મુંબઈમાં NEET-UG પરીક્ષામાં માર્ક સાથે કથિત હેરાફેરી કેસમાં શુક્રવારે કોર્ટે આરોપીઓની CBI કસ્ટડી 16 જૂન સુધી લંબાવી છે. પરીક્ષા કૌભાંડ કેસમાં આરોપી સંદિપ શાહ અને સલીમ પટેલની CBI દ્રારા 10 જૂને ધરપકડ કરવામાં આવી હતી. આજે બંન્નનો કસ્ટડીનો સમયગાળો પૂરો થયા બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે બંન્નેની CBI કસ્ટડી 16 જૂન સુધી લંબાવી છે. બંને આરોપીઓ પર માર્કમાં હેરાફેરી કરી મોટી રકમ પડાવવાનો આરોપ છે. આ ઉપરાંત તેમના પર નેશનલ ટેસ્ટિંગ એજન્સીના અધિકારીઓને પ્રભાવિત કરવાનો પણ આરોપ છે.
આરોપી સંદિપ શાહેએ પ્રતિ ઉમેદવાર 90 લાખ રૂપિયાની માંગણી કરી હતી અને બાદમાં NTA અધિકારીઓની મદદથી સરકારી કોલેજોમાં પ્રવેશની ખાતરી આપીને 87.5 લાખ રૂપિયા માંગ્યા હતા. CBIના વકીલ મંયક સિંહ દ્વારા કોર્ટમાં રજૂઆત કરી હતી કે, સલીમ પટેલે હવાલા દ્વારા એક ઉમેદવાર પાસેથી રૂ. ૩૨.૫૦ લાખ અને ત્રણ ઉમેદવારો પાસેથી રૂ. ૭૫ લાખ લીધા હતા. જ્યારે એક ઉમદવારને આરોપી સંદિપ શાહ નોઈડા લઈ ગયા હતો. આરોપીઓના મોબાઈલ ફોનમાંથી NEET પરીક્ષા આપનારા ઉમેદવારોની હોલ ટિકિટ જેવા અનેક દસ્તાવેજો મળી આવ્યા છે.






