Home Automobile Tata Sierra Ev Launch Features India

Tata Sierraનું આવશે EV વર્ઝન? : ઑલ વ્હીલ ડ્રાઈવથી હોઈ શકે છે સજ્જ, જાણો ક્યારે થશે લૉન્ચ?

Tata Sierraનું આવશે EV વર્ઝન?
Published by: OBS Bureau
Last Updated: Nov 28, 2025, 05:30 PM IST

ભારતની ઓટોમોબાઈલ કંપની ટાટા મોટર્સે મધ્યમ કદની SUV શ્રેણીમાં નવી સીએરા રજૂ કરીને પોતાના પોર્ટફોલિયોને વધુ મજબૂત બનાવ્યું છે. 25 નવેમ્બરના રોજ રજૂ થયેલી આ SUV હાલ પરંપરાગત ઈંધણવાળા મોડલોમાં ઉપલબ્ધ છે, જ્યારે આવનારા મહિનાઓમાં ઈલેક્ટ્રિક વર્ઝન પણ બજારમાં આવશે તેવી કંપનીએ પુષ્ટિ કરી છે.

પેટ્રોલ અને ડીઝલના ત્રણ એન્જિન વિકલ્પો

હાલમાં સીએરા બે પેટ્રોલ અને એક ડીઝલ એન્જિન સાથે ઉપલબ્ધ છે. ગ્રાહકોને વિવિધ પાવર કન્ફિગરેશન પસંદ કરવાની સુવિધા મળે છે, જેથી દૈનિક ડ્રાઈવિંગથી લઈને લાંબી મુસાફરી સુધી જરૂરિયાત મુજબ વિકલ્પ પસંદ કરી શકાય.

ઓફ રોેડિંગ ક્ષમતાવાળી આવૃત્તિ ટૂંક સમયમાં

કંપનીએ જણાવ્યું છે કે સીએરાનું ઓફ રોેડિંગ સપોર્ટ ધરાવતું મોડલ આગામી સમયમાં રજૂ કરવામાં આવશે. આ સુવિધાઓ ઉમેરાયા બાદ SUV કાચા રસ્તાથી લઈને પહાડી માર્ગો પર સરળતાથી ચાલી શકે તેવી અપેક્ષા છે.

ઈલેક્ટ્રિક વર્ઝન પણ આવશે

ટાટા મોટર્સે સ્પષ્ટ કર્યું છે કે સીએરાને માત્ર ICE ટેકનોલોજી સાથે જ નહીં, પરંતુ ઈલેક્ટ્રિક વર્ઝન તરીકે પણ લાવવામાં આવશે. કંપનીનું માનવું છે કે ઈલેક્ટ્રિક SUV સેગમેન્ટમાં વધતા પ્રતિસ્પર્ધાને ધ્યાનમાં રાખીને આ મોડલ મહત્વનું સ્થાન મેળવશે.

બેટરી ક્ષમતા અને સંભવિત રેન્જ

સીએરા EV કઈ બેટરી ક્ષમતાઓમાં આવશે તેની સત્તાવાર માહિતી બહાર પાડવામાં આવી નથી, પરંતુ આંતરિક સ્ત્રોતો મુજબ તેમાં આશરે 55 kWh અને 65 kWh બેટરી પેક વિકલ્પો ઉપલબ્ધ થઈ શકે છે. એક વખત સંપૂર્ણ ચાર્જ પર SUV લગભગ 500 કિલોમીટર સુધી ચાલવાની ક્ષમતા ધરાવશે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સાથે સાથે RWD અને AWD ડ્રાઇવટ્રેનના વિકલ્પો પણ આપી શકાય.

ભાવ અંગે શું અપેક્ષા

ઈલેક્ટ્રિક આવૃત્તિનો ભાવ કંપની લોન્ચ સમયે જાહેર કરશે. જોકે બજાર વિશ્લેષણ અનુસાર સીએરા EV નો એક્સ શોરૂમ ભાવ આશરે 18થી 19 લાખ રૂપિયા સુધી હોઈ શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now