Home Entertainment Sudha Murthy Comment After Watching Sitaare Zameen Par Movie

'સિતારે જમીન પર'નું રીવ્યું સાંભળો સુધા મૂર્તિની ઝુબાની : ફિલ્મ જોઇને બોલ્યું કે, 'આ તો must-watch મુવી છે!'

'સિતારે જમીન પર'નું રીવ્યું સાંભળો સુધા મૂર્તિની ઝુબાની
Published by: OBS Bureau
Last Updated: Jun 10, 2025, 11:15 AM IST

ોલીવૂડના Mr. Perfectionist આમિર ખાન ફરી એકવાર દિલ જીતવા તૈયાર છે પોતાની નવી ફિલ્મ 'સિતારે જમીન પર' સાથે. 2007ની કલ્ટ ક્લાસિક ફિલ્મ 'તારે જમીન પર' પછી આવી રહેલી આ સિક્વલ લોકોના દિલને સ્પર્શી જાય એવું સંદેશો આપે છે. આ ફિલ્મમાં આમિર ખાન સાથે 10 નવા ચહેરાઓ અને જેનેલિયા ડિસુઝા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

ફિલ્મના ટ્રેલર અને ગીતોએ પહેલેથી જ ધૂમ મચાવી દીધી છે અને તેના રીલીઝની આશા વધી ગઈ છે. હવે આ ફિલ્મને મળી છે એક ખાસ માન્યતા — લેખિકા અને સમાજસેવી સુધા મૂર્તિ તરફથી.

સુધા મૂર્તિનો પ્રશંસાપત્ર:
સુધા મૂર્તિએ ફિલ્મ જોયા બાદ જણાવ્યું કે:
"સિતારે ઝમીન પર જોઈ. આમિર ખાનની પ્રોડક્શન છે અને એમણે અભિનેય કર્યો છે.આ એક એવી ફિલ્મ છે – જે આપનું દ્રષ્ટિકોણ બદલાવી શકે છે. ઘણા લોકોને આવા બાળકો સમજાતા નથી. શું નોર્મલ છે એ પણ પોતે એક તત્વજ્ઞાન છે. પણ આ ફિલ્મ ખૂબજ સુંદર રીતે બતાવે છે કે આવા બાળકો કેટલી ભાવુક અને નિર્મળ હોય છે. તેઓ સાવ સિમ્પલ હોય છે અને દરેક પળને હસતા ચહેરે માણે છે. આવાં બાળકો પાસેથી આપણે મોટા ફિલોસોફીકલ પાઠ શીખી શકીએ છીએ. આ ફિલ્મ એવું સંદેશ આપે છે કે બૌદ્ધિક અક્ષમતા હોય ત્યારે પણ તેમને ઓછી નજરે નહીં જોવું જોઈએ. આ ફિલ્મ ખરેખર સમાજમાં મોટો બદલાવ લાવી શકે છે."

ફિલ્મની વિગતો:
પ્રસ્તુત કરે છે: આમિર ખાન પ્રોડક્શન્સ

દિગ્દર્શક: આર.એસ. પ્રસન્ના (Shubh Mangal Saavdhan ફેમ)

મુખ્ય ભુમિકા: આમિર ખાન અને જેનેલિયા ડિસુઝા

10 નવા અભિનેતાઓ: અરોષ દત્તા, ગોપી કૃષ્ણ વર્મા, સમ્વિત દેસાઈ, વેદાંત શર્મા, આયુષ ભંસાલી, આકાશ પેન્ડસે, ઋષિ શાહાણી, ઋષભ જૈન, નમન મિશ્રા અને સિમરન મંગેશકર

સંગીત: શંકર-એહસાન-લોય

ગીતકાર: અમિતાભ ભટ્ટાચાર્ય

સ્ક્રિપ્ટ: દિવ્ય નિધી શર્મા

પ્રોડ્યુસર: આમિર ખાન અને અપર્ણા પુરોહિત

સહ-પ્રોડ્યુસર: બી. શ્રીનિવાસ રાવ અને રવિ ભગચંદકા

રીલીઝ તારીખ:
20 જૂન 2025
માત્ર થિયેટરમાં

સિતારે ઝમીન પર માત્ર એક ફિલ્મ નથી – તે છે એક મેસેજ, એક અનુભવ, અને એક અસરકારક વિચારધારા – જે સમાનતા, સમજદારી અને સંવેદનશીલતાને આગળ ધપાવે છે.

શું તમે પણ તૈયાર છો આ ફિલ્મ અનુભવવા માટે?

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now