Home Gujarat Surat Surat Udhna Ashok Samrat Nagar Murder Rath Yatra

સુરતમાં રથયાત્રા પૂર્વે ચકચારી ઘટના : એક જ દિવસમાં બે હત્યાથી ખળભળાટ, ઉધનામાં યુવકની હત્યા

સુરત જંરક્ષક
Published by: Chintan Chavda
Last Updated: Jul 12, 2026, 10:00 AM IST

સુરત શહેરમાં રથયાત્રા પૂર્વે કાયદો અને વ્યવસ્થાને લઈને ચિંતા વધારતી ઘટના સામે આવી છે. એક જ દિવસમાં શહેરમાં બે અલગ-અલગ હત્યાના બનાવો બનતા પોલીસ તંત્ર સતર્ક બન્યું છે. ઉધના વિસ્તારમાં આવેલા અશોક સમ્રાટ નગરમાં જૂની અદાવતને લઈને બે જૂથ વચ્ચે થયેલા હિંસક હુમલામાં લકી નામના યુવકનું મોત થયું છે, જ્યારે જાવેદ નામનો અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

પ્રાથમિક માહિતી મુજબ, ઉધનાના અશોક સમ્રાટ નગર વિસ્તારમાં બે જૂથ વચ્ચે અગાઉથી ચાલી આવતી અદાવતને લઈને બોલાચાલી બાદ મામલો હિંસક બન્યો હતો. આ દરમિયાન તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હોવાનું પોલીસના પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

આ પણ વાંચો : ઉનાના પાણખણ ગામે સિંહબાળનું મોત : ઇનફાઇટની આશંકા વચ્ચે વન વિભાગે શરૂ કરી સઘન તપાસ

હુમલામાં યુવકનું મોત, એક સારવાર હેઠળ

હુમલામાં ગંભીર ઈજાઓ પહોંચતાં લકી નામના યુવકનું મોત થયું હતું. જ્યારે જાવેદ નામનો વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતાં તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં ઉધના પોલીસનો કાફલો તરત જ સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે ઘટનાસ્થળનું નિરીક્ષણ કરીને પ્રાથમિક પુરાવા એકત્ર કર્યા હતા અને આસપાસના વિસ્તારમાં તપાસ શરૂ કરી હતી.

આ પણ વાંચો: દેવભૂમિ દ્વારકામાં કોંગ્રેસને મોટો ઝટકો : ઈસુદાન ગઢવીની હાજરીમાં અનેક આગેવાનો AAPમાં જોડાયા

હત્યાના કારણની તપાસ શરૂ

પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. હુમલામાં સંડોવાયેલા આરોપીઓની ઓળખ, હુમલાનું ચોક્કસ કારણ તેમજ ઘટનાક્રમ જાણવા માટે CCTV ફૂટેજ અને સ્થાનિક લોકોના નિવેદનો સહિતના પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, જૂની અદાવત હુમલા પાછળનું કારણ હોવાની પ્રાથમિક માહિતી મળી છે, પરંતુ સમગ્ર ઘટનાની હકીકત તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.

આ પણ વાંચો: સુરતમાં 12 ફૂટના ભૂવામાં ફસાઈ BRTS બસ : તંત્રની કામગીરી પર ઉઠ્યા સવાલો

રથયાત્રા પૂર્વે પોલીસ સતર્ક

શહેરમાં રથયાત્રા પૂર્વે એક જ દિવસમાં બે હત્યાના બનાવો સામે આવતા પોલીસ તંત્ર વધુ સતર્ક બન્યું છે. સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત વધારવા તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વધારાની પેટ્રોલિંગ સહિતના પગલાં લેવામાં આવી રહ્યા છે. પોલીસે જણાવ્યું છે કે કેસમાં સંડોવાયેલા તમામ આરોપીઓને ઝડપવા માટે અલગ-અલગ ટીમો કાર્યરત કરવામાં આવી છે અને તપાસના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now