Home Religion Surya Gochar 11 May 2026 Lucky Zodiac Career Success

11 મેથી ખુલશે નસીબના દરવાજા! : સૂર્ય ગોચર લાવશે આ 3 રાશિવાળાના જીવનમાં ટર્નિંગ પોઈન્ટ! આવશે કારકિર્દી અને પૈસામાં જબરદસ્ત ઉછાળો!

Surya Gochar
Published by: Suman Dabhi
Last Updated: May 05, 2026, 01:15 AM IST

Surya Gochar: 11 મે 2026ના રોજ સાંજે 7:37 વાગ્યે સૂર્ય કૃતિકા નક્ષત્રમાં પ્રવેશ કરશે. આ નક્ષત્રના સ્વામી સ્વયં સૂર્ય હોવાથી આ ગોચર અત્યંત પ્રભાવશાળી અને શક્તિશાળી સાબિત થવાની ધારણા છે. આ સમયગાળો 25 મે 2026 સુધી રહેશે. આ દરમિયાન સૂર્યની શક્તિ અનેકગણી વધી જશે, જેના કારણે આત્મવિશ્વાસ, નેતૃત્વ, માન-પ્રતિષ્ઠા અને કારકિર્દીમાં પ્રગતિના યોગ બનશે. અટકેલા કાર્યો પૂર્ણ થશે અને નસીબ તેના પક્ષે રહેશે.

આ ત્રણ રાશિઓ માટે ખાસ લાભ

મેષ રાશિ

આ સમય મેષ જાતકો માટે કારકિર્દી અને વ્યવસાયમાં આગળ વધવાનો સોનેરી સમય છે. દેશ-વિદેશમાં માન-સન્માન મળવાની સંભાવના છે. લાંબા સમયથી અટવાયેલી અવરોધો દૂર થશે. નવા લોકો સાથેની મુલાકાત ફાયદાકારક રહેશે. મુસાફરીના યોગ છે અને કોર્ટ-કેસમાંથી રાહત મળી શકે છે. નાણાકીય લાભની પણ અનેક તકો ઊભી થશે.

સિંહ રાશિ

સિંહ રાશિ માટે આ સમય ખૂબ જ વિશેષ અને શુભ છે. તમે જે કાર્યો લાંબા સમયથી કરવા માંગતા હતા, તે હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે. નિર્ણયોમાં સ્પષ્ટતા આવશે. કારકિર્દીમાં નવી તકો ખુલશે અને મહેનતની પ્રશંસા થશે.

પ્રેમ જીવનમાં પણ સારા યોગ છે. પ્રેમ લગ્નની શક્યતા છે અને સિંગલ્સને ખાસ વ્યક્તિ મળી શકે છે. નોકરીની શોધમાં હોય તેમને પણ સારા પરિણામો મળી શકે છે.

આ પણ વાંચો: મે મહિનામાં ત્રણ શક્તિશાળી ગ્રહોનું મહામિલન! : આ 3 રાશિવાળા માટે ખુલી જશે ધનના ભંડાર! મળશે પૈસા, નવું ઘર, ગાડી અને પ્રમોશન બધુ એકસાથે!

ધનુ રાશિ

ધનુ જાતકો માટે આ ગોચર આર્થિક રીતે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. નાણાકીય લાભની મજબૂત સંભાવનાઓ છે. લાંબા અંતરની મુસાફરી ફાયદાકારક રહી શકે છે.

સામાજિક પ્રતિષ્ઠા વધશે અને લોકો તમારા કાર્યને ઓળખશે. પ્રેમ જીવનમાં સુધારો થશે, સંબંધોમાં સમજણ વધશે અને આત્મવિશ્વાસમાં વધારો થશે.

આ ગોચરનો લાભ મેળવવા માટે સૂર્યની ઉપાસના (સૂર્ય મંત્ર જપ, સૂર્યને અર્ઘ્ય) કરવું અત્યંત ફાયદાકારક રહેશે.આ સમયને સારી રીતે વાપરીને તમારા જીવનને વધુ સફળ અને ઉજ્જવળ બનાવો!

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now