Home Gujarat Special Karuna Abhiyan To Be Held Till January 20 Minister Arjun Modhwadia

‘કરૂણા અભિયાન’ : પક્ષીઓ માટે એક કરૂણાસભર પહેલ : 20 જાન્યુઆરી સુધી ખાસ ‘કરૂણા અભિયાન’ યોજાશે: મંત્રી અર્જુન મોઢવાડિયા

‘કરૂણા અભિયાન’ : પક્ષીઓ માટે એક કરૂણાસભર પહેલ
Play Video
Published by: Offbeat Team
| Last Updated: Jan 09, 2026, 09:20 AM IST

Karuna Abhiyan : રાજ્યમાં મકરસંક્રાંતિ-ઉત્તરાયણના પર્વના દરમિયાન પતંગ-દોરીથી અનેક અબોલ પશુ-પક્ષીઓ ઘાયલ થતા હોય છે. આ સાથે જ,તહેવારને ધ્યાને લઇ ધર્મપ્રેમી નાગરીકો પશુઓને ખાસ કરીને ગાયને ઘુઘરી,રજકો અને લીલુ ઘાસ વગેરે ખવડાવતાં હોય છે. જેના થકી ઘણીવાર પશુઓને આફરો અને પોઇઝનીંગ થતું હોય છે. આવા પશુ-પક્ષીઓને તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ કરીને યોગ્ય સારવાર પૂરી પાડી શકાય તે માટે વર્ષ 2015થી દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા કરૂણા અભિયાન હાથ ધરવામાં આવે છે. આ વર્ષે પણ રાજ્યભરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં આવતીકાલે તા.10 થી 20 જાન્યુઆરી 2026 દરમિયાન કરૂણા અભિયાન હાથ ધરવામાં આવશે તેમ, વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ વિગતો આપતા જણાવ્યું હતું.

‘કરૂણા અભિયાન’ : પક્ષીઓ માટે એક કરૂણાસભર પહેલ

મંત્રી મોઢવાડિયાએ કહ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલી આ કરૂણાસભર પહેલના પરિણામે અનેક અબોલ પશુ-પક્ષીઓને નવજીવન મળ્યું છે. છેલ્લા નવ વર્ષમાં કરૂણા અભિયાન અંતર્ગત રાજ્યભરમાં 112900 થી વધુ પશુ-પક્ષીઓને રેસ્ક્યુ કરાયા છે. ગુજરાતે સૌપ્રથમવાર શરુ કરેલું ‘કરૂણા અભિયાન’નું આદર્શ મોડલ આજે સમગ્ર દેશ માટે પથદર્શક બન્યું છે. મંત્રીએ ઉત્તરાયણ પર્વની સૌને શુભેચ્છા આપી અપીલ કરતા કહ્યું હતું કે, સવારે અને સાંજે પક્ષીઓ ખોરાક માટે વિચરતા હોય છે જેથી સવારે અને સાંજે શક્ય હોય તો પતંગ ન ચગાવવા જોઈએ. સાથે જ ગેરકાયદેસર ચાઇનીઝ દોરીનો પણ ઉપયોગ ન કરવા જણાવ્યું હતું.

'રાજ્યભરમાં કુલ 450 જેટલા કલેક્શન સેન્ટર...'

મંત્રી મોઢવાડિયાએ આ અંગે વધુ વિગતો આપતા કહ્યું હતું કે, રાજ્યમાં કરૂણા અભિયાન 2026 અંતર્ગત વન વિભાગ, પશુપાલન વિભાગ અને સ્વયંસેવી સંસ્થાઓ સાથે મળીને રાજ્યભરમાં કુલ 450 જેટલા કલેક્શન સેન્ટર, 85 જેટલા કંટ્રોલરૂમ તથા 480 વધુ સારવાર કેન્દ્રો અબોલ પક્ષીઓના સારવાર તેમજ બચાવ કાર્ય માટે કાર્યરત કરવામાં આવ્યા છે. આ કેન્દ્રો પર કુલ 740થી વધુ વેટરનરી ડોકટર તથા અંદાજે 8500 થી વધુ કર્મચારીઓ-સ્વયંસેવકો પક્ષીઓના બચાવ-સારવાર માટે સેવા આપી રહ્યા છે.

