Home Gujarat Students Clash Again At Seventh Day School

સેવન્થ ડે સ્કૂલમાં ફરી વિદ્યાર્થીઓની મારામારી : ધો. 7ના વિદ્યાર્થીના શર્ટ પર બ્લેડ મારી બટન તોડી નાખ્યા, DEO ટીમે તપાસ હાથ ધરી, વાલીઓમાં ચિંતા

સેવન્થ ડે સ્કૂલમાં ફરી વિદ્યાર્થીઓની મારામારી
Play Video
Published by: OBS Bureau
Last Updated: Feb 06, 2026, 10:51 AM IST

સેવન્થ સ્કૂલ ફરી એકવાર વિવાદમાં આવી છે. હવે સરકાર હસ્તક વહીવટ હોવા છતાં સેવન્થ ડે એડવેન્ટિસ્ટ સ્કૂલમાં ફરી એક વખત વિદ્યાર્થીઓ વચ્ચેની મારામારીની ઘટના સામે આવતા શાળા સંચાલન અને શિસ્ત વ્યવસ્થાની ગંભીર ખામીઓ બહાર આવી છે. શાળામાં ધોરણ 7ના એક વિદ્યાર્થી સાથે ત્રણ વિદ્યાર્થીઓએ મળીને માર માર્યો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. એટલું જ નહીં, આરોપી વિદ્યાર્થીઓએ બ્લેડ વડે વિદ્યાર્થીના શર્ટ પર કાપ મારી તેના બટન તોડી નાખ્યા હોવાનું પણ સામે આવ્યું છે, જેને લઈને વાલીઓ અને શિક્ષણ વિભાગમાં ચિંતા ફેલાઈ ગઈ છે.

બ્લેડ વડે વિદ્યાર્થીના શર્ટ પર કાપ મારી તેના બટન તોડી નાખ્યા

મળતી માહિતી મુજબ, ભોગ બનનાર વિદ્યાર્થી શાળામાં મોનીટર તરીકે ફરજ બજાવી રહ્યો હતો. તેણે અન્ય વિદ્યાર્થીઓને લાઇનમાં ઊભા રહેવા કહ્યું હતું, જે બાબતની અદાવત રાખીને ત્રણ વિદ્યાર્થીઓએ તેને નિશાન બનાવ્યો હતો. રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ એકાંતમાં વિદ્યાર્થીને માર માર્યો હતો અને બ્લેડ વડે શર્ટ પર કાપ મારી બટન તોડી નાખ્યા હતા. આ સમગ્ર ઘટનાથી સ્કૂલમાં ભયનું વાતાવરણ સર્જાઈ ગયું હતું.

DEO કચેરીની એક ટીમ સ્કૂલમાં પહોંચીને મામલાની તપાસ શરૂ કરી

બનાવની જાણ થતાં જ જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) કચેરી હરકતમાં આવી હતી અને DEO કચેરીની એક ટીમ સ્કૂલમાં પહોંચીને મામલાની તપાસ શરૂ કરી છે. તપાસ ટીમ દ્વારા આક્ષેપિત ત્રણેય વિદ્યાર્થીઓને બોલાવી તેમના નિવેદનો લેવામાં આવશે. સાથે જ DEO દ્વારા સ્કૂલના પ્રિન્સિપાલ અને એડમિનિસ્ટ્રેશનને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. સરકાર સંચાલિત શાળામાં આવી ગંભીર ઘટના બનતા વાલીઓમાં રોષ ફેલાયો છે અને સ્કૂલની સુરક્ષા તથા શિસ્ત વ્યવસ્થા પર પ્રશ્નો ઊભા થયા છે. હવે જોવાનું રહ્યું કે શિક્ષણ વિભાગ આ મામલે કેટલી કડક કાર્યવાહી કરે છે અને આવી ઘટનાઓ ફરી ન બને તે માટે શું પગલાં લેવામાં આવે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
કાચા મકાનના છાપરા ઉડી જાય તેવી સ્થિતિ સર્જાશે!
જૈન મુનિ સાગરચંદ્ર વિવાદના વમળમાં...
જામનગરને મળી મોટી ભેટ
એમ.એસ. યુનિ.ની કોમર્સ ફેકલ્ટીમાં એન્ટ્રન્સ ટેસ્ટ મુદ્દે હોબાળો
નંદેસરી GIDCના ઉદ્યોગો માટે 'સ્ટીમ હાઉસ' બન્યું સંજીવની