Home Sports Sports Bcci Fined Rishabh Pant For Slow Over Rate And Also Fined Digvesh Rathi Ipl Offbeatstories

BCCIએ બે પ્લેયરોને આપી મોટી સજા : રિષભ પંત, દિગ્વેશ રાઠીનું IPLમાં સતત ખરાબ પ્રદર્શનનાં લીધે દંડ ફટકાર્યો

BCCIએ બે પ્લેયરોને આપી મોટી સજા
Published by: OBS Bureau
Last Updated: Apr 05, 2025, 08:44 AM IST

હાલમાં ચાલી રહેલ IPL મેચ દરમ્યામાં ખરાબ પ્રદર્શન બદલ બે પ્લેયરોની સામે BCCI દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન રિષભ પંત અને સ્પિન બોલર દિગ્વેશ રાઠી સામે BCCIએ મોટી સજા આપી છે. ત્યારે રિષભ પંત માટે આ પડ્યા પર પાટુ જેવી સ્થિનું હાલ નિર્માણ થવા પામ્યુ છે. 

વાત છે એ મેચની કે જેમાં મુંબઈ ઈન્ડિયન્સનો લખનૌ સુપર જાયન્ટ્સ સામે 12 રને પરાજય થયો હતો. આ મેચમાં પ્રથમ બેટિંગમાં લખનૌની ટીમે 203 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈની ટીમ 191 રન બનાવતાં રન ચેઝ ના કરી શકતાં હારી ગઈ હતી. ત્યારે લખનૌની ટીમે મેચ જીતી હોવા છતાં IPL સમિતિએ તેના બે ખેલાડીઓ સામે દંડ ફટકાર્યો છે. 

જે મુજબ લખનઉ સુપર જાયન્ટ્સના કેપ્ટન રિષભ પંત દ્વારા IPLની આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે ધીમી ઓવર કરી હોવાનું સામે આવતાં રૂ. 12 લાખનો દંડ ફટકાર્યો છે. કારણ કે, કોઈપણ બોલિંગ ટીમ માટે 20 ઓવર પૂરી કરવાનો નિર્ધારિત સમય 90 મિનિટ છે. લખનૌની ટીમ નિર્ધારિત સમય કરતાં એક ઓવર પાછળ ચાલી રહી હતી. જેથી કરીને છેલ્લી ઓવરમાં એક ફિલ્ડરને 30 યાર્ડની બહાર રાખવાની ફરજ પડી હતી. જેનાં કારણે રિષભ પંતને દંડ ફટકારવામાં આવ્યો છે. 


ક્યાં પ્લેયરને કેટલો દંડ ફટકાર્યો 

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડનાં જણાવ્યાં મુજબ 'ધીમા ઓવર રેટને લગતી IPL કોડ ઓફ કન્ડક્ટની કલમ 2.22 હેઠળ સીઝનનો આ તેની ટીમનો પ્રથમ ગુનો હતો. જેથી રિષભ પંતને રૂ.12 લાખ તેમજ લખનૌના સ્પિનર ​​દિગ્વેશ રાઠીને IPL કોડ ઓફ કન્ડક્ટના લેવલ 1નું ઉલ્લંઘન કરવા બદલ સતત બીજી વખત તેની મેચ ફીના 50 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now