વાઈલ્ડ લાઈફ હેલ્પ લાઈન નંબર જાહેર કર્યો

વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી પ્રવિણ માળીએ કહ્યું હતું કે, રાજ્યભરમાં 1962 નંબર ડાયલ કરી ઘાયલ પક્ષીઓની સારવાર માટે સહાય મેળવી શકાશે. આગામી તા.10 થી 20 જાન્યુઆરી દરમિયાન ઘાયલ પક્ષીઓના બચાવ માટે અને પક્ષીઓને સમયસર સારવાર આપવા વાઈલ્ડ લાઈફ હેલ્પ લાઈન નંબર 83200 02000 જાહેર કરાયો છે. આ નંબર પર વોટ્સએપમાં “Hi” લખવાથી નજીકના પક્ષી સારવાર કેન્દ્રોની જાણકારી મેળવી શકાશે. સવારે 7 થી સાંજે 6 દરમિયાન દરેક તાલુકામાં કંટ્રોલરૂમ કાર્યરત રહેશે. જરૂર જણાશે તો કરૂણા એમ્બુલન્સ સ્થળ પર થઈ ઘાયલ પક્ષીઓની બચાવ કામગીરીમાં જોડાશે.

મંત્રી પ્રવિણ માળીએ કહ્યું હતું કે, ઘાયલ પક્ષીઓને સમયસર સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા વન વિભાગ દ્વારા જિલ્લાવાર નોડલ અધિકારી તથા નિયંત્રણ અધિકારીની નિયુક્તિ કરવામાં આવી છે. તમામ મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને અન્ય વિસ્તારોમાં આ કરૂણા અભિયાનને વેગ આપી તેમાં સ્વંયસેવી સંસ્થાઓ અને શિક્ષણ સંસ્થાઓનો સહયોગ લેવામાં આવશે. આ અભિયાનમાં મોટી સંખ્યામાં યુવાનો અને સામન્ય પ્રજાજનો જોડાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જાગૃતિ કાર્યક્રમો પણ ઠેર ઠેર યોજાશે. ચાયનીઝ માંજાનો ઉપયોગ ન કરવા અને સુર્યોદય તથા સુર્યાસ્ત સમયે પક્ષીઓ વધુ પ્રમાણમાં આકાશમાં ઉડતા હોવાથી આ સમયે પતંગ ન ચગાવવા પણ મંત્રીએ નાગરિકોને અપીલ કરી હતી.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

પર્યાવરણ ક્ષેત્રે ગુજરાતની હરણફાળ:: ગુજરાત બન્યું ‘ગ્રીન એન્ડ વાઈલ્ડ’, સિંહોની સંખ્યા 891 પર પહોંચી, રતનમહાલમાં વાઘનું આગમન

પર્યાવરણ ક્ષેત્રે ગુજરાતની હરણફાળ:

પુરવઠો પૂરતો છે, ગ્રાહકોએ ગભરાવાની જરૂર નથી!: ગ્રાહકોએ ચિંતા કરવાની જરૂર નથી: વડોદરા ગેસ લિમિટેડના એડમિન જીગ્નેશ ગોહિલનું નિવેદન

પુરવઠો પૂરતો છે, ગ્રાહકોએ ગભરાવાની જરૂર નથી!

જનતાના ટેક્સના પૈસા વકીલો પાછળ કેમ?: સુરત-રાજકોટમાં હાઈકોર્ટ બેંચ માટે AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની ગૃહમાં રજૂઆત

જનતાના ટેક્સના પૈસા વકીલો પાછળ કેમ?

જામનગર મહાનગરપાલિકાની લાલ આંખ: વેરો ન ભરનારાઓના નળ કનેક્શન કપાતા મિલકતધારકોમાં ફફડાટ

જામનગર મહાનગરપાલિકાની લાલ આંખ

સુરતમાં રાંધણ અને કોમર્શિયલ ગેસની કમઠાણ: ઘરના ચૂલા ઠર્યા, શ્રમિકોનું વતન તરફ સામૂહિક પલાયન

સુરતમાં રાંધણ અને કોમર્શિયલ ગેસની કમઠાણ

વડોદરામાં સામાન્ય અકસ્માત બાદ હિંસક મારામારી: મધુનગર-માંજલપુરમાં યુવકને મરાયો ઢોર માર, મહિલા બચાવવા આજીજી કરતી રહી, આજવા રોડ પર કાર પલટી

વડોદરામાં સામાન્ય અકસ્માત બાદ હિંસક મારામારી

વડોદરાની MS યુનિવર્સિટી કેમ્પસમાં મહાકાય મગર દેખાતા ભયનો માહોલ: રેસ્ક્યુ બાદ વિદ્યાર્થીઓએ લીધો રાહતનો શ્વાસ

