Home Gujarat Swaminarayn Baps Narendra Modi Stadium Ahmedabad Mahanat Swami Offbeat Stories

નમો સ્ટેડિયમમાં BAPSના સુવર્ણ મહોત્સવની તડામાર તૈયારીઓ : 30થી વધુ દેશોમાંથી આવશે એક લાખથી વધુ સ્વંય સેવકો, મહંત સ્વામી કરાવશે કાર્યક્રમનો પ્રારંભ

નમો સ્ટેડિયમમાં BAPSના સુવર્ણ મહોત્સવની તડામાર તૈયારીઓ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 05, 2024, 10:01 AM IST

હાલ અમદાવાદમાં આવેલાં વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ચાલી રહી છે તડામાર તૈયારીઓ…નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવા જઈ રહ્યો છે સ્વામિનારાયણ સંપ્રદાયની BAPS સંસ્થાનો સુવર્ણ મહોત્સવ…7 ડિસેમ્બરે સાંજે 5 વાગ્યાથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થશે BAPS ના સુવર્ણ મહોત્સવની શરૂઆત…બીએપીએસના વડા મહંત સ્વામીની હાજરીમાં આ મહોત્સવનો પ્રારંભ થશે. મહંત સ્વામીની એન્ટ્રીમાં ગોલ્ડન બની જશે ગુલાબની પાંખડીઓ…એટલું જ નહીં કોલ્ડપ્લેને પણ ઝાંખો પાડી દેશે બીએપીએસના કાર્યકરોના કાંડામાં લાગેલાં LED બેલ્ટ્સઆ મહોત્સવમાં હજારોની સંખ્યામાં દેશ વિદેશથી હરિભક્તો ઉમળકાભેર ઉમટી પડશે….સાથે સમાજના અલગ અલગ ક્ષેત્રના શ્રેષ્ઠીઓ પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે…


સુવર્ણ મહોત્સવની ઉજવણી:

સુવર્ણ મહોત્સવમાં 30 દેશના 15 હજાર પૈકીના 7 હજારને ચાંદખેડાની 22-25 સોસાયટીમાં ઉતારા અપાયા

600 કાર્યકરોએ 5 દિવસ સ્ટેડિયમમાં રોજ 4 કલાક સફાઇ કરી ચોખ્ખું કર્યું

મોદી સ્ટેડિયમમાં સુવર્ણ મહોત્સવની ઉજવણી 7 ડિસેમ્બરે

આ કાર્યક્રમમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 1.5 લાખ બીએપીએસ સંસ્થાના કાર્યકરો હાજર રહેશે


અમદાવાદમાં આવેલાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે બીએસપીએસના આ મહોત્સવની તડામાર તૈયારી ચાલી રહી છે. કારણ કે, ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’માં વિશ્વના 30 દેશોમાં સેવારત BAPS કાર્યકરો ભાગ લેશે. આ માટે એક લાખથી વધુ કાર્યકરોનું રજિસ્ટ્રેશન પણ થઈ ગયું છે. પ્રમુખસ્વામી મહારાજે 1972માં આયોજન કરીને કાર્યકરોનું એક વિધિવત્ માળખું સ્થાપિત કરી મુંબઈમાં કાર્યકરોનું મધ્યસ્થ કાર્યાલય સ્થાપ્યું હતું, જેને 2022માં 50 વર્ષ પૂર્ણ થયા હતા, પણ ત્યારે શતાબ્દી મહોત્સવ હોવાના કારણે આ કાર્યક્રમ 2024માં યોજાઈ રહ્યો છે. 


આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગુજરાત તેમજ ભારતના વિવિધ પ્રાંતોમાંથી આવનારા કાર્યકરોના હજારો વાહનોના પાર્કિંગ માટે રિવરફ્રન્ટ આગળ સુંદર આયોજન કરાયું છે. કાર્યકરોને પાર્કિંગ સ્થળ અને સ્ટેડિયમ સુધી પહોંચાડવા માટે પણ ટ્રાફિક નિયમન કરવા બીએપીએસ સંસ્થાના હજારો સ્વયંસેવકો ખડેપગે તૈનાત રહેશે. મહત્ત્વનું છેકે, આ અગાઉ અમદાવાદના ઓગણજ ખાતે આજ પ્રકારે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશ અને દુનિયાભરથી હરિભક્તો-સ્વંયસેવકો પોતાનો કામ-ધંધો છોડીને પણ સેવા માટે ઉમટી પડ્યાં હતાં.







Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
અમદાવાદના શિવરંજની BRTS સ્ટેન્ડ પર ભીષણ આગ
Play Video
ભરૂચની ઔદ્યોગિક ત્સુનામી
ગુજરાતમાં Uniform Civil Code નો યુગ શરૂ
રશિયા યુક્રેન યુદ્ધ અફવા મામલે તંત્રની લાલ આંખ
UCC Bill Pass at Gujarat