Home Sports Sports News Ayush Mhatre Was Made The Captain Of This Team

Ayush Mhatre ને બનવ્યો આ ટીમનો કપ્તાન : મુંબઈ ટીમની સ્ક્વોડમાં કોણે મળ્યું સ્થાન?

Ayush Mhatre ને બનવ્યો આ ટીમનો કપ્તાન
Published by: OBS Bureau
Last Updated: Aug 13, 2025, 01:42 PM IST

18 વર્ષનો ખેલાડી ટીમનો કપ્તાન

તમિલનાડુ ક્રિકેટ એસોસિએશન દ્વારા ચેન્નાઈમાં વાર્ષિક Buchi Babu ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જે 18મી ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી રમાશે. મુંબઈની ટીમ પણ આ ટુર્નામેન્ટમાં ભાગ લેવાની છે. આયુષ મ્હાત્રે IPL 2025માં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે સારી બેટિંગ કરી હતી. હાલમાં જ આ યુવા ખેલાડીને ઈંગ્લેન્ડ પ્રવાસ પર ભારતની અંડર-19 ટીમનો કપ્તાન હતો.

18 વર્ષના ખેલાડીને કેપ્ટનશીપ મળી

આયુષ મ્હાત્રે આ વર્ષે જુલાઈમાં 18 વર્ષનો થયો. આ ખેલાડીએ ઈંગ્લેન્ડ પ્રવાસ પર અંડર-19 ટીમને વનડે સિરીઝમાં વિજય અપાવ્યો હતો. ભારતે યુવા વનડેમાં ઈંગ્લેન્ડની અંડર-19 ટીમને 3-2થી હરાવ્યું. હવે ભારતીય ટીમ આવતા મહિને આયુષની કેપ્ટનશીપમાં ઓસ્ટ્રેલિયા સામે સિરીઝ રમશે. સરફરાઝ ખાનને પણ મુંબઈની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. મુશીર ખાનને પણ આ ટીમમાં સ્થાન મળ્યું છે.

સાઈ કિશોર પણ કપ્તાન બનશે

સાઈ કિશોર TNCA President's XI ના કેપ્ટન બનવાનો છે. સાઈ કિશોરની ટીમમાં વિજય શંકર, શાહરૂખ ખાન, આન્દ્રે શ્રીનાથ અને બાબા ઈન્દ્રજીતને સામેલ કરવામાં આવ્યા છે. પ્રદોષ રંજન પોલ TNCA XI નો કેપ્ટન છે. આ બંને ટીમ તમિલનાડુની છે.

મુંબઈની ટીમ સ્કવોડ:

આયુષ મ્હાત્રે (કેપ્ટન), મુશીર ખાન, દિવ્યાંશ સક્સેના, સરફરાઝ ખાન, સુવેદ પાર્કર (વાઈસ-કેપ્ટન), પ્રગ્નેશ કાનપિલેવાર, હર્ષ આઘાવ, સાઈરાજ પાટીલ, આકાશ પારકર, આકાશ આનંદ (વિકેટકીપર), હાર્દિક તામોર (વિકેટકીપર), શ્રેયસ ગુરવ, યશ ડિચોલકર,હિમાંશુ સિંહ, રોયસ્ટન ડાયસ, સિલ્વેસ્ટર ડિસોઝા અને ઈરફાન ઉમૈર.

TNCA President's XI સ્કવોડ:

સાઈ કિશોર (કેપ્ટન), આન્દ્રે સિદ્ધાર્થ સી (વાઈસ-કેપ્ટ.), ઈન્દ્રજીથ, વિજય શંકર, શાહરૂખ ખાન, વિમલ ખુમાર, એસ. રાધાકૃષ્ણન, એસ. લોકેશ્વર, જી. અજિતેશ, જે. હેમચુદેશન, એમ. સિદ્ધાર્થ, આર.એસ. અંબરીશ, સી.વી. અચ્યુથ, એચ. ત્રિલોક નાગ, પી. સરવણ કુમાર અને કે. અભિનવ.

TNCA XI:

પ્રદોષ રંજન પૌલ (કેપ્ટન), બૂપથી વૈષ્ણ કુમાર (વાઈસ-કેપ્ટ.), બી. સચિન, તુષાર રાહેજા, કિરણ કાર્તિકેયન, એસ. મોહમ્મદ અલી, એસ. રિતિક ઇશ્વરન, એસ.આર. આતિશ, એસ. લક્ષ્ય જૈન, ડી.ટી. ચંદ્રશેકર, પી. વિદ્યુત, આર. સોનુ યાદવ, ડી. દીપેશ, જે. પ્રેમ કુમાર, એ. ઈસાક્કીમુથુ અને ટી.ડી. લોકેશ રાજ.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now