Home Sports Star Batsman Knocked On The Door Of Return To Team India Created A Stir With His Amazingperformance

સ્ટાર બેટ્સમેને ખટખટાવ્યો ટીમ ઈન્ડિયામાં વાપસીનો દરવાજો : શાનદાર પ્રદર્શનથી ક્રિકેટ જગતમાં ખળભળાટ

સ્ટાર બેટ્સમેને ખટખટાવ્યો ટીમ ઈન્ડિયામાં વાપસીનો દરવાજો
Published by: OBS Bureau
Last Updated: Jun 09, 2025, 02:59 PM IST

Prithvi Shaw: હાલમાં ટીમ ઈન્ડિયાથી દૂર રહેલા પૃથ્વી શોએ T20 મુંબઈ લીગમાં કમાલ કરી દીધી હતી. લાંબા સમયથી ફોર્મમાં ન રહેતા શો 8 જૂને પોતાના બેટથી ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું. નોર્થ મુંબઈ પેન્થર્સ તરફથી ભાગ લેતા શોએ ટ્રાયમ્ફ્સ નાઈટ્સ MNE ટીમ સામે શાનદાર અડધી સદીની ઇનિંગ રમી હતી.

શોની ઝડપી અડધી સદીની ઇનિંગના આધારે મુંબઈ પેન્થર્સે 38 રનથી જીત મેળવી હતી. આ મેચમાં શોએ 34 બોલમાં 75 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જેમાં 12 ચોગ્ગા અને 3 ગગાનો સમાવેશ થતો હતો.

આ દરમિયાન જમણા હાથના બેટ્સમેને 220.59 ના સ્ટ્રાઇક રેટ સાથે બેટિંગ કરી. શૉની અડધી સદીની ઇનિંગ્સના આધારે નોર્થ મુંબઈએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 207 રન બનાવ્યા, જેના જવાબમાં સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની Triumphs Knights MNE 169 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.

શૉએ પોતાની વિસ્ફોટક બેટિંગથી ટીમ ઈન્ડિયામાં વાપસીનો દરવાજો ખટખટાવ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now