Home Gujarat Surat Surat Heavy Rains 10 Inch Rain Flood 2100 Evacuated Gujarat

8 કલાકમાં 10 ઈંચ વરસાદે ડાયમંડ નગરીની બદલી નાંખી સૂરત! : NDRF-SDRF તૈનાત; સપાટી વધતા 2100 લોકોનું સ્થળાંતર

Surat Heavy Rains
Published by: OBS Bureau
Last Updated: Jul 07, 2026, 12:24 PM IST

Surat Heavy Rains: ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી વચ્ચે મંગળવારે સુરત શહેરમાં સવારથી જ ધોધમાર વરસાદ વરસતા જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. સોમવારે પાંચ ઈંચથી વધુ વરસાદ બાદ પહેલેથી જ પાણીમાં ગરકાવ બનેલા અનેક વિસ્તારોમાં આજે વધુ વરસાદને કારણે સ્થિતિ વધુ ગંભીર બની છે. શહેરના અનેક માર્ગો, સોસાયટીઓ અને નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણથી લઈને કમર સુધી પાણી ભરાઈ જતા વાહનવ્યવહાર અને દૈનિક જીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે.

જામનગરમાં 'બેક ટુ સ્કૂલ' અભિયાનને મોટી સફળતા : 966 ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓ ફરી શાળાએ જોડાયા

પ્રાપ્ત માહિતી મુજબ સુરત શહેરમાં માત્ર આઠ કલાકના ગાળામાં અંદાજે 10 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે સુરત જિલ્લાના કામરેજમાં સૌથી વધુ 12 ઈંચ વરસાદ વરસ્યો છે. ઉપરાંત પલસાણા અને નવસારીમાં પણ આશરે 8-8 ઈંચ વરસાદ નોંધાતા દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. સતત વરસી રહેલા વરસાદને કારણે શહેરના મુખ્ય માર્ગો, અંડરપાસ અને રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ગુજરાતમાં સુરત સહિત પાંચ જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી વચ્ચે આજે સવારથી જ સુરતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સોમવારે 5 ઈંચથી વધુ વરસાદના કારણે અનેક વિસ્તારો પાણી ડૂબ્યા હતા. આજે પણ સવારથી ધોધમાર વરસાદ શરૂ થતા ચારેકોર જળબંબાકારના દૃશ્યો જોવા મળી રહ્યા છે. શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં કેડસમા પાણી ભરાઈ જતા લોકોનું ટ્રેકટર અને બોટથી રેસ્ક્યૂ કરવાની ફરજ પડી રહી છે.

NDRF-SDRF તૈનાત, ખાડીની સપાટી વધતા 2100 લોકોનું સ્થળાંતર

સુરત શહેરમાં 8 કલાકમાં 10 ઈંચ વરસાદથી જળબંબાકાર સ્થિતિ સર્જાઈ. NDRF-SDRF તૈનાત, ખાડીની સપાટી વધતા 2100 લોકોનું સ્થળાંતર.ગુજરાતમાં સુરત સહિત પાંચ જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી વચ્ચે આજે સવારથી જ સુરતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સોમવારે 5 ઈંચથી વધુ વરસાદના કારણે અનેક વિસ્તારો પાણી ડૂબ્યા હતા. આજે પણ સવારથી ધોધમાર વરસાદ શરૂ થતા ચારેકોર જળબંબાકારના દૃશ્યો જોવા મળી રહ્યા છે. શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં કેડસમા પાણી ભરાઈ જતા લોકોનું ટ્રેકટર અને બોટથી રેસ્ક્યૂ કરવાની ફરજ પડી રહી છે.

વલસાડમાં કાળજું કંપાવતી દુર્ઘટના : શાળાની વિદ્યાર્થિનીને લેવા જતો વાનચાલક નદીના ધસમસતા પ્રવાહમાં તણાયો!

