Home Sports Star Footballer Lionel Messi Will Come To India Next Month

સ્ટાર ફૂટબોલર Lionel Messi આવતા મહિને આવશે ભારત! : 'GOAT Tour Of India' માં જોડાયું આ ચોથું શહેર, ઇન્સ્ટા પોસ્ટ દ્વારા કરી જાહેરાત

સ્ટાર ફૂટબોલર Lionel Messi આવતા મહિને આવશે ભારત!
Play Video
Published by: OBS Bureau
Last Updated: Nov 29, 2025, 08:41 AM IST

Lionel Messi made a big announcement about his India Tour: ફૂટબોલ સ્ટાર લિયોનેલ મેસ્સીએ તેના ‘GOAT Tour to India 2025’ અંગે એક મોટી જાહેરાત કરી છે. મેસ્સીએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને આ ટુરમાં વધુ એક શહેરનો સમાવેશ કરવાની જાહેરાત કરી છે. આ ટૂર કોલકાતાથી શરૂ કરીને દેશભરમાં ફરશે. હૈદરાબાદ એક નવું શહેર છે જે ઉમેરવામાં આવ્યું, જ્યારે મુંબઈ અને દિલ્હીનો પહેલાથી જ સામેલ હતા.

કોલકાતા પછી આ શહેરમાં આવશે મેસ્સી

કોલકાતા પછી મેસ્સી સીધો હૈદરાબાદ જશે, જ્યાં તેના કાર્યક્રમો ગચીબોવલી અથવા રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં યોજાવાની શક્યતા છે. ત્યારપછી તે મુંબઈ અને પછી નવી દિલ્હી જશે, જ્યાં તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળે તેવી અપેક્ષા છે.

મેસ્સીએ કરી જાહેરાત

મેસ્સીએ સોશિયલ મીડિયા પર લખ્યું, "ભારત તરફથી મને જે પ્રેમ મળ્યો છે, તે અદ્ભુત છે! GOAT ટૂર થોડા અઠવાડિયામાં શરૂ થઈ રહી છે હૈદરાબાદ હવે કોલકાતા, મુંબઈ અને દિલ્હી સાથે જોડાયું છે, ટૂંક સમયમાં મળીશું, ભારત."

કેમ હૈદરાબાદમાં ક્યાં ક્યાં કાર્યક્રમો યોજાશે?

કોચીમાં આર્જેન્ટિનાની યોજાનારી ફ્રેન્ડલી મેચ રદ થયા પછી આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આયોજક Satadru Dutta એ જણાવ્યું હતું કે, હૈદરાબાદમાં સેલિબ્રિટી મેચ, ફૂટબોલ ક્લિનિક્સ, સન્માન સમારોહ અને સંગીત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

ઈન્ડિયામાં ફૂટબૉલની સૌથી મોટી ઈવેન્ટ

મેસ્સીનો પ્રવાસ 13 ડિસેમ્બરે કોલકાતાથી શરૂ થશે અને તે જ સાંજે હૈદરાબાદ પહોંચશે. આ પ્રવાસ 14 ડિસેમ્બરે મુંબઈમાં અને 15 ડિસેમ્બરે નવી દિલ્હીમાં સમાપ્ત થશે. ઓલિમ્પિક ગોલ્ડ મેડલ લિસ્ટ વિજેતા અને 2022 વર્લ્ડ કપ ચેમ્પિયન કેપ્ટન મેસ્સીને દુનિયાના સૌથી લોકપ્રિય ફૂટબોલ ખેલાડીઓમાંના એક ગણવામાં આવે છે. તેમની આ ટુરને ભારતમાં અત્યાર સુધીની સૌથી મોટી ફૂટબોલ સંબંધિત ઇવેન્ટ માનવામાં આવે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now