Home Sports Sports News Indian Cricket Team England Cricket Team Match Controversy Between Gambhir And Curetor

IND vs ENG ની ટેસ્ટ સિરીઝમાં થયા આ 6 વિવાદ... : જે બોલિવૂડ થ્રિલર ફિલ્મથી ઓછા ન હતા!

IND vs ENG ની ટેસ્ટ સિરીઝમાં થયા આ 6 વિવાદ...
Published by: OBS Bureau
Last Updated: Aug 07, 2025, 09:23 AM IST

ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચેની અન્ડર્સન-તેંડુલકર ટ્રોફી 2025 માં ભારતીય ક્રિકેટ ટીમે ઈંગ્લેન્ડમાં જઈને ઈંગ્લેન્ડની સામે 5 મેચોની ટેસ્ટ સિરીઝ રમવાની હતી, જે હાલમાં સમાપ્ત થઇ છે. આ સિરીઝને ભારતીય ટીમે ઓવલમાં પાંચમી અને અંતિમ મેચમાં રોમાંચક વિજય પછી આ સિરીઝને 2-2 થી ડ્રો કરી હતી. આ 5 મેચ દરમિયાન ગણા વિવાદો જોવા મળ્યા. ક્રિકેટને એક જેન્ટલમૅન ગેમ કહેવાય છે. પરંતુ, આ સિરીઝમાં વિવાદોમાં ગણી વખત મેદાનમાં ઝઘડો થયો, દલીલ થઈ, આક્રમકતા દેખાઈ...

1. લોર્ડ્સ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડની ટીમ દ્વારા સમય બગાડવો!

ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચ લોર્ડસના ઐતિહાસિક મેદાનમાં મેચ રમાઈ હતી. મેચના ત્રીજા દિવસ (12 જુલાઈ) નો અંતમાં ખુબ નાટકો થયા. સ્ટમ્પસ થવાની થોડીક ક્ષણ પહેલા ભારતીય કપ્તાન શુભમન ગીલ અને ઈંગ્લેન્ડના ઓપનર જેક ક્રોલીની વચ્ચે થોડીક દલીલ થતી જોવા મળી. ક્રોલીએ બેટિંગ દરમિયાન સમય બગાડવાનો પ્રયત્ન કર્યો કેમ કે, ઈંગ્લેન્ડની ટીમે એક ઓવરથી વધારે ન રમવી પડે.

2. લોર્ડસ ટેસ્ટમાં ડ્યુકસ બોલની ગુણવત્તા પર વિવાદ!

લોર્ડ્સ ટેસ્ટમાં ભારતીય ટીમ હારના પછી ડ્યુકસની બોલની ગુણવતા પર સવાલ કરવામાં આવ્યા છે. આની ફરિયાદ ભારતીય ટીમ મેનેજમેન્ટે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) થી કરી છે. તેમને આ ફરિયાદમાં બીજી બોલના રિપ્લેસમેન્ટને માત્ર 10 ઓવરમાં તેનો મૂળભૂત આકાર ખોઈ નાખ્યો હતો, તે બોલ ખરેખર 30-35 ઓવર જૂનો હતો. ભારતીય ટીમના મેનેજમેન્ટનું કહેવું છે કે આનાથી તેમને ઘણું નુકસાન થયું અને અંતે તેમને 22 રનથી મેચ ગુમાવવી પડી.

3. ગૌતમ ગંભીર અને ઓવલના ક્યુરેટરનો વિવાદ!

