Home Sports Sports India Vs England T 20 Match India Won Match

IND VS ENG T20 : ભારતે ઘરઆંગણે ચોથી ટી-20 મેચ 15 રનથી જીતી

IND VS ENG T20
Published by: OBS Bureau
Last Updated: Jan 31, 2025, 07:29 PM IST

ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચ મેચની ટી-20 સિરીઝમાં ભારતે ચોથી મેચમાં શાનદાર વિજય મેળવ્યો છે. પૂણેમાં યોજાયેલી મેચમાં ઈંગ્લેન્ડને 15 રનથી હાર આપી છે. આ સાથે ભારતે 3-1થી લીડ મેળવી લીધી છે.  ભારતીય ટીમ આ મેચમાં પહેલા બેટિંગ માટે ઉતરી હતી, હાર્દિક પંડ્યા અને શિવમ દૂબેએ અડધી સદી ફટકારી હતી. 20 ઓવરના અંતમાં ભારતીય ટીમે 9 વિકેટો ગુમાવીને 181 રન બનાવ્યા હતા. જેની સામે ઈંગ્લેન્ડની ટીમે મજબૂત શરૂઆત કરી હતી.  ધીમે ધીમે સ્થિતિ બદલાઈ અને 166 રનમાં ઈંગ્લેન્ડની ટીમ ઓલઆઉટ થઈ ગઈ. ભારત તરફથી રવિ બિશ્નોઈ અને હર્ષિત રાણાએ શાનદાર 3-3 વિકેટો ઝડપી હતી.

182 રનનો ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમમાંથી બેન ડકેટ અને ફિલ સોલ્ટે મજબૂત શરૂઆત કરી હતી. ભારતીય બોલર્સને છઠ્ઠી ઓવરમાં પહેલી સફળતા મળી હતી. બેન ડકેટ 19 બોલમાં 39 રન બનાવીને આઉટ થઈ ગયા. તે બાદ ફિલ સોલ્ટ 21 બોલમાં 23 રન જ બનાવી શક્યા. અક્ષરે ફિલ સોલ્ટને ક્લીન બોલ્ડ કરી દીધો હતો. લિયામ લિવિંગસ્ટોને 9 રન બનાવ્યા જ હતા. હેરી બ્રૂકે અડધી સદી ફટકારી હતી. બ્રૂકે બેથલ સાથે રહીને 19 બોલમાં 34 રનની ભાગીદારી કરી હતી.  બ્રૂક 26 બોલમાં 51 રન બનાવીને ઓલઆઉટ થઈ ગયા હતા. પોતાની પારીમાં તેમણે 5 ચોક્કા અને 2 છગ્ગા લગાવ્યા હતા. સુંદરે બ્રૂક અને તે બાદ કાર્સને આઉટ કર્યો હતો.

 પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમને બીજી ઓવરમાં જ ત્રણ ઝટકા મળી ગયા હતા. સાકિબ મોહમ્મદે સંજુ સેમસન અને તિલક વર્માને ઝીરો પર આઉટ કર્યા હતા. સાકિબે ઓવરના અંતિમ બોલ પર કેપ્ટન સૂર્યકુમાર યાદવને પેવેલિયનનો રસ્તો બતાવી દીધો. તે બાદ અભિષેક શર્મા 19 બોલમાં 29 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. રિંકૂ સિંહે 26 બોલમાં 30 રન બનાવ્યા હતા. તે બાદ સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ 30 બોલમાં 53 રનની ધમાકેદાર બેટિંગ કરી. હાર્દિક અને શિવમે 45 બોલમાં 87 રનની ભાગીદારી કરી. શિવમ દૂબે 34 બોલમાં 53 રન બનાવીને આઉટ થયા. ઈંગ્લેન્ડમાંથી સાકિબ મહમદે 35 રન આપીને 3 વિકેટો ઝડપી

ટીમો

ભારતીય ટીમ

સૂર્યકુમાર યાદવ(કેપ્ટન), સંજુ સૈમસન(વિકેટકીપર), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દૂબે, રિંકુ સિંહ, અક્ષર પંડ્યા, અર્શદીપ સિંહ, રવિ બિશ્નોઈ, વરુણ ચક્રવર્તી

ઈંગ્લેન્ડ ટીમ

જોસ બટલર (કેપ્ટન), ફિલિપ સાલ્ટ (વિકેટકીપર), બેન ડકેટ, હૈરી બ્રુક લિયામ, લિવિંગસ્ટોન, જૈકબ બેથેલ,જેમી ઓવરટન, બ્રાયડન કાર્સ, જોફ્રા આર્ચર,આદિલ રાશિદ, સાકિબ મોહમ્મદ

સ્કોર

ભારત- 181/10 (20)

ઈંગ્લેન્ડ- 166/10 (20)

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now