Home Gujarat Surat Deaths Generator Fumes Suffocation Police Investigation

સુરતમાં ગૂંગળામણથી 3ના મોત : ધુમાડાથી શ્વાસ રૂંધાયો, પોલીસ કાફલો ઘટનાસ્થળે

સુરતમાં ગૂંગળામણથી 3ના મોત
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jul 11, 2025, 04:27 PM IST

સુરતના ભાઠા ગામથી દુ:ખદ ઘટના સામે આવી છે. જ્યાં એક જ પરિવારના ત્રણ સભ્યોના ગૂંગળામણથી મોત થયા છે. વિગતો મુજબ ઘરમાં ચાલુ રાખેલા જનરેટરના ધુમાડાથી શ્વાસ રૂંધાવાના કારણે ઘટના બની હતી. બનાવની જાણ કરતા ફાયર ટીમ અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.

જનરેટરના ધુમાડાથી ગૂગળામણ થતાં મોત
સુરતમાં ભાઠા ગામમાં એક ક્રિકેટ ગ્રાઉન્ડની દેખરેખ માટે રાખેલા ત્રણ લોકોનું જનરેટરના ગૂગળામણથી મોત થયા છે. 2 મહિલા અને 1 પુરૂષ મકાનની અંદર ઉંઘ્યા હતા, તે દરમિયાન જનરેટર ચાલું હતું, જે જનરેટરના ધુમાડાથી ગૂગળામણ થતાં ત્રણ લોકોના મોત થયા છે.
પોલીસે તપાસ હાથ ધરી
પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. ત્યારે પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ''સૌથી પહેલા ઘટનાસ્થળે 108 પહોંચી હતી તે દરમિયાન મૃત જણાતા અમને જાણ કરવામાં આવી હતી, અમે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી, જે પ્રાથમિક તપાસમાં જનરેટરના ધુમાડાથી મોત થયું હોય તેવું જણાયું છે''

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now