ઓવલની ટેસ્ટ મેચની શરૂઆત 31 જુલાઈએ થઈ હતી, પરંતુ ટેસ્ટ મેચ શરૂ થવાની પહેલા, ઓવલ પીચ ક્યુરેટર લી ફોર્ટિસે ગૌતમ ગંભીર સાથે બિનજરૂરી દલીલ કરી. 29 જુલાઈએ ભારતીય ટીમના ટ્રેનિગનો સમય હતો, ત્યારે પીચ ક્યુરેટર લી ફોર્ટીસે ભારતીય ટીમના કોચિંગના સ્ટાફને કહ્યું કે, તે મુખ્ય પીચથી 2.5 મીટર દુર રહે, જ્યારે તેમણે માત્ર જોગર્સ (રબર સ્પાઇકવાળા) શૂઝ પહેર્યા હતા. આ વાતથી ભારતીય ટીમ મેનેજમેન્ટ નાખુશ હતી. આ વાત પર ગૌતમ ગંભીર કહેતા સાંભળવામાં આવ્યા કે, તમે અમને શું કરવું તે કહી શકતા નથી... તમને આ કહેવાનો કોઈ અધિકાર નથી. તમે માત્ર એક ગ્રાઉન્ડમેન છો, તેનાથી વધારે કઈ નહીં. તેના એક દિવસ પછી એટલે 30 જુલાઈએ પણ લી ફોર્ટીસના સ્વભાવમાં કોઈ સુધારો થયો ન હતો અને 31 જુલાઈએ પણ તેણે ભારતીય ટીમ મેનેજમેન્ટ સાથે ઝઘડો કરવાનો પ્રયાસ કર્યો.

4. આકાશ દીપ ડકેટના ખભા પર હાથ મૂકતો હતો!

ઓવલ ટેસ્ટ મેચમાં ભારતીય ફાસ્ટ બોલર આકાશ દીપે પ્રથમ ઇનિંગમાં બેન ડકેટને 43 રનમાં ઓઉટ કર્યો હતો. ડકેટ ધ્રુવ જુરેલ દ્વારા કેચ આઉટ થયા પછી, આકાશ દીપ આક્રમક રીતે સેલિબ્રેશન કર્યું હતું. તેણે ડકેટના ખભા પર હાથ રાખીને તેને કંઈક કહ્યું. આનાથી પણ પ્રશ્નો ઉભા થયા. તે જ સમયે, ઓવલમાં પ્રસિદ્ધ કૃષ્ણ અને જો રૂટ વચ્ચે દલીલ પણ જોવા મળી.

5. સિરાજનું આક્રમક સેલિબ્રેશન!

મોહમ્મદ સિરાજ જ્યારે પણ વિકેટ સેલિબ્રેશન કરતો હોય ત્યારે તે ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની જેમ સેલિબ્રેશન કરતો હોય છે, પરંતુ લોર્ડ્સમાં ટેસ્ટ મેચના ચોથા દિવસે ઈંગ્લેન્ડના બેન ડકેટની વિકેટ લીધા પછી જે રીતે સેલિબ્રેશન કર્યું તેના પર ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ પણ થોડાક કડક પગલાં લેવા પડ્યા હતા. સિરાજને ICC ના આચારસંહિતા 2.5 ના ઉલ્લંઘનનો કર્યો હોવાનો દોષી ઠેરવવામાં આવ્યો હતો. ત્યારપછી, તેની મેચ ફી માંથી 15% પણ કાપવામાં આવ્યા હતા.

6. પટૌડી ટ્રોફીનું નામ બદલવું!

ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચેની સિરીઝનું પહેલા નામ 'પટૌડી ટ્રોફી' ના નામે જાણીતી હતી. પરંતુ આ સિરીઝમાં તેને અન્ડર્સન-તેંડુલકર ટ્રોફીનું નામ આપવામાં આવ્યું, જેને લઈને ગણા વિવાદો સર્જાયા હતા. ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) ના આ નિર્ણય પર સુનીલ ગાવસ્કર અને ફારૂક એન્જિનિયરે પણ સવાલો ઉઠાવ્યા હતા. પટૌડી પરિવારનો ભારત-ઈંગ્લેન્ડ ક્રિકેટ સાથે ઊંડો સંબંધ હતો. ઈફ્તિખાર અલી ખાન પટૌડી અને તેમના પુત્ર મન્સૂર બંનેએ ભારતનું નેતૃત્વ કર્યું હતું અને બંનેએ લાંબા સમય સુધી ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટ રમી હતી. ઈફ્તિખાર ઈંગ્લેન્ડ ટીમ માટે પણ રમ્યા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now