Home Gujarat Strict Rules Of Villagers In Godh Village Of Banaskantha

બનાસકાંઠાના ગોઢ ગામે ગ્રામજનોના કડક નિયમો : DJ પર પ્રતિબંધ, દારૂ વેચનાર પર 51,000 રૂપિયાનો દંડ

બનાસકાંઠાના ગોઢ ગામે ગ્રામજનોના કડક નિયમો
Play Video
Published by: OBS Bureau
Last Updated: Nov 20, 2025, 09:50 AM IST

Banaskantha Godh Village Rules : બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના ગોઢ ગામમાં ગ્રામજનોએ ગામની શિસ્ત માટે બેઠક યોજી અને કડક નિયમો બનાવ્યા છે. ગામમાં હવે DJ પર પૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેથી અશાંત અને અવ્યવસ્થિત પ્રવૃત્તિઓ અટકાવવામાં આવી શકે.

દારૂ વેચશે તો 51,000 રૂપિયાનો દંડ

બીજા નિયમો પ્રમાણે, જો કોઇ પ્રેમી-યુગલ સાથે સંબંધી પ્રશ્નોમાં ગામના બંધારણને ન માનતા હોય તો તેમનું પરિવાર સામાજિક બહિષ્કારનો સામનો કરશે. ગામમાં દારૂ વેચનારો માટે પણ ખાસ નિયમ લાવવામાં આવ્યો છે. જો કોઈ વ્યક્તિ દારૂ વેચે છે, તો 51,000 રૂપિયાનો દંડ ચુકવવો પડશે.

શાંતિ જળવાઈ રાખવા 'ગ્રામ'કાયદા'

ગ્રામજનોના જણાવ્યા મુજબ, આ તમામ કડક પગલાં શાંતિ-શિસ્ત જળવાઈ રહે અને યુવાનો સંસ્કારી રીતે વર્તન કરે તે માટે લેવામાં આવ્યા છે. ગામના સામૂહિક પ્રયાસોથી લોકોમાં જાગૃતિ વધશે અને સમુદાયમાં સુખ-શાંતિ જળવાશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now