Home Sports Sports News Asia Cup History These Five Most High Voltage Matches Which Is No Less Than Any Bollywood Thriller Film

Asia Cup History આ 5 સૌથી હાઇ વોલ્ટેજ મેચ : જે કોઈ બોલિવૂડ થ્રિલર ફિલ્મથી ઓછી ન હોતી

Asia Cup History આ 5 સૌથી હાઇ વોલ્ટેજ મેચ
Published by: OBS Bureau
Last Updated: Aug 12, 2025, 08:05 AM IST

Asia Cup History

એશિયા કપ 2025ની શરૂઆત 9 સપ્ટેમ્બરથી થવાની છે, અને આ વખતે આ ટુર્નામેન્ટ T20 ફોર્મેટમાં રમવામાં આવશે. ભારત એશિયા કપના ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી સફળ ટીમોમાંની એક છે, પરંતુ પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન જેવી ટીમોએ ક્યારેય ભારતીય ટીમને સરળતાથી જીતવા દીધી નથી.

ભારત vs પાકિસ્તાન - એશિયા કપ 2010

એશિયા કપ 2010માં ભારત અને પાકિસ્તાનની વચ્ચે ક્રિકેટ ઇતિહાસની સૌથી રોમાંચક મેચમાંની એક મેચ છે. છેલ્લી ઓવરમાં ભારતને જીત માટે 3 રનની જરૂરત હતી અને ભારતીય સ્પીન બોલર હરભજન સિંહ સ્ટ્રાઈક ઉપર હતા. જયારે જ્યારે એવું લાગતું હતું કે મેચ હાથમાંથી નીકળી રહી છે, ત્યારે હરભજન સિંહે સિક્સર ફટકારીને ભારતને શાનદાર જીત અપાવી. આ પછી, હરભજન અને શોએબ અખ્તર વચ્ચે દલીલ થઇ હતી.

પાકિસ્તાન vs બાંગ્લાદેશ - ફાઇનલ, એશિયા કપ 2012

એશિયા કપ 2012ની ફાઈનલમાં બાંગ્લાદેશ અને પાકિસ્તાનની મેચ હતી. આ મેચમાં બાંગ્લાદેશ જીતની ખૂબ નજીક હતું. મેચની શરૂઆતથી બાંગ્લાદેશે મેચમાં દબદબો બનાવીને રાખ્યો હતો પણ, છેલ્લી કેટલીક ઓવરમાં આખી ગેમ પાકિસ્તાનની ટીમે પલટાવી નાખી. જેના કારણે, બાંગ્લાદેશને 2 રનથી હારનો સામનો કરવો પડ્યો.

ભારત vs પાકિસ્તાન - એશિયા કપ 2014

એશિયા કપ 2014માં ભારતે પ્રથમ બેટિંગ કરીને 245 રન ફટકાર્યા હતા. પાકિસ્તાનને છેલ્લી ઓવરમાં જીત માટે 10 રનની જરૂરત હતી. ભારતીય કપ્તાન મહેન્દ્ર સિંઘ ધોનીએ બોલિંગ માટે રવિચંદ્રન અશ્વિનને બોલ આપ્યો, પરંતુ શાહિદ આફ્રિદીએ તેની ઓવરમાં સળગ બે છગ્ગા ફટકાર્યા અને પાકિસ્તાનને 1 વિકેટથી જીત અપાવી.

ભારત vs અફગાનિસ્તાન - એશિયા કપ 2018

એશિયા કપ 2018માં અફગાનિસ્તાને ભારતની સામે ખુબ સારું પ્રદર્શન કર્યું હતું. ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા 252 રન ફટકાર્યા હતા. અને અફગાનિસ્તાનના બેટ્સમેનોએ આ મેચને છેલ્લા બોલ સુધી મેચ ખેંચી લીધી અને સ્કોર બરાબર કરીને મેચ ટાઇ કરી. આ ડ્રો ભારત માટે આશ્ચર્યજનક અને અફઘાનિસ્તાન માટે ઐતિહાસિક હતો.

પાકિસ્તાન vs અફઘાનિસ્તાન - એશિયા કપ 2022

એશિયા કપ 2022માં, અફઘાનિસ્તાને પાકિસ્તાનને ફક્ત 131 રનનો લક્ષ્ય આપ્યો હતો, પરંતુ અફઘાનિસ્તાનના બોલરોએ તેમની શાનદાર બોલિંગ કરી હતી. પાકિસ્તાનના બેટ્સમેન છેલ્લી ઓવર સુધી દબાણમાં હતા. આ મેચમાં, જ્યારે પાકિસ્તાનનો વિજય મુશ્કેલ લાગતો હતો, ત્યારે નસીમ શાહે સળગ બે છગ્ગા ફટકારીને પાકિસ્તાનને 1 વિકેટથી જીત અપાવી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now