ટાટા મોટર્સે તેની લોકપ્રિય SUV Tata Sierraના નવા અવતારની સત્તાવાર જાહેરાત કરી છે. કંપનીના જણાવ્યા અનુસાર નવી સીએરા 25 નવેમ્બર, 2025ના રોજ ભારતમાં લોન્ચ કરવામાં આવશે.
આ SUV લાંબા સમયથી ચર્ચામાં છે અનેક વખત તે ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી હતી અને ટાટાએ તેને પોતાના ડીલરશીપ ઇવેન્ટ્સમાં પણ પ્રદર્શિત કરી હતી.
90ના દાયકાની લેજેન્ડ ફરી પરત
Tata Sierra 90ના દાયકાની સૌથી આઈકોનિક SUVમાંની એક હતી. તેની અનોખી વિન્ડો અને મજબૂત બોડી ડિઝાઇન તેને એક અલગ ઓળખ આપતી હતી. હવે, ટાટા તેને આધુનિક ટેકનોલોજી અને આધુનિક ડિઝાઇન સાથે નવા જનરેશન અવતારમાં ફરી રજૂ કરવા જઈ રહી છે.
Sierra ની કિંમત અને પોઝિશનિંગ
ટાટાની SUV લાઇનઅપમાં Curve, Harrier અને Safari જેવી કારો પહેલેથી જ ઉપલબ્ધ છે. નવી Sierra આ લાઇનઅપમાં Curveની ઉપર અને Harrierની નીચે સ્થિત થશે.
સૂત્રો મુજબ, Sierraની શરૂઆતની એક્સ-શોરૂમ કિંમત આશરે ₹11 લાખ રહેશે.
ટાટા મોટર્સ ખાસ કરીને 4.2 મીટરથી 4.4 મીટર SUV સેગમેન્ટમાં પોતાનું સ્થાન મજબૂત કરવા માગે છે. હાલમાં ટાટાની Punch અને Nexon જેવી SUV 4 મીટરથી નીચેના સેગમેન્ટમાં મજબૂત છે, પરંતુ મીડ સેગમેન્ટમાં તેની હાજરી મર્યાદિત છે. Sierra આ ખાલી જગ્યાને ભરવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
ટાટા સીએરા એન્જિન વિકલ્પો
નેક્સ્ટ જનરેશનની Tata Sierraને ત્રણ એન્જિન વિકલ્પો સાથે રજૂ કરવામાં આવશે
પેટ્રોલ એન્જિન વર્ઝન
ડીઝલ એન્જિન વર્ઝન
ઓલ-ઇલેક્ટ્રિક (EV) વર્ઝન
આ SUV મોનોકોક પ્લેટફોર્મ પર આધારિત હશે, જે વધુ સ્મૂધ રાઈડ અને સારા હેન્ડલિંગની ખાતરી આપે છે.
ઇલેક્ટ્રિક વર્ઝનમાં Tataની નવી Gen 2 EV ટેકનોલોજીનો ઉપયોગ થવાની શક્યતા છે, જે Nexon EV કરતાં વધુ રેન્જ અને ઝડપી ચાર્જિંગ ક્ષમતા પ્રદાન કરશે.
ડિઝાઇન અને ફીચર્સ
Tata Sierraનો નવો અવતાર ક્લાસિક ડિઝાઇનને આધુનિક સ્ટાઇલ સાથે જોડે છે. તેમાં LED લાઈટિંગ સિગ્નેચર, મજબૂત બોડી કટ્સ, અને પ્રીમિયમ ઇન્ટિરિયર ફિનિશ મળશે.
અંદરથી SUVમાં ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, લાર્જ ટચસ્ક્રીન ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમ, અને કનેક્ટેડ કાર ફીચર્સ જેવા ફીચર્સ અપેક્ષિત છે.
લૉન્ચ થયા પછી Tata Sierraની ટક્કર સીધી Mahindra Thar, Hyundai Creta, Kia Seltos, અને આવનારી Maruti Suzuki eVX જેવી SUV સાથે થશે.
કંપની આશા રાખે છે કે Sierra તેની બ્રાન્ડ હેરિટેજ અને આધુનિક ટેકનોલોજીના મિશ્રણથી ભારતીય ગ્રાહકોમાં ફરી લોકપ્રિયતા મેળવે.





















