Home Sports Sports News Ind Vs Eng Jasprit Bumrah Anshul Kamboj Shardul Thakur And Rishabh Pant Were Replaced By Karun Nair Dhruv Jurel Akash Deep And Prasad Krishna

IND vs ENG: ભારતીય ટીમમાં થયા આ 4 મોટા ફેરફાર! : OVAL ટેસ્ટ મેચમાં કયા ખેલાડીને તક મળી? જાણો સંપૂર્ણ માહિતી

IND vs ENG: ભારતીય ટીમમાં થયા આ 4 મોટા ફેરફાર!
Published by: OBS Bureau
Last Updated: Jul 31, 2025, 12:49 PM IST

ઇંગ્લેન્ડના કપ્તાન બેન સ્ટોક્સ વગર ઇંગ્લેન્ડ રમશે મેચ:

ઈંગ્લેન્ડની ટીમ તેમના નિયમિત કેપ્ટન બેન સ્ટોક્સ વિના ઓવલની ટેસ્ટ મેચ રમવા ઉતરી. સ્ટોક્સ જમણા ખભાની ઈજાનો સામનો કરી રહ્યો છે, જેના કારણે તે અંતિમ ટેસ્ટ માટે પ્લેઈંગ ઈલેવન માંથી બહાર રહેશે. સ્ટોક્સની જગ્યાએ જેકબ બેથેલને ટીમમાં સ્થાન મળ્યું છે. ઈંગ્લેન્ડની ચોથી ટેસ્ટમાં બોલિંગ ખૂબ નિરાશાજનક હતી. જેથી તેમણે પાંચમી ટેસ્ટ મેચમાં બોલિંગને સંપૂર્ણપણે સુધારી દીધી છે.

ચાર બદલાવની સાથે ઉતરી ભારતીય ટીમ:

ભારતીય ટીમે પાંચમી ટેસ્ટ માટે પ્લેઈંગ ઈલેવનમાં આ ચાર મોટા ફેરફાર કર્યા. ભારતીય ટીમ જસપ્રિત બૂમરાહના વગર રમવા ઉતરી. બૂમરાહની જગ્યાએ આકાશદીપને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. અંશુલ કંબોજની જગ્યાએ પ્રસિદ્ધ ક્રિષ્નાને તક મળી છે. રિષભ પંતને ઈજાને કારણે ધ્રુવ જૂરેલને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો છે. શાર્દૂલ ઠાકુરને ટીમમાંથી બહાર કાઢવામાં આવ્યો છે. અને ચોથી ટેસ્ટ મેચમાંથી ડ્રોપ થયા પછી કરુણ નાયરને ફરી એકવાર ટીમમાં સ્થાન મળ્યું છે.

INDvsENG ની પ્લેઈંગ ઈલેવન

ભારતીય ટીમ: યશસ્વી જયસ્વાલ, કે. એલ. રાહુલ, સાઈ સુદર્શન, શુભમન ગિલ, કરુણ નાયર, રવિન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ, વોશિંગ્ટન સુંદર, આકાશદીપ, પ્રસિદ્ધ ક્રિષ્ના, મોહમ્મદ સિરાજ.

ઇંગ્લેન્ડ ટીમ: જેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, હેરી બ્રુક, જેકબ બેથેલ, જેમી સ્મિથ, ક્રિસ વોક્સ, ગુસ એટકિન્સન, જેમી ઓવરટન, જોશ ટંગ.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now