Home Religion Vat Purnima 2026 Strawberry Moon 29 June Rise Date Time Puja Vidhi Gujarati

29 જૂને આકાશમાં જોવા મળશે અદ્ભુત 'સ્ટ્રોબેરી મૂન'! : ચૂકતા નહીં આ નજારો, જાણો આ સંયોગ કેમ માનવામાં આવે છે ખાસ

Strawberry Moon 2026
Image Credit: pinterest
Published by: Nirali Gohil
Last Updated: Jun 26, 2026, 08:46 AM IST

Vat Purnima 2026: જૂન મહિનાનો અંત આ વર્ષે એક ખાસ ધાર્મિક અને ખગોળીય સંયોગ લઈને આવી રહ્યો છે. 29 જૂન, 2026ના રોજ જ્યેષ્ઠ પૂર્ણિમા, વટ પૂર્ણિમા વ્રત અને વિશ્વભરમાં ચર્ચાતો 'સ્ટ્રોબેરી મૂન' એક જ દિવસે જોવા મળશે. આ દિવસ હિન્દુ ધર્મમાં પૂજા-પાઠ, વ્રત, સ્નાન અને દાન માટે અત્યંત શુભ માનવામાં આવે છે, જ્યારે ખગોળવિજ્ઞાનની દૃષ્ટિએ પણ પૂર્ણિમાનો ચંદ્ર વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે. દર વર્ષે જૂન મહિનાની પૂર્ણિમાને 'સ્ટ્રોબેરી મૂન' તરીકે ઓળખવામાં આવે છે. ઘણા લોકો એવું માને છે કે આ દિવસે ચંદ્ર સ્ટ્રોબેરી જેવો લાલ કે ગુલાબી દેખાય છે, પરંતુ હકીકતમાં એવું નથી. આ નામનો સંબંધ ચંદ્રના રંગ સાથે નહીં, પરંતુ ઉત્તર અમેરિકામાં આ સમય દરમિયાન પાકતી જંગલી સ્ટ્રોબેરી સાથે જોડાયેલો છે. ખગોળવિજ્ઞાનીઓના જણાવ્યા મુજબ આ વખતે પૂર્ણિમાનો ચંદ્ર ક્ષિતિજની નજીક હોવાથી સામાન્ય દિવસોની સરખામણીએ વધુ મોટો અને વધુ તેજસ્વી દેખાઈ શકે છે.

શું છે સ્ટ્રોબેરી મૂન?

'સ્ટ્રોબેરી મૂન' જૂન મહિનાની પૂર્ણિમાને આપવામાં આવેલું પરંપરાગત નામ છે. ઉત્તર અમેરિકાના સ્થાનિક સમુદાયો આ સમયગાળા દરમિયાન સ્ટ્રોબેરીની લણણી કરતા હોવાથી તેમણે જૂનની પૂર્ણિમાને આ નામ આપ્યું હતું. આ નામનો અર્થ એવો નથી કે ચંદ્રનો રંગ ગુલાબી કે લાલ થઈ જાય છે. હવામાન અને વાતાવરણની પરિસ્થિતિને કારણે કેટલીકવાર ચંદ્રમાં હળવો પીળાશ કે નારંગી રંગ દેખાઈ શકે છે, પરંતુ તે સ્ટ્રોબેરી રંગનો હોવો જરૂરી નથી.

વટ પૂર્ણિમાનું ધાર્મિક મહત્ત્વ

જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે ઉજવાતી વટ પૂર્ણિમા હિન્દુ ધર્મમાં વિશેષ મહત્ત્વ ધરાવે છે. આ દિવસે સુહાગિન મહિલાઓ વડના વૃક્ષની પૂજા કરીને પોતાના પતિના દીર્ઘ આયુષ્ય, સુખ અને સમૃદ્ધિ માટે વ્રત રાખે છે. આ ઉપરાંત આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન, દાન-પુણ્ય અને ભગવાન સત્યનારાયણની પૂજા કરવાનું પણ વિશેષ ફળદાયી માનવામાં આવે છે. જગન્નાથ પુરીમાં ભગવાન જગન્નાથની પ્રસિદ્ધ સ્નાન યાત્રા પણ આ જ દિવસે યોજાય છે.

આ પણ વાંચો: ભાગ્ય બદલાવાનો સમય આવી ગયો! : ગ્રહોના મહત્વપૂર્ણ ગોચરથી આ 4 રાશિના લોકો પર વરસશે ધન અને સફળતાનો વરસાદ

વટ પૂર્ણિમા 2026: તારીખ અને શુભ મુહૂર્ત

  • વટ પૂર્ણિમા: 29 જૂન 2026 (સોમવાર)

  • પૂર્ણિમા તિથિ શરૂ: 29 જૂન, સવારે 3:06 વાગ્યે

  • પૂર્ણિમા તિથિ પૂર્ણ: 30 જૂન, સવારે 5:26 વાગ્યે

  • અભિજીત મુહૂર્ત: બપોરે 11:57 થી 12:52 સુધી

  • અમૃત કાળ: રાત્રે 8:53 થી 10:40 સુધી

ભદ્રા કાળને લઈને ગભરાવાની જરૂર નથી

ઘણા લોકો પૂર્ણિમાના દિવસે ભદ્રા કાળને લઈને ચિંતિત રહે છે. જ્યોતિષીય માન્યતાઓ અનુસાર આ વખતે ભદ્રા પાતાળ લોકમાં હોવાથી પૃથ્વી પર તેના અશુભ પ્રભાવને માનવામાં આવતો નથી. તેથી પૂજા, વ્રત અને અન્ય માંગલિક કાર્યો નિર્ભયતાથી કરી શકાય છે.

આ પણ વાંચો: 4 જુલાઈએ બનશે શુક્ર-કેતુની યુતિ : આ 4 રાશિના લોકો માટે વધી શકે છે મુશ્કેલીઓ

આ રીતે કરો વટ પૂર્ણિમાની પૂજા

સાંજે ચંદ્રોદય બાદ ચંદ્રદેવને કાચા દૂધ અને ગંગાજળથી અર્ઘ્ય અર્પણ કરો. તેનાથી મનની શાંતિ અને પરિવારની સુખ-સમૃદ્ધિમાં વધારો થાય છે એવી ધાર્મિક માન્યતા છે.

આ દિવસે ભગવાન સત્યનારાયણની કથા સાંભળવી અથવા કરાવવી શુભ માનવામાં આવે છે. ઉપરાંત ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને જરૂરિયાતમંદ લોકોને ઠંડું પાણી, શરબત, ફળ અથવા ભોજનનું દાન કરવાથી વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે એવી માન્યતા છે.

ધાર્મિક અને ખગોળીય સંયોગ બનશે આકર્ષણનું કેન્દ્ર

29 જૂનનો દિવસ ધાર્મિક આસ્થા અને ખગોળીય રસ ધરાવતા લોકો બંને માટે વિશેષ રહેશે. એક તરફ વટ પૂર્ણિમાના પાવન વ્રત અને પૂજા થશે તો બીજી તરફ આકાશમાં ચમકતો સ્ટ્રોબેરી મૂન લોકોને કુદરતનો અદ્ભુત નજારો માણવાની તક આપશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now