Home National Supreme Court Ai Rules Indian Judiciary Draft Gujarati

ભારતમાં ન્યાય પ્રણાલીમાં AIની એન્ટ્રી! : સુપ્રીમ કોર્ટે જાહેર કર્યો ડ્રાફ્ટ, હવે કોર્ટોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શું કામ કરશે?

Supreme Court AI Draft
Published by: Viral Patel
Last Updated: Jun 04, 2026, 12:55 PM IST

Supreme Court AI Draft: સુપ્રીમ કોર્ટે દેશભરની અદાલતો માટે એક મહત્વપૂર્ણ અને ચોંકાવનારો નિર્ણય લીધો છે. હવે અદાલતી કામકાજમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ કરવામાં આવશે, જેના માટે સુપ્રીમ કોર્ટે એક મોટું પગલું ભર્યું છે. ચાલો જાણીએ કે આ પ્રોજેક્ટ શું છે અને અદાલતોમાં AI કઈ રીતે મદદરૂપ થશે.

સુપ્રીમ કોર્ટની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કમિટીએ 'આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ યુસેજ ઇન કોર્ટ્સ 2026' નો ડ્રાફ્ટ જાહેર કર્યો છે. દેશભરના વકીલો, સામાન્ય જનતા, ન્યાયિક અધિકારીઓ અને કાયદાના નિષ્ણાતોને 20 જૂન સુધીમાં આ અંગે પોતાના સૂચનો આપવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે, જેથી તેની ખામીઓને દૂર કરીને તેને સફળતાપૂર્વક લાગુ કરી શકાય.

2029ની ચૂંટણી પહેલાં બદલાશે દેશનો ચૂંટણી નકશો! : સીમાંકન માટે મોદી સરકારનો માસ્ટરપ્લાન તૈયાર

ન્યાયિક પ્રક્રિયા ઝડપી અને અસરકારક બનશે

ડ્રાફ્ટ અનુસાર, દેશભરની અદાલતોમાં ન્યાયિક પ્રક્રિયાને વધુ ઝડપી અને પ્રભાવશાળી બનાવવા માટે AI નો ઉપયોગ કરવામાં આવશે. આ ટેક્નોલોજીની મદદથી નીચે મુજબના કાર્યો સરળ બનશે. કોઝ લિસ્ટ તૈયાર કરવી, સુનાવણીની તારીખ નક્કી કરવી અને કેસોની પ્રાથમિકતા નક્કી કરવી. કોર્ટની કાર્યવાહીનું લાઈવ ટ્રાન્સક્રિપ્શન કરવું તેમજ ચુકાદાઓ અને અરજીઓનું અન્ય ભાષાઓમાં ભાષાંતર કરવું. કાયદાકીય સંશોધન (Legal Research) અને સિટશેન વેરિફિકેશનની સાથે વહીવટી કામોમાં પણ AI મદદ કરશે.

AI ભવિષ્યવાણી નહીં કરે અને જજ પણ નહીં બને

સુપ્રીમ કોર્ટે ડ્રાફ્ટ જાહેર કરતી વખતે સ્પષ્ટતા કરી છે કે AI કોઈપણ કેસના પરિણામની ભવિષ્યવાણી કરી શકશે નહીં અને તે ક્યારેય જજની ભૂમિકા ભજવશે નહીં. કેસનો અંતિમ ચુકાદો આપવાનો સંપૂર્ણ અધિકાર માત્ર અને માત્ર ન્યાયાધીશો પાસે જ રહેશે.

“પાર્ટી માત્ર સાઇનબોર્ડ બની જશે” : મમતા બેનર્જી સામે બળવાખોરી તેજ? સસ્પેન્ડ કરાયેલા રિજુ દત્તાની ચેતવણી

વેરિફિકેશન પછી જ કન્ટેન્ટનો ઉપયોગ થશે

ડ્રાફ્ટ મુજબ, અદાલતોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માત્ર એક સહાયક (આસિસ્ટન્ટ) તરીકે જ કામ કરશે. AI દ્વારા તૈયાર કરાયેલા કોઈપણ કન્ટેન્ટ, સૂચનો, અનુવાદ કે ટ્રાન્સક્રિપ્શનનો ઉપયોગ વેરિફિકેશન (ચકાસણી) કર્યા પછી જ કરવામાં આવશે, જેથી કોઈ મોટી ભૂલ (Blunder) થવાની શક્યતા ન રહે.

AI ના ઉપયોગ પર પ્રતિબંધો પણ મુકાયા

આ ડ્રાફ્ટમાં કેટલાક ચોક્કસ મામલાઓમાં AI ના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેમ કે જામીન મળવાની શક્યતા કેટલી છે તેનું અનુમાન લગાવવું. આરોપીના ભવિષ્યના વર્તન કે ફરીથી ગુનો કરવાની આશંકા તપાસવી. સાક્ષીની વિશ્વસનીયતા અથવા કેસના સંભવિત પરિણામોની આંકડાબાજી કરવી.

હૈદરાબાદના હેલ્મેટ માર્કેટમાં અચાનક ભભૂકી ઉઠી ભીષણ આગ! : ધુમાડાથી બજારમાં અફરાતફરી, 7 સાત ફાયર એન્જિન તૈનાત

અમલ પહેલાં થશે 'કંટ્રોલ્ડ એન્વાયરમેન્ટ ટેસ્ટિંગ'

સુપ્રીમ કોર્ટે પ્રસ્તાવ મૂક્યો છે કે કોઈપણ AI સિસ્ટમને અદાલતોમાં સત્તાવાર રીતે લાગુ કરતાં પહેલાં તેનું 'કંટ્રોલ્ડ એન્વાયરમેન્ટ ટેસ્ટિંગ' કરવામાં આવશે, એટલે કે નિયંત્રિત અને સુરક્ષિત વાતાવરણમાં તેની ક્ષમતા ચકાસવામાં આવશે. આ ટેસ્ટિંગ દરમિયાન AI જે આઉટપુટ આપશે, તેનો ઉપયોગ કોઈપણ વાસ્તવિક ન્યાયિક પ્રક્રિયા કે વહીવટી નિર્ણયમાં કરવામાં આવશે નહીં.

દેખરેખ માટે સંસ્થાગત વ્યવસ્થા

AI ડ્રાફ્ટમાં પારદર્શિતા અને જવાબદારી નક્કી કરવામાં આવી છે. જેમાં ડેટાની સુરક્ષા, ગોપનીયતા (Privacy) અને ન્યાયિક સ્વતંત્રતાને મુખ્ય આધાર બનાવવામાં આવ્યા છે. AI ના ઉપયોગ દરમિયાન થતી કોઈ પણ ભૂલ, પક્ષપાત કે ખોટી માહિતી પર નજર રાખવા માટે એક વિશેષ કમિટી બનાવવાનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now