Home Gujarat Swabhiman Parva A Grand Symbol Of Faith Pride And Valor

સ્વાભિમાન પર્વ: આસ્થા, ગૌરવ અને શૌર્યનું વિરાટ પ્રતિક : PM મોદીના રોડ શોના રૂટ પર રોશનીનો ઝળહળાટ, શોર્ય યાત્રાને અપાયો આખરી ઓપ

સ્વાભિમાન પર્વ: આસ્થા, ગૌરવ અને શૌર્યનું વિરાટ પ્રતિક
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jan 09, 2026, 07:25 AM IST

Somnath Swabhiman Parva : સોમનાથમાં આસ્થા, ગૌરવ અને શૌર્યના પ્રતિકરૂપ એવા સ્વાભિમાન પર્વની ઉલ્લાસમય ઉજવણીનો ભવ્ય શુભારંભ થયો છે. ત્રણ દિવસીય સ્વાભિમાન પર્વની સંધ્યાએ સોમનાથ મહાદેવ મંદિર અને સમગ્ર પ્રભાસ તીર્થ દિવ્ય રોશનીથી ઝળહળી ઉઠ્યું છે. મંદિર પરિસરથી લઈને મુખ્ય માર્ગો સુધી રંગબેરંગી અને કલાત્મક લાઈટિંગથી સમગ્ર વિસ્તાર ઉત્સવમય માહોલમાં રંગાઈ ગયો છે. સોમનાથના મુખ્ય માર્ગો પર વિશેષ લાઈટિંગ કરવામાં આવ્યું છે તેમજ રોડ શોના રૂટ પર પણ રોશનીનો ઝળહળાટ જોવા મળી રહ્યો છે. બેનરો, ધ્વજપતાકાઓ અને આકર્ષક સજાવટથી સોમનાથ નગર સંપૂર્ણપણે શોભાયમાન બન્યું છે. નગરમાં આવતા ભક્તો અને પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ અને આનંદની લાગણી જોવા મળી રહી છે.

સ્વાભિમાન પર્વ: આસ્થા, ગૌરવ અને શૌર્યનું વિરાટ પ્રતિક

સ્વાભિમાન પર્વ એ આસ્થા, ઇતિહાસ અને રાષ્ટ્રગૌરવનો વિરાટ પ્રતિક માનવામાં આવે છે. આ પર્વ અંતર્ગત સોમનાથમાં ઇતિહાસ, સંસ્કૃતિ અને રાષ્ટ્રીય ગૌરવનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે. સ્વાભિમાન પર્વની તૈયારીઓ હાલ ચરમસીમાએ પહોંચી ગઈ છે. આ પર્વ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં ભવ્ય શૌર્ય યાત્રા અને શૌર્યસભાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીની શૌર્ય યાત્રાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન ભાવા રંગની ખુલ્લી જીપમાં સવાર થઈ લોકોનું અભિવાદન ઝીલશે. આ શૌર્ય યાત્રામાં સાધુ-સંતો પણ જોડાશે.

શોર્ય યાત્રામાં સાધુ સંતો પણ જોડાશે

વિશેષ વાત એ છે કે વડાપ્રધાન ખુલ્લી જીપમાં 108 અશ્વો વચ્ચે સવાર થઈ લોકોનું અભિવાદન સ્વીકારશે. અંદાજે 1 કિલોમીટર લાંબો આ રોડ શો સોમનાથ શંખ સર્કલથી શરૂ થઈ સોમનાથ મહાદેવ મંદિર સુધી યોજાશે. સમગ્ર શૌર્ય યાત્રા દરમિયાન ભવ્યતા, શિસ્ત અને ઉત્સાહનો અનોખો નજારો જોવા મળશે. સકુલ મળીને સોમનાથ સ્વાભિમાન પર્વ સોમનાથને આસ્થા, ગૌરવ અને શૌર્યની દિવ્ય ઊર્જાથી ઝળહળતું કરી રહ્યો છે અને દેશભરના લોકો માટે એક ઐતિહાસિક અને સ્મરણિય પળ બનવા જઈ રહ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now