Home Sports Sports News Former Bcci President Sourav Ganguly Said On Rohit Sharma And Virat Kohli That

''જો સારૂ પ્રદર્શન કરશે તો...'' : Rohit Sharma અને Virat Kohli પર બોલ્યા સૌરવ ગાંગુલી

''જો સારૂ પ્રદર્શન કરશે તો...''
Published by: OBS Bureau
Last Updated: Aug 12, 2025, 12:50 PM IST

ટીમ ઈન્ડિયાના અનુભવી બેટ્સમેન વિરાટ કોહલી અને રોહિત શર્માના વનડે કારકિર્દી વિશે ગણી અટકળો ચાલી રહી છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે આ બંને અનુભવી આ વર્ષે ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસ પછી વનડે ક્રિકેટમાંથી રિટાયર્મન્ટ લેશે. કોહલી અને રોહિતએ પહેલાથી જ T20 આંતરરાષ્ટ્રીય અને ટેસ્ટ ક્રિકેટમાંથી રિટાયર્મન્ટ લઇ લીધી છે, તેથી બંને ભારત માટે ફક્ત એક જ ફોર્મેટ રમી રહ્યા છે. હવે ટીમ ઈન્ડિયાના પૂર્વ કપ્તાન સૌરવ ગાંગુલીનો પણ રોહિત શર્મા અને વિરાટ કોહલી અંગે જવાબ સામે આવ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના પૂર્વ પ્રમુખ સૌરવ ગાંગુલીએ શું કહ્યું તે જાણો.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ODI મેચ ક્યારે રમાશે?

ભારતીય ટીમ ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયામાં ત્રણ મેચોની ODI સીરિઝ રમવાની છે. પહેલી ODI મેચ 19 ઓક્ટોબરે પર્થમાં રમાશે. ત્યારબાદ 22 ઓક્ટોબરે એડિલેડ અને 25 ઓક્ટોબરે સિડનીમાં મેચ રમાશે. કેટલાક લોકોનું માનવું છે કે, વિરાટ કોહલી અને રોહિત શર્માની આ છેલ્લી ઇન્ટરનેશનલ સીરિઝ હોઈ શકે છે.

વનડે માં તેમનું પ્રદર્શન કેવું રહ્યું છે?

વિરાટ કોહલીનું વનડે ઇન્ટરનેશનલમાં ખુબ સારું પ્રદર્શન કરી રહ્યા છે. કોહલીએ ગણા રેકોર્ડ્સ બનાવ્યા છે, વનડે ઇન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોના સ્થાનમાં ત્રીજા ક્રમે આવે છે. કોહલીએ 302 વનડે મેચોમાં 57.88 ની સરેરાશથી 14181 રન ફટકાર્યા છે, જેમાં 51 શતક અને 74 અર્ધ શતક સામેલ છે. અને રોહિત શર્માની વાત કરીએ તો, વનડેમાં સર્વોચ્ચ સ્કોર 264 રનનો રેકોર્ડ રોહિત શર્માના નામે છે. રોહિત શર્માએ 273 મેચોમાં 48.76 ની સરેરાશથી 11168 રન બનાવ્યા છે, જેમાં 32 શતક અને 58 અર્ધ શતક ફટકાર્યા છે.

વિરાટ કોહલીએ પ્રેક્ટિસ શરૂ કરી

રોહિત શર્મા અને વિરાટ કોહલી છેલ્લે ભારતીય ટીમ માટે ફેબ્રુઆરી 2025 માં ICC ચેમ્પિયન્સ ટ્રોફી રમ્યા હતા; રોહિત શર્મા હાલમાં ઓવલ ટેસ્ટ મેચ દરમિયાન સ્ટેન્ડમાં જોવા મળ્યા હતા. બીજી તરફ, વિરાટ કોહલી હાલમાં લંડનમાં રહીને ઓસ્ટ્રેલિયા પ્રવાસને ધ્યાનમાં રાખીને ઇન્ડોર પ્રેક્ટિસ કરી રહ્યા છે.

સૌરવ ગાંગુલીએ કહ્યું કે...

સૌરવ ગાંગુલીએ એક કાર્યક્રમમાં કહ્યુ, 'મને આ વાત વિશેની જાણકારી નથી. હું આ અંગે કોઈ ટિપ્પણી કરી શકતો નથી, આ વિશે કહેવું મુશ્કેલ છે. જો તે સારું પ્રદર્શન કરશે, તો તેમણે રમવાનું ચાલુ રાખવું જોઈએ. વિરાટ કોહલી અને રોહિત શર્મા બંને વનડે ક્રિકેટમાં સારું પ્રદર્શન કરી રહ્યા છે. અને બંને સીમિત ઓવરની ક્રિકેટમાં શાનદાર રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now