બેંગલુરૂ સ્થિત એન્જિનિયર અતુલ સુભાષની આત્મહત્યાને લઈને પત્નીઓથી નારાજ પતિઓએ સુરતમાં કર્યો વિરોધ. આ તમામ વિરોધ કરી રહેલા લોકોનું કહેવું છે કે, જો કોર્ટમાં સાબિત થાય કે કેસ ખોટી રીતે નોંધવામાં આવ્યો છે. છતાં ન્યાયમાં મહિલાઓ માટે સજાની કોઈ જ જોગવાઈ કરવામાં આવી નથી. સુરતમાં પત્ની પીડિત પતિઓએ વિરોધ નોંધાવ્યો છે, પોતપોતાની પત્નીઓથી પીડાતા આ તમામ લોકોએ પોતાની માંગો સાથે ભારે વિરોધ નોંધાવ્યો છે. આ પ્રદર્શનકારીઓએ બેંગલુરુના અતુલ સુભાષ આત્મહત્યા કેસમાં ન્યાયની માંગ કરી હતી.
વિરોધ કરી રહેલા પતિઓએ હાથમાં પ્લેકાર્ડ લઈને મહિલાઓને આપવામાં આવેલા અધિકારોનો દુરુપયોગ કરવા અને પુરૂષ આયોગની રચના કરવાની માંગ કરી હતી. તેમનું કહેવું છે કે, મોટાભાગની મહિલાઓ તેમના પતિ વિરુદ્ધ ખોટા કેસ દાખલ કરે છે. તેમણે કહ્યું કે, બળાત્કારના કેસમાં પણ આવી જ સ્થિતિ જોવા મળતી હોય છે.
પત્ની પીડિત પતિઓએ સુરતના એઈથ લાઈન્સ સર્કલ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમની માંગણી એવી હતી કે, અતુલ સુભાષે પત્નીના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી લીધી હતી. જેને લઈને આ તમામ પુરૂષોએ વિરોધ નોંધાવ્યો હતો. તેમજ પુરૂષો માટે કમિશનની માંગ પણ કરી છે. આ તમામ પુરૂષો વિવિધ પ્લેકાર્ડ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે મહિલાઓના અધિકારોના ઉલ્લંઘનનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.
પુરૂષો ATM નથી માણસ છે.
પ્રદર્શનકારીઓ જે પ્લેકાર્ડ સાથે વિરોધ કરી રહ્યા હતા તેના પર 'મેન, નોટ ATM', 'મેન્સ રાઈટ્સ એ હ્યુમન રાઈટ્સ', 'સેફ ફેમિલી સેવ નેશન' જેવા લખાણ જોવા મળ્યા હતા. એક બોર્ડ પર 2014 થી 2022 સુધીના પુરુષોના આત્મહત્યાના કેસના આંકડા લખવામાં આવ્યા હતા. વિરોધ કરી રહેલા પુરૂષો ‘અમને ન્યાય જોઈએ છે’ના નારા લગાવી રહ્યાં હતા. ઘણા દેખાવકારોના હાથમાં એન્જિનિયર અતુલ સુભાષના બેનરો પણ હતા. તેઓ આ કેસમાં ન્યાયની માંગ કરી રહ્યા હતા.
પુરૂષ આયોગ બનાવવાની માંગ
વિરોધ કરી રહેલા લોકોનું કહેવું છે કે જો કોર્ટમાં સાબિત થાય કે કેસ ખોટી રીતે નોંધવામાં આવ્યો છે. છતાં ન્યાયમાં મહિલાઓ માટે સજાની કોઈ જોગવાઈ નથી. પ્રદર્શનકારી ચિરાગ ભાટિયાએ કહ્યું કે તેઓ એન્જિનિયર અતુલ સુભાષને ન્યાય મળે તે માટે અહીં એકઠા થયા છે. તેમનું કહેવું છે કે, મોટાભાગની મહિલાઓ પુરુષોને ખોટા કેસમાં ફસાવે છે. આમાં ઘરેલું હિંસાથી લઈને બળાત્કાર સુધીના ખોટા આરોપો સામેલ છે. તે લોકો આ મુદ્દાઓ પર વિરોધ કરી રહ્યાં છે. તેમનું કહેવું છે કે તેઓ પુરૂષો માટે કમિશન બનાવવાની માંગ કરી છે.
'ગુજરાતીઓને અભણ કહેતા પહેલા ઇતિહાસ જાણી લેવો જોઈએ': ખડગેના નિવેદન પર માયાભાઈ આહીરનો જડબાતોડ જવાબ


_e8d2aa81-507e-45eb-bbbd-031e40a84d5c.jpg)



