Home Sports Sports News Shreyas Iyer Will Be Part Of Asia Cup Squad Will Shreyas Iyer Play In All Formats

શું Shreyas Iyer ને Asia Cup 2025માં સ્થાન મળશે? : ...તો ત્રણેય ફોર્મેટ - ODI, TEST, T20 માં જોવા મળશે!

શું Shreyas Iyer ને Asia Cup 2025માં સ્થાન મળશે?
Published by: OBS Bureau
Last Updated: Aug 07, 2025, 01:01 PM IST

Asia Cup 2025 Team India Squad

એશિયા કપ 2025 ને માટે ટીમ ઈન્ડિયાની સ્ક્વાડનું જાહેરાત થઈ નથી, તેના પહેલા કેટલાક ખિલાડીઓના નામને લઈને ગણી ચર્ચાઓ ચાલી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શ્રેયસ ઐયરના ટીમમાં સ્થાન અને તે એશિયા કપની ટીમમાં જોવા મળશે કે નહીં તે અંગે ચર્ચા ખુબ વકરી રહી છે. ઐયરે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ભારતીય ટીમમાં રહીને સારું પ્રદર્શન કર્યું હતું, તેનાથી હવે તેને ટેસ્ટ અને ટી20 ની ટીમમાં સ્થાન મળી શકે છે.

શું શ્રેયસ ઐયરને ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવશે?

ભારતીય ટીમમાં ત્રણેય ફોર્મેટમાં શ્રેયસ ઐયરનો સમાવેશ કરવાની વિચારણા ચાલી રહી છે. સૂત્રોએ જણાવ્યું છે કે, ટીમને તમામ ફોર્મેટના મિડલ ઓર્ડર માટે ઐયર જેવા અનુભવની ખિલાડીની જરૂર છે. કારણ કે ઇંગ્લેન્ડમાં યોજાયેલી એન્ડરસન-તેંડુલકર ટ્રોફીમાં અનુભવની ખિલાડીનો અભાવ હતો. પસંદગીકારો એ પણ જાણે છે કે, ઐયર સ્પિનર અને ફાસ્ટ બોલરને ખુબ સારી રીતે રમી શકે છે. અને તે ભારતમાં જ યોજાનારી શ્રેણીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. ટીમ ઈન્ડિયાએ ભારતમાં જ વેસ્ટ ઈન્ડિઝ અને દક્ષિણ આફ્રિકા સામે 2-2 ટેસ્ટ મેચોની સિરીઝ રમવાની છે.

ઈંગ્લેન્ડ પ્રવાસમાં સ્થાન પણ મળ્યું નહિ

શ્રેયસ ઐયરએ IPL 2025 માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેમ છતાં, ઐયરની જગ્યાએ ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં અન્ય ગણા ખિલાડીઓને ટીમમાં સ્થાન મળ્યું હતું. ગયા વર્ષે ભારતમાં ઇંગ્લેન્ડ સામેની શ્રેણીમાં ઐયરને તક આપવામાં આવી હતી. આ સિરીઝમાં ઐયરના ખરાબ પ્રદર્શનને કારણે તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. હવે ઐયરને એશિયા કપમાં પાછા લાવવાનો વિચાર ચાલી રહ્યો છે. આ વખતે એશિયા કપ T20 ફોર્મેટમાં યોજાઈ રહ્યો છે. અને ઐયરે IPL 2025 માં શાનદાર પ્રદર્શન કર્યું હતું.

ઐયરે છેલ્લી T20I મેચ ક્યારે રમી હતી અને T20I માં તેનું પ્રદર્શન કેવું રહ્યું છે?

ઐયરે 3 ડિસેમ્બર 2023 એ ઓસ્ટ્રેલિયાની સામે તેને છેલ્લી T20I મેચ રમી હતી. 51 મેચની 47 ઇનિંગમાં 30.66 ની અવરેજથી 1104 રન ફટકાર્યા છે. જેમાં તેનો સ્ટ્રાઇક રેટ 136.12 નો છે અને તેમાં 8 અર્ધ શતક સામેલ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now