શાળાઓમાં રજા, એસટી બસ સેવા સ્થગિત

અતિભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકા અને સંબંધિત સત્તાધીશોએ શહેર તેમજ નગરપાલિકા વિસ્તારની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ઉપરાંત આંગણવાડી કેન્દ્રોમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખી રજા જાહેર કરી છે. ભારે વરસાદ અને માર્ગો પર પાણી ભરાવાને કારણે સુરત શહેરમાંથી ઉપડતી તમામ એસટી બસ સેવાઓને પણ તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે પાણીનું સ્તર ઘટ્યા બાદ માર્ગોની સ્થિતિનું નિરીક્ષણ કરીને બસ સેવા ફરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવશે.

ધોધમાર વરસાદની વચ્ચે એક બાળકીનું કરંટ લાગતા અને એક મહિલાનું વીજળી પડતા મોત

સુરત શહેરમાં ધોધમાર વરસાદની વચ્ચે એક બાળકીનું કરંટ લાગતા અને એક મહિલાનું વીજળી પડતા મોત નિપજ્યું છે. સહારા દરવાજા ગરનાળામાં મુસાફર ભરેલી એસટી બસ ફસાઈ હતી, જોકે તમામ મુસાફરો સુરક્ષિત છે. અતિભારે વરસાદની આગાહીને પગલે સુરત મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારની તમામ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ આંગણવાડીઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખી સંપૂર્ણ રજા જાહેર કરવામાં આવી છે. શહેરના રસ્તાઓ પર ઠેર ઠેર પાણી ભરાયેલા સુરત શહેરમાંથી ઉપડતી તમામ એસટી બસો રોકી દેવામાં આવી છે. પાણી ઉતર્યા બાદ સ્થિતિની નિરીક્ષણ કર્યા બાદ બસ વ્યવહાર પૂર્વવત કરાશે.

રાજ્યમાં સવારે 6 થી બપોરે 4 વાગ્યા સુધીમાં 164 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ સુરતના કામરેજમાં 12 ઈંચ, સુરત શહેરમાં 10 ઈંચ અને સુરતના પલસાણા અને નવસારીમાં 8-8 ઈંચ વરસ્યો છે. ભાવનગરના શેત્રુંજી ડેમમાં ધસમસતી પાણીની આવક થતાં તમામ 59 દરવાજા ફૂટ છ ઈંચ ખોલવામાં આવ્યા છે.

સુરતમાં વરસાદ બન્યો કાળ : સચિન GIDCમાં પાણી ભરાયેલા ખાડામાં ડૂબી જતાં 2 માસૂમના મોત

રાજ્યભરમાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

રાજ્યભરમાં સવારે 6 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધીમાં કુલ 164 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાત ઉપરાંત અન્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને કારણે અનેક નદીઓ અને જળાશયોમાં પાણીની આવકમાં વધારો નોંધાયો છે. ભાવનગર જિલ્લામાં આવેલા શેત્રુંજી ડેમમાં સતત પાણીની આવક વધતા ડેમના તમામ 59 દરવાજા આશરે 6 ઈંચ સુધી ખોલવામાં આવ્યા છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારો માટે સાવચેતીની સૂચનાઓ જાહેર કરવામાં આવી છે અને સંબંધિત તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.

આગામી કલાકો મહત્વપૂર્ણ

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હજુ પણ અત્યંત ભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. જેના પગલે સ્થાનિક પ્રશાસન એલર્ટ મોડમાં છે અને બચાવ દળોને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. નાગરિકોને સત્તાવાર હવામાન સૂચનાઓ પર નજર રાખવા, બિનજરૂરી મુસાફરી ટાળવા અને કોઈ પણ ઇમરજન્સી સ્થિતિમાં સ્થાનિક પ્રશાસન અથવા કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.

મુંબઈ-અમદાવાદ-દિલ્હી રેલ વ્યવહાર ભારે વરસાદથી ખોરવાયો : 49 ટ્રેનો રદ, 7,135 મુસાફરોને ₹52.65 લાખનું રીફંડ


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now