Home Gujarat Surat Lalgate Area Policeman Assaulted

સુરતના લાલગેટ વિસ્તારમાં પોલીસકર્મી બન્યો 'બેફામ' : હોટલમાં ઘૂસી કર્યું એવું વર્તન કે લોકોમાં ભારે રોષ

સુરતના લાલગેટ વિસ્તારમાં પોલીસકર્મી બન્યો 'બેફામ'
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jul 01, 2025, 10:52 AM IST

સુરતના લાલગેટ વિસ્તારમાંથી રક્ષક જ ભક્ષક બન્યો હોય તેવી ઘટના સામે આવી છે. લાલગેટ વિસ્તારમાં એક હોટલ રાત્રે મોડા સુધી ખુલ્લી રહેતાં પોલીસકર્મી દ્વારા હોટલના સંચાલક અને કર્મચારીઓ પર દાદાગીરીથી વર્તન કરવામાં આવ્યું હતું. જે સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે, પોલીસકર્મીએ દુકાનમાં ઘુસતાં જ પહેલાં એક વ્યક્તિને તમાચો મારી દીધો અને પછી ત્યાં હાજર કારીગર પર લાફાવાળી કરી હતી.
સુરતમાં પોલીસકર્મીની દાદાગીરી
પોલીસકર્મી હોટલમાં ઘૂસીને બેફામ રીતે લુખ્ખા તત્વો જેવું વર્તન કર્યું હતું. વીડિયોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે તેણે હોટલ સંચાલક સાથે અસામાજિક તત્વો જેવી વર્તનશૈલી અપનાવી હતી. આક્ષેપ છે કે, પોલીસકર્મીએ અભદ્ર શબ્દો સાથે ગાળો પણ આપી હતી. ઉલ્લેખનીય છે કે, આ વીડિયો પર લોકો જુદી જુદી કોમેન્ટ્સ પણ કરી રહ્યાં છે, જેમ કે, 'પોલીસની આ ખુલ્લી દાદાગીરી છે', 'કાયદો જાળવવાનું કામ કરનારા પોલીસકર્મીઓથી આવી અપેક્ષા ન રાખાય'.
લોકોમાં ભારે રોષ
આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હોટલ મોડે સુધી ખુલ્લી હોવી એ કદાચ નિયમભંગ હશે, પરંતુ કાયદેસર કાર્યવાહી થવી જોઇએ, પરંતુ મારપીટ કરવું યોગ્ય નથી. ઘટનાના પગલે પોલીસ તંત્રની કામગીરી અને વર્તનશૈલી પર અનેક પ્રશ્નો ઉભા થયા છે. હવે લોકો આ મુદ્દે યોગ્ય તપાસ કરવાની અને જવાબદાર પોલીસકર્મી સામે કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now