Home Sports Sports News Dewald Brewis Highest Individual T20 Score In Australia

AUS vs SA Dewald Brevis નો નવો કીર્તિમાન! : સાઉથ આફ્રિકા માટે T20I માં સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર

AUS vs SA Dewald Brevis નો નવો કીર્તિમાન!
Published by: OBS Bureau
Last Updated: Aug 12, 2025, 01:39 PM IST

ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી બીજી T20 મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પહેલા બેટિંગ કરવા આવતા, સાઉથ આફ્રિકાએ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને કુલ 218 રન બનાવ્યા અને સ્કોરબોર્ડ પર વિજય માટે વિશાળ લક્ષ્યાંક મૂક્યો. સાઉથ આફ્રિકાએ ઇનિંગ્સની શરૂઆત એડન માર્કરામ અને રિકેલ્ટન દ્વારા કરવામાં આવી હતી પરંતુ આ ઓપનિંગ જોડી મોટી ભાગીદારી કરી શકી ન હતી. પહેલી વિકેટ 34 રન પર જ ગુમાવી, ત્યાર પછી પ્રિટોરિયસ 10 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. Dewald Brevis બેટિંગ પર આવ્યો અને તેને તોફાની ઇનિંગ્સ રમી અને સાઉથ આફ્રિકાને 218 રન સુધી પહોંચાડી દીધું.

Dewald Brevis ની આ તોફાની ઇનિંગ્સથી તેને સાઉથ આફ્રિકા માટે બીજી સૌથી ઝડપી T20I સદી પૂર્ણ કરી છે. Dewald Brevis એ શોર્ટ બોલને ફાઈન લેગ બાઉન્ડ્રી તરફ શાનદાર શોટ ફટકારીને શતક પૂર્ણ કર્યું. આ સાથે, Dewald Brevis સાઉથ આફ્રિકા માટે T20 આંતરરાષ્ટ્રીયમાં શતક ફટકારનાર સૌથી યુવા બેટ્સમેન પણ બન્યો છે. Brevis એ 41 બોલમાં શતક ફટકારીને આ રેકોર્ડ બનાવ્યો. અણનમ રમીને, Brevis એ 56 બોલમાં 125 રન બનાવ્યા અને આ દરમિયાન તેનો સ્ટ્રાઇક રેટ 223.21 નો હતો, તેને 8 છગ્ગા અને 12 ચોગ્ગા ફટકાર્યા.

T20I માં સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર (સાઉથ આફ્રિકા)

125* ડેવાલ્ડ બ્રેવિસના ઓસ્ટ્રેલિયાની સામે ડાર્વિનમાં 2025

119 ફાફ ડુ પ્લેસિસના વેસ્ટ ઈન્ડિઝની સામે જોબર્ગ 2015

117 રિચાર્ડ લેવીના ન્યુઝીલેન્ડની સામે હેમિલ્ટનમાં 2012

117 રીઝા હેન્ડ્રિક્સના પાકિસ્તાનની સામે સેન્ચ્યુરિયનમાં 2024

114* મોર્ને વાન વિકના વેસ્ટ ઈન્ડિઝની સામે ડર્બનમાં 2015

ઓસ્ટ્રેલિયામાં T20I માં સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર

125* ડેવાલ્ડ બ્રેવિસના ઓસ્ટ્રેલિયાની સામે ડાર્વિનમાં 2025

124* શેન વોટસનના ભારતની સામે સિડનીમાં 2016

120* ગ્લેન મેક્સવેલના વેસ્ટ ઈન્ડિઝની સામે એડિલેડમાં 2024

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now