surya gochar: વૈદિક જ્યોતિષમાં સૂર્યને નવગ્રહોના રાજા માનવામાં આવે છે. આત્મવિશ્વાસ, નેતૃત્વ, માન-સન્માન, સરકારી ક્ષેત્ર, પિતા અને કારકિર્દી પર સૂર્યનો વિશેષ પ્રભાવ માનવામાં આવે છે. જ્યારે સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેની અસર તમામ 12 રાશિઓ પર જોવા મળે છે. જોકે, કેટલીક રાશિઓ માટે આ ગોચર વધુ શુભ માનવામાં આવે છે. જ્યોતિષીય ગણતરી મુજબ 16 જુલાઈ 2026ના રોજ સૂર્ય મિથુન રાશિમાંથી કર્ક રાશિમાં પ્રવેશ કરશે. કર્ક રાશિના સ્વામી ચંદ્ર છે અને જ્યોતિષમાં સૂર્ય અને ચંદ્ર વચ્ચે મિત્રતા માનવામાં આવે છે. આ કારણે કેટલીક રાશિઓ માટે કારકિર્દી, આર્થિક સ્થિતિ અને સામાજિક પ્રતિષ્ઠામાં સકારાત્મક પરિવર્તનના સંકેતો જોવા મળી શકે છે.
કર્ક રાશિ
સૂર્યનું આ ગોચર કર્ક રાશિના જાતકો માટે અનેક સકારાત્મક બદલાવ લાવી શકે છે. લાંબા સમયથી ચાલી રહેલી કેટલીક મુશ્કેલીઓમાં રાહત મળી શકે છે અને આત્મવિશ્વાસમાં વધારો થશે.
નોકરી કરતા લોકોને નવી જવાબદારીઓ અથવા પ્રમોશન મળવાની શક્યતા છે. નવી નોકરીની શોધમાં રહેલા લોકોને પણ અનુકૂળ તક મળી શકે છે. પરિવારનું વાતાવરણ સુખદ રહેશે અને સમાજમાં માન-સન્માન વધવાના યોગ છે.
સિંહ રાશિ
સિંહ રાશિના જાતકો માટે પણ સૂર્યનું આ રાશિ પરિવર્તન શુભ માનવામાં આવે છે. કારકિર્દીમાં નવી સિદ્ધિઓ પ્રાપ્ત થઈ શકે છે અને વેપાર સાથે જોડાયેલા લોકોને લાભદાયી સોદા મળી શકે છે.
વિદેશમાં નોકરી અથવા ઉચ્ચ અભ્યાસ માટે પ્રયાસ કરી રહેલા લોકોને સારા સમાચાર મળી શકે છે. આવકમાં વધારો થવાની શક્યતા છે, જોકે બિનજરૂરી ખર્ચ પર નિયંત્રણ રાખવું લાભદાયી રહેશે.
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના જાતકોને આ ગોચર દરમિયાન ભાગ્યનો સારો સાથ મળી શકે છે. લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થવાના યોગ છે.
કારકિર્દીમાં નવી તક મળી શકે છે અને પ્રગતિના નવા માર્ગ ખુલશે. મહત્વપૂર્ણ યોજના પર કામ કરી રહ્યા હોવ તો તેમાં સફળતા મળવાની શક્યતા છે. આત્મવિશ્વાસ અને ઉત્સાહમાં પણ વધારો થઈ શકે છે.
ધન રાશિ
ધનુ રાશિના લોકો માટે સૂર્યનું રાશિ પરિવર્તન કાર્યક્ષેત્રમાં નવી તકો લઈને આવી શકે છે. નોકરીમાં હોદ્દો અને જવાબદારીઓ વધી શકે છે.
જો તમારું કોઈ નાણું લાંબા સમયથી અટવાયેલું હોય તો તે પાછું મળવાની શક્યતા છે. વેપારીઓને નવા ગ્રાહકો અથવા ફાયદાકારક કરારો મળી શકે છે. મહેનતનું યોગ્ય ફળ મળતાં આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળી શકે છે.
આ પણ વાંચો: આજે રાત્રે ચંદ્રનું મહાપરિવર્તન! : કોને મળશે સૌથી વધુ લાભ? જાણો આ 3 ભાગ્યશાળી રાશિઓ વિશે
સૂર્ય ગોચરનું શું છે મહત્વ?
જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યને આત્મબળ, નેતૃત્વ અને સફળતાનો કારક માનવામાં આવે છે. સૂર્યનું દર મહિને થતું રાશિ પરિવર્તન વિવિધ ક્ષેત્રોમાં નવી ઊર્જા અને પરિવર્તનનું પ્રતીક માનવામાં આવે છે. જોકે વ્યક્તિગત કુંડળી, દશા અને અન્ય ગ્રહોની સ્થિતિ મુજબ પરિણામોમાં ફેરફાર થઈ શકે છે. તેથી આ ફળને સામાન્ય જ્યોતિષીય સંકેત તરીકે જોવું યોગ્ય રહેશે.





