોડો રૂપિયાની હોય પણ ઇન્કમ ટેક્સ ઝીરો આવે છે.

આ રાજ્યને ઇન્કમ ટેક્સમાંથી છે મુક્તિ:

ભારતમાં એક એવું રાજ્ય છે જેને આ નિયમમાંથી સંપૂર્ણપણે મુક્તિ આપવામાં આવી છે. આ ભારતનું એકમાત્ર કરમુક્ત રાજ્ય છે. સિક્કિમ ભારતમાં ટેક્સ ફ્રી સ્ટેટ તરીકે ઓળખાય છે. દેશનું આ એકમાત્ર રાજ્ય છે જ્યાં ત્યાં રહેતા લોકોને કરવેરાના દાયરાની બહાર રાખવામાં આવ્યા છે. જો અહીં લોકો કરોડો રૂપિયા કમાય છે તો પણ આવકવેરા વિભાગ તેમની પાસેથી આવકવેરાના નામે 1 રૂપિયા પણ વસૂલ કરી શકતું નથી. જાણો શું છે તેનું કારણ.

કલમ 10 (26AAA) આપે છે વિશેષ છૂટ:

સિક્કિમ રાજ્યને મળતી આ ખાસ છૂટ સિક્કિમના મૂળ રહેવાસીઓને આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 10 (26AAA) હેઠળ આવકવેરામાંથી મુક્તિ આપે છે. સિક્કિમના લોકોને આવકવેરાના મામલે આટલી મોટી રાહત કેમ આપવામાં આવી? આ પ્રશ્ન ચોક્કસપણે તમારા મનમાં હશે. તમને જણાવી દઈએ કે સિક્કિમનું ભારતમાં વિલય 1975માં થયું હતું, પરંતુ સિક્કિમ એ શરતે ભારતમાં જોડાયું હતું કે તે તેના જૂના કાયદા અને પોતાનો વિશેષ દરજ્જો જાળવી રાખશે. આ તમામ શરતો ભારતની તત્કાલ સરકારે સ્વિકારી હતી. સિક્કિમને બંધારણની કલમ 371-F હેઠળ વિશેષ દરજ્જો મળ્યો છે.

કલમ 10 (26AAA) હેઠળ એક નિયમ છે કે સિક્કિમના કોઈપણ રહેવાસીની આવક કરવેરાની જાળમાંથી બહાર રહેશે, પછી ભલે તે કોઈપણ પ્રકારની સિક્યોરિટીમાંથી મળેલા વ્યાજ અથવા ડિવિડન્ડમાંથી આવે. સિક્કિમના ભારતમાં વિલીનીકરણ પહેલા ત્યાં સ્થાયી થયેલા તમામ લોકો, તેમના નામ સિક્કિમ વિષય નિયમન, 1961ના રજિસ્ટરમાં છે તેમને કલમ 10(26AAA) હેઠળ મુક્તિ આપવામાં આવી છે. આમ સિક્કિમના મૂળ નિવાસીઓને એક રૂપિયો પણ ઇન્કમ ટેક્સ ભરવો પડતો નથી. 




joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now