Home Gujarat Sudden Cold Wind Gusts In Ahmedabad

અમદાવાદમાં એકાએક ઠંડા પવની લહેર : 5.3 ડિગ્રીનો પારો ગગડ્યો!, જનજીવન પર ભારે અસર

અમદાવાદમાં એકાએક ઠંડા પવની લહેર
Published by: OBS Bureau
Last Updated: Jan 24, 2026, 06:04 AM IST

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં એકાએક ઠંડા પવનોના સુસવાટા સાથે ઠંડીમાં નોંધપાત્ર વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના અનેક શહેરોમાં તાપમાનમાં મોટો ઘટાડો નોંધાયો છે, જેના કારણે લોકોમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. અમદાવાદમાં ઠંડા પવન ફૂંકાતા પારો 5.3 ડિગ્રી સુધી ગગડી ગયો છે.

નલિયામાં લઘુતમ તાપમાન 17.8 ડિગ્રી નોંધાયું

ઉત્તર અને મધ્ય ગુજરાતથી લઈને કચ્છ અને સૌરાષ્ટ્ર સુધી ઠંડીની અસર વ્યાપક રીતે જોવા મળી રહી છે. ખાસ કરીને કચ્છના નલિયામાં તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટતા તે આ સિઝનનું સૌથી ઠંડું સ્થળ બન્યું છે. નલિયામાં અગાઉ લઘુતમ તાપમાન 17.8 ડિગ્રી સેલ્સિયસ હતું, જે છેલ્લા 24 કલાકમાં ઘટીને 12.5 ડિગ્રી સેલ્સિયસ થયું છે. રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ ઠંડીનો પ્રભાવ સ્પષ્ટ રીતે જોવા મળ્યો છે.

જનજીવન પર ભારે અસર

છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં 8 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે, જ્યારે મોટા ભાગના શહેરોમાં 3 થી 7 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન ઘટ્યું છે. કુલ મળીને ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 5 થી 9 ડિગ્રી સેલ્સિયસનો મોટો ઘટાડો નોંધાતા જનજીવન પર તેની અસર પડી છે. ઠંડીમાં અચાનક વધારાને કારણે લોકો ગરમ કપડાં, સ્વેટર અને જાકેટના સહારે બહાર નીકળતા જોવા મળ્યા છે. સવાર અને રાતના સમયે ઠંડા પવન સાથે ઠંડી વધુ તીવ્ર બની રહી છે.

25 જાન્યુઆરી સુધી ઠંડી રહેશે

હવામાન વિભાગના અનુમાન મુજબ, આગામી 24 અને 25 જાન્યુઆરી દરમિયાન પણ ઠંડી યથાવત રહેવાની શક્યતા છે. તેથી લોકોને જરૂરી સાવચેતી રાખવા અને ઠંડીથી બચવા માટે યોગ્ય પગલાં લેવા સલાહ આપવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now