ધરતી પર સુનિતા વિલયમ્સ અને તેમની ટીમને લેવા માટે સ્પેસએક્સ અને નાસાની ટીમ તો ગઈ જ હતી પરંતુ આ સિવાય પણ સ્પ્લેશડાઉનની સાથે જ ડોલફીન્સે સ્વાગત કર્યું હતું.
સ્પેસએક્સ ડ્રેગન સ્પેસક્રાફ્ટ ફ્લોરિડાના દરિયાકાંઠે અવકાશયાત્રીઓને ઉતરાણ કર્યું હતું. રસપ્રદ વાત એ છે કે જ્યારે રિકવરી ટીમ વાહન બહાર કાઢી રહી હતી ત્યારે ડોલ્ફિનનું ટોળું કેપ્સ્યૂલની આસપાસ તરતું જોવા મળ્યું હતું. પુનઃપ્રાપ્તિ જહાજએ કેપ્સ્યૂલને પાણીમાંથી બહાર કાઢ્યું અને સપ્ટેમ્બર પછી પ્રથમ વખત તેની સાઇડ હેચ ખોલવામાં આવી હતી. ત્યારબાદ મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા અને તરત જ હ્યુસ્ટન લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેઓ 45 દિવસની સંભાળ અને પુનર્વસન પ્રક્રિયામાંથી પસાર થશે.
The unplanned welcome crew!
— NASA's Johnson Space Center (@NASA_Johnson) March 18, 2025
Crew-9 had some surprise visitors after splashing down this afternoon.🐬 pic.twitter.com/yuOxtTsSLV
સ્પેસએક્સ ક્રૂ-9 સુરક્ષિત રીતે પૃથ્વી પર પરત ફર્યું
સ્પેસએક્સ ક્રૂ-9 ક્રૂ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી સફળતાપૂર્વક પૃથ્વી પર પાછો ફર્યો છે. ભારતીય મૂળની અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ અને તેના સાથીઓએ રાત્રે 10:35 વાગ્યે (IST) અવકાશયાનમાંથી અનડૉક કર્યું, જેનો વીડિયો નાસા દ્વારા શેર કરવામાં આવ્યો હતો. સ્પેસએક્સને આ મિશનમાં ક્રૂ-9ને સુરક્ષિત રીતે પૃથ્વી પર લાવવાની જવાબદારી સોંપવામાં આવી હતી. સ્પેસએક્સ ફાલ્કન 9 રોકેટ ક્રૂ-10 ટીમને લઈ ગયું હતું, જે સ્પેસ સ્ટેશન પર પહોંચ્યું હતું અને ક્રૂ-9નું સ્થાન લીધું હતું.





