સ્ટેટ ટેક્સ ઈન્સપેક્ટર(STI) વર્ગ-3ની ભરતી પરિક્ષાને લઇને જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલે માહિતી આપતા જણાવ્યુ કે 22 ડિસેમ્બરના રોજ યોજાનારી પરિક્ષા માટે કુલ ૧.૮૫ લાખ ઉમેદવારો સંમતિ પત્ર ભરવામાં આવ્યા છે. પરીક્ષાનો 11 થી 1 નો સમય રાખવામાં આવ્યો છે. આ પરિક્ષા માટે 754 જેટલા રાજ્યમાં પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે.
અગાઉ વન રક્ષક ની પરીક્ષામાં પોતાના જિલ્લામાંથી પેપર બહાર ગયા હતા, તેથી સાવચેતીનાં ભાગરૂપે આ વખતે ઉમેદવારોને બાજુના જિલ્લામાં કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે.
દિવ્યાંગ ઉમેદવારો ને ગ્રાઉન્ડ ફ્લોર પર પરીક્ષા આપવાની સગવડ કરવામાં આવી છે. ઉમેદવારની પરીક્ષા સમયે બાયોમેટ્રિક પરીક્ષણ કરાશે.
'ગુજરાતીઓને અભણ કહેતા પહેલા ઇતિહાસ જાણી લેવો જોઈએ': ખડગેના નિવેદન પર માયાભાઈ આહીરનો જડબાતોડ જવાબ






