Home Gujarat Student At Veer Narmad University Cheated In Exam Using Ai

વીર નર્મદ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીએ પરીક્ષામાં કરી AI થી ચોરી : Chatgpt પાસેથી કોડિંગ સંબંધિત મેળવ્યો જવાબ, યુનિવર્સિટી તંત્ર એલર્ટ!

વીર નર્મદ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીએ પરીક્ષામાં કરી AI થી ચોરી
Play Video
Published by: OBS Bureau
Last Updated: Nov 28, 2025, 10:17 AM IST

Surat theft from AI : વર્તમાન સમયમાં દુનિયા આધુનિક્તા તરફ વળી છે, ત્યારે હવે તો કહેવાય છે કે, આધુનિકતા અને ટેકનોલોજી હાથના ટેરવાથી લઈ માઈન્ડ શક્તિ સુધી પહોંચી ગઈ છે. આજે એક સુરતથી એવો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં વિદ્યાર્થી AIના માધ્યમથી ચોરી કરતો ઝડપાયો છે. સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર સાયન્સની પરીક્ષા દરમિયાન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ કરીને ચોરી કરવામાં આવી હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે.

AI દ્વારા ચોરીનો ભંડાફોડ

કોમ્પ્યુટર સાયન્સ અને આઈટી ફેકલ્ટીના કેટલાક વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થવા માટે ચેટજીપીટી, જેમિની જેવા AI પ્લેટફોર્મ્સમાંથી લાઈવ જવાબો મેળવીને લખતા ઝડપાયા છે. મળતી વિગતો અનુસાર, કોમ્પ્યુટર સાયન્સના પેપર દરમિયાન એક વિદ્યાર્થિનીએ કોડિંગ સંબંધિત પ્રશ્નોના જવાબો AI ટૂલ્સથી મેળવીને સીધા જ ઉત્તરપત્રિકામાં લખ્યા હતા. પરીક્ષા દરમિયાન તેની હલચલ શંકાસ્પદ લાગતાં નિરીક્ષકોને ચોરીની આશંકા થઈ અને તપાસ કરતા એઆઈ દ્વારા લીધેલા જવાબો સ્પષ્ટ જણાઈ આવ્યા. ત્યારબાદ વિદ્યાર્થિનીને પરીક્ષા દરમિયાન ચોરી કરતા ઝડપવામાં આવી.

આધુનિક યુગની અદ્યતન ચોરી!

યુનિવર્સિટી સ્રોતો મુજબ, કેટલાક વિદ્યાર્થીઓ હાઈ-ટેક ગેજેટ્સ અને AI આધારિત એપ્લિકેશન્સનો ઉપયોગ કરીને પરીક્ષા પ્રણાલીને છળવા પ્રયત્ન કરી રહ્યા હતા. એઆઈ દ્વારા તુરંત મેળવી શકાય એવા કોડિંગ સોલ્યુશન્સ અને ટેક્નિકલ જવાબો વિદ્યાર્થીઓ ચોરી માટે સરળ સાધન બની રહ્યા છે. આ ઘટનાને લઈને યુનિવર્સિટી પ્રશાસન સતર્ક થઈ ગયું છે અને પરીક્ષાઓ દરમિયાન ટેક્નોલોજીના દુરૂપયોગ પર વધુ કડક નજર રાખવાની તૈયારી દર્શાવી છે. AI ટૂલ્સના વધતા પ્રભાવ વચ્ચે શિક્ષણ ક્ષેત્રે શિસ્ત જાળવવા માટે યુનિવર્સિટી હવે નવા નિયમો લાવવાની વિચારણા પણ કરી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now