Home Entertainment Struggle Career Of Saif Ali Khan First Ten Films Were Flop

પહેલી 10 ફિલ્મો ગઈ ફ્લોપ : પછી મહેનત એવી રંગ લાવી કે હીરો ચમકી ઉઠ્યો

પહેલી 10 ફિલ્મો ગઈ ફ્લોપ
Published by: OBS Bureau
Last Updated: Jan 24, 2025, 03:23 PM IST

દરેક સ્ટારની પહેલી જ ફિલ્મ સુપરહિટ થઈ ગયા હોય એ જરૂરી નથી. ઘણા એવા પણ સ્ટાર્સ છે જેમની પહેલી ફિલ્મમાં લોકોને મજા ના આવી પણ ધીમે ધીમે તે સુપરસ્ટાર બની ગયા. એવો જ એક એક્ટર હવે 1200 કરોડ રૂપિયાનો માલિક છે. તેને પહેલી ફિલ્મમાંથી જ દૂર કરાયો હતો. તેની 10 ફિલ્મો ફ્લોપ ગઈ હતી પણ તેના પછી સ્ટારની એક ફિલ્મ એટલી સફળ રહી કે તેને ઈન્ડસ્ટ્રીમાં ધૂમ મચાવી દિધી. આ સ્ટાર બીજો કોઈ નહીં પણ સૈફ અલી ખાન છે.

સૈફ અલી ખાનની પહેલી ફિલ્મ
સૈફ અલી ખાનની કરિયરની શરૂઆત 1993માં થઈ હતી. ફિલ્મ પરંપરા તેમની પહેલી ફિલ્મ હતી. આ પહેલા તેમને 1992માં ફિલ્મ 'બેખુદી' ઓફર કરવામાં આવી હતી. સૈફ કાજોલ સાથે ડેબ્યૂ કરવાના હતા. પરંતુ નિર્દેશક રાહુલ રાવલે તેને ફિલ્મમાંથી હટાવી દીધા હતા.

10 ફિલ્મો ફ્લોપ રહી
'પરંપરા' પછી સૈફ અલી ખાન 'આશિક આવારા' અને 'મેં ખિલાડી તુ અનાડી' જેવી ફિલ્મોમાં જોવા મળ્યા. પરંતુ તેમની એક પછી એક અનેક ફિલ્મો ફ્લોપ ગઈ. યાર ગદ્દાર, સુરક્ષા, એક થા રાજા, બોમ્બે કા બાબુ, તુ ચોર મેં સિપાહી, દિલ તેરા દિવાના, હમેશા, ઉડાન અને હમસે બઢકર બધકર જેવી ફિલ્મો ફ્લોપ રહી.

1999માં સુપરહિટ ફિલ્મ
સૈફ અલી ખાને 1999માં રિલીઝ થયેલી ફિલ્મ 'હમ સાથ-સાથ હૈ'થી કમબેક કર્યું હતું. આ ફિલ્મમાં સૈફ ઉપરાંત સલમાન ખાન, કરિશ્મા કપૂર, તબ્બુ અને સોનાલી બેન્દ્રે જેવા સ્ટાર્સ જોવા મળ્યા હતા. આ ફિલ્મ 19 કરોડના બજેટમાં બની હતી. રિલીઝ બાદ ફિલ્મે 81.71 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

સૈફ અલી ખાનની નેટવર્થ
ઈકોનોમિક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, સૈફ અલી ખાનની કુલ સંપત્તિ 1,200 કરોડ રૂપિયા છે. ફિલ્મોમાં કામ કરવા ઉપરાંત તે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી પણ ઘણી કમાણી કરે રહ્યાં છે. રેસ, લવ આજ કલ અને ગો ગોવા ગોન જેવી ફિલ્મોમાં પણ સૈફને લોકોએ ખુબ પસંદ કર્યા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now