Home Sports T20 Wc 2026 Team Indias Squad Announcement Will Be Made Today

T20 WC 2026; ટીમ ઇન્ડિયાની સ્કવોડ એનાઉન્સમેન્ટ આજે થશે! : આ 5 મુદ્દાઓ પર રહેશે નજર, આજે બપોરે ખુલશે પસંદગીનું સસ્પેન્સ!

T20 WC 2026; ટીમ ઇન્ડિયાની સ્કવોડ એનાઉન્સમેન્ટ આજે થશે!
Published by: OBS Bureau
Last Updated: Dec 20, 2025, 06:36 AM IST

All eyes on these 5 issues in the T20 World Cup team: T20 વર્લ્ડ કપ 2026 નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આ ટુર્નામેન્ટ 7 ફેબ્રુઆરી, 2026 થી શરૂ થશે અને ભારતીય ટીમની જાહેરાત આજે બપોરે 1:30 વાગ્યે કરવામાં આવશે. ચીફ સિલેક્ટર અજિત અગરકર એક પ્રેસ કોન્ફરન્સમાં 15 સભ્યોની ટીમ જાહેર કરશે. એવું માનવામાં આવે છે કે, ટીમનું બેલેન્સ 4 બેટ્સમેન, 2 વિકેટકીપર, 4 ઓલરાઉન્ડર અને 5 બોલરના કોમ્બિનેશન પર આધારિત હશે. જોકે, ટીમ પસંદગી પહેલાં, ફેન્સ અને ક્રિકેટ એક્સપર્ટ પાંચ મુખ્ય પ્રશ્નોનો સામનો કરે છે, જેના જવાબો આજે મળી શકે છે.

શું સૂર્યકુમાર યાદવને તેના ખરાબ ફોર્મ છતાં તક મળશે?

સૂર્યકુમાર યાદવ છેલ્લા એક વર્ષથી ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યા છે. તેમ છતાં, તે T20 ટીમનો કેપ્ટન છે અને સતત ટીમમાં રહ્યો છે. ભારતમાં આ વર્લ્ડ કપ કેપ્ટન તરીકે તેની છેલ્લી મોટી તક માનવામાં આવે છે. સૂર્યા પણ 35 વર્ષનો છે, તેથી સિલેક્ટર્સ ફોર્મ કરતાં અનુભવ અને કેપ્ટનશીપને પ્રાથમિકતા આપે છે કે કેમ તે એક મોટો પ્રશ્ન છે.

શું શુભમન ગિલ પણ ટીમનો ભાગ બનશે?

શુભમન ગિલની T20 સ્ટાઇલ ફોર્મેટ કરતા થોડી અલગ માનવામાં આવે છે. તે ઇનિંગ્સની શરૂઆતમાં સમય લે છે, જે ટીમના રન રેટને અસર કરે છે. તેની છેલ્લી 18 T20 ઇનિંગ્સમાં, ગિલે ફક્ત 377 રન બનાવ્યા છે, જેમા ટેની એવરેજ 25.13 છે. તેની ઓપનિંગ પોઝિશન સંજુ સેમસનની પોઝિશનને પણ અસર કરે છે, જે ટીમ કોમ્બિનેશનને અસર કરી શકે છે.

શું યશસ્વી જયસ્વાલ ટીમમાંથી બહાર રહેશે?

યશસ્વી જયસ્વાલ એક વિસ્ફોટક ઓપનિંગ બેટ્સમેન છે અને તેને T20 માટે સારો ઓપ્શન માનવામાં આવે છે. આમ છતાં, શુભમન ગિલની હાજરી અને વાઇસ-કેપ્ટન તરીકે તેની નિમણૂકને લગતી અટકળો જયસ્વાલને માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. શક્ય છે કે, તેને સ્ટેન્ડબાયના ખેલાડી તરીકે પસંદ કરવામાં આવે.

શું સંજુ સેમસનને તક આપવામાં આવશે?

સંજુ સેમસન હાલમાં ટીમમાં રિઝર્વ ઓપનર અને વિકેટકીપર તરીકે છે. ગિલની હાજરી અને જીતેશ શર્માના વિકેટકીપિંગ ઓપ્શનસ ટીમમાં સંજુ સેમસનની ભૂમિકાને મર્યાદિત કરી શકે છે. વર્લ્ડ કપ પહેલા ફક્ત થોડી મેચ બાકી હોવાથી, સિલેક્શન કોમિટી મોટા ફેરફારો કરવાનું ટાળી શકે છે.

રિંકુ સિંહ અને વોશિંગ્ટન સુંદરમાંથી કોણ આવશે ટીમમાં?

રિંકુ સિંહને એક વિશ્વસનીય મિડલ-ઓર્ડર ફિનિશર માનવામાં આવે છે. જોકે, કોચ ગૌતમ ગંભીરની હાલમાં ઓલરાઉન્ડરોની પ્રાથમિકતાને કારણે, વોશિંગ્ટન સુંદર પસંદ થાય તેવું લાગે છે. સુંદરનો T20 રેકોર્ડ ખાસ મજબૂત નથી, છતાં ટીમ મેનેજમેન્ટ તેને વધુ તકો આપી રહી હોય તેવું લાગે છે.

ભારતની સંભવિત વર્લ્ડ કપ ટીમઃ

સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, જીતેશ શર્મા (વિકેટકીપર), અક્ષર પટેલ, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, સંજુ સેમસન (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર.

સંભવિત સ્ટેન્ડબાય ખેલાડીઓ:

યશસ્વી જયસ્વાલ, રિંકુ સિંહ, રિયાન પરાગ, શાહબાઝ અહેમદ/નીતીશ કુમાર રેડ્ડી, પ્રસિદ્ધ ક્રિષ્ના.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now