Home Gujarat Special Police Drive In Surat And Godhra

સુરત અને ગોધરામાં પોલીસની ખાસ ડ્રાઈવ : ગુનાખોરી અને કાયદો-વ્યવસ્થા કાબૂમાં રાખવા કડક તપાસ

સુરત અને ગોધરામાં પોલીસની ખાસ ડ્રાઈવ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Nov 29, 2025, 09:27 AM IST

Surat Godhra Police Drive: સુરત અને પંચમહાલ જીલ્લામાં પોલીસે ગુનાખોરી અટકાવવા અને કાયદો-વ્યવસ્થા મજબૂત બનાવવા માટે ખાસ ડ્રાઈવ હાથ ધરી છે. બે વિસ્તારોમાં અલગ-અલગ પ્રકારની તપાસો ચલાવી શંકાસ્પદ તત્વો તથા નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે પગલાં કરવામાં આવી રહ્યા છે.

અડાજણમાં મેગા સોસાયટી સર્ચ ડ્રાઈવ

સુરતના અડાજણ વિસ્તારમાં પોલીસ દ્વારા સોસાયટીઓમાં મેગા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. દેશવિરોધી પ્રવૃત્તિ કરતા તત્વોને શોધવા તેમજ ભાડુઆતોની સંપૂર્ણ તપાસ કરવા આ અભિયાન હાથ ધરાયું હતું. અડાજણની ભગવાન પાર્ક સોસાયટીમાં અંદાજિત 150 જેટલા બંગલા, મકાન અને દુકાનોમાં પોલીસ ટીમે તપાસ કરી.
આ તપાસમાં પોલીસ દ્વારા ભાડે રહતા લોકોના ઓળખ પુરાવાની ચકાસણી, મકાન માલિકોને પૂછપરછ, ભાડુઆતની ઓનલાઈન નોંધણી કરી છે કે નહીં તેની તપાસ અને સીટીઝન પોર્ટલ પર નોંધણી ન કરનાર મકાન માલિકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

પોલીસે સ્પષ્ટ કર્યું છે કે શહેરમાં ગુનાખોરી રોકવા માટે ભાડુઆતોની ઓનલાઈન નોંધણી ફરજિયાત છે. જે લોકો નિયમોનું પાલન નહીં કરે, તેમના સામે આગળ પણ કાર્યવાહી થશે.

સંયુક્ત વાહન ચેકિંગ ડ્રાઈવ

પંચમહાલના ગોધરામાં પણ એ ડિવિઝન પોલીસ અને સીટી ટ્રાફિક પોલીસે સંયુક્ત રીતે વાહન ચેકિંગ અભિયાન ચલાવ્યું. શહેરના મુખ્ય રસ્તાઓ પર શંકાસ્પદ વાહનોને રોકી દસ્તાવેજોની સઘન તપાસ કરી હતી. જેમાં ડ્રાઈવરોના લાઈસન્સ અને વાહનના R.C. બુક, વીમો અને PUC સહિતના જરૂરી દસ્તાવેજો, નંબર પ્લેટની ચકાસણી કરાઇ અને કાયદો-વ્યવસ્થા કાબૂમાં રાખવા વાહન ચાલકોને સૂચનાઓ આપવામાં આવી હતી.

પોલીસનું કહેવું છે કે તાજેતરમાં વાહન સંબંધિત ગુનાઓમાં વધારો જોવા મળ્યો હોવાથી આવા ચેકિંગ અભિયાન આવશ્યક બન્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now