વડોદરાની MS યુનિવર્સિટી કેમ્પસમાં મહાકાય મગર દેખાતા ભયનો માહોલ

વડોદરામાં નશામાં ધૂત પતિ-પત્ની દ્ધારા પોલીસ પર પથ્થરથી હુમલો: LRD જવાન સહિત બે પોલીસકર્મી ઇજાગ્રસ્ત

વડોદરામાં નશામાં ધૂત પતિ-પત્ની દ્ધારા પોલીસ પર પથ્થરથી હુમલો

અર્જુન મોઢવાડીયાની મોટી જાહેરાત: ક્લાયમેટ ચેન્જ ક્ષેત્રે ગુજરાતની ઐતિહાસિક સિદ્ધિ; 'ક્લાયમેટ એક્શન ટ્રેકર' લૉન્ચ કરનાર દેશનું પ્રથમ રાજ્ય

અર્જુન મોઢવાડીયાની મોટી જાહેરાત

બહુચર્ચિત ઉના દલિત કાંડ કેસમાં મોટો ચુકાદો: વેરાવળ સેશન કોર્ટ દ્વારા 5 આરોપી દોષિત

બહુચર્ચિત ઉના દલિત કાંડ કેસમાં મોટો ચુકાદો

હિંમતનગર નકલી પોલીસ કાંડ: અફીણના બહાને બોલાવી 8 લાખ પડાવ્યા, બે આરોપીઓ જેલના સળિયા પાછળ

હિંમતનગર નકલી પોલીસ કાંડ

મધ્ય પૂર્વના વિવાદ વચ્ચે ભારત માટે રાહત: 'શિવાલિક' અને 'નંદા દેવી' LPG સાથે મુંદ્રા પોર્ટ પર પહોંચશે

મધ્ય પૂર્વના વિવાદ વચ્ચે ભારત માટે રાહત

ગુજરાત બજેટ 2026-27: રેશનકાર્ડ ધારકો માટે 'ગ્રેઇન ATM' અને 'ડિજિટલ કૂપન'; જાણો અન્ન પુરવઠા વિભાગની મોટી જાહેરાતો

ગુજરાત બજેટ 2026-27

આસ્થા સાથે સુરક્ષા!: નર્મદા પરિક્રમા માટે રાજ્ય સરકારની મહા-તૈયારી! રૂ. 10 કરોડના ખર્ચે શ્રદ્ધાળુઓને પૂરી પાડશે અનેક સુવિધાઓ

આસ્થા સાથે સુરક્ષા!

Gas Crisis; હવે નહીં નડે ઘરેલુ-કોમર્શિયલ ગેસની કોઈ સમસ્યા!: PNG અને LPG ગેસની અછતને લઈને ગુજરાત સરકારે કરી ખાસ વ્યવસ્થા

Gas Crisis; હવે નહીં નડે ઘરેલુ-કોમર્શિયલ ગેસની કોઈ સમસ્યા!
Play Video

Gujarat Metro Rail; ગુજરાતીઓ માટે ખુશખબર: અમદાવાદ અને સુરત માટે અપાયો 34 અત્યાધુનિક ટ્રેનસેટ્સનો ઓર્ડર, જાણો શું છે ખાસિયતો

Gujarat Metro Rail; ગુજરાતીઓ માટે ખુશખબર

ઇસુદાન ગઢવીની મોટી જાહેરાત: ગુજરાતની તમામ સ્થાનિક બેઠકો પર ચૂંટણી લડશે AAP, જાણો શું છે યોજના

ઇસુદાન ગઢવીની મોટી જાહેરાત
Play Video

ગુજરાતમાં એક દિવસમાં સેવન્થ ડે સ્કૂલ જેવી 2 ઘટના: સુરત અને અમદાવાદમાં વિદ્યાર્થીઓ પર ધારદાર હથિયાર વડે હુમલા

ગુજરાતમાં એક દિવસમાં સેવન્થ ડે સ્કૂલ જેવી 2 ઘટના

અમદાવાદથી ઉદયપુર હવે ફક્ત 4 કલાકમાં: જાણો વંદે ભારત ટ્રેનની સંપૂર્ણ માહિતી

અમદાવાદથી ઉદયપુર હવે ફક્ત 4 કલાકમાં

ગાંધીનગરના કર્મયોગી ભવનને બોમ્બથી ઉડાવવાની ધમકી: 7 મો માળ ખાલી કરાવ્યો, પોલીસ-બોમ્બ સ્ક્વોડની તાત્કાલિક તપાસ

ગાંધીનગરના કર્મયોગી ભવનને બોમ્બથી ઉડાવવાની ધમકી
